Homeધાર્મિકફેબ્રુઆરી 5: Oracle Speaks...

ફેબ્રુઆરી 5: Oracle Speaks પરથી જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

મેષ: 21 માર્ચ-19 એપ્રિલ સાચો નિર્ણય લેવા માટે તમારા જીવનસાથી સાથે ખુલ્લેઆમ વાતચીત કરવી અને તમારા હૃદયની વાત સાંભળવી મહત્વપૂર્ણ છે. તમારી કારકિર્દીમાં તમને નવી તક અથવા નાણાંકીય લાભ મળી શકે છે. સમયનો વ્યવહારિકતા અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેની સાથે આવતા ફેરફારોને સ્વીકારવા માટેનો એક સંકેત આપતો હોઈ શકે છે.

તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીમાં સેલ્ફ-કેર અને આરામની જરૂર છે. તમારા માટે સમય કાઢવો અને શારીરિક-માનસિક થાક ઉતારવા માટે રિચાર્જ થવું મહત્વપૂર્ણ છે. આરામ કરવા અને નવા વિચારો મેળવવા માટે મુસાફરી એ એક સારી રીત હોઈ શકે છે.

લકી નંબર : 5
લકી કલર : વાદળી
લકી સાઈન : ક્લિઅર ક્વાર્ટઝ

વૃષભ: 20 એપ્રિલ-20 મે

તમે હૃદયની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તાજેતરમાં જ જાણીતા થયેલા રોમેન્ટિક પાર્ટનર સાથે તમે મજબૂત જોડાણ અનુભવી શકો છો. તમારા સંબંધોમાં ક્ષમા અને કરુણા મહત્વપૂર્ણ છે. તમે તમારી કારકિર્દીમાં નાણાકીય સફળતાનો અનુભવ કરી શકો છો. તમને સેલરી વધારો અથવા પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે અથવા નવી તકોની સંભાવના છે. જોકે આ એ પણ સૂચવે છે કે તમારે તમારી ખર્ચની આદતોનું ધ્યાન રાખવું જોઈએ અને સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ. તમારે તમારી માનસિક સુખાકારીનું ધ્યાન રાખવું જોઈએ અને તંદુરસ્ત ટેવો કેળવવી જોઈએ. એડવાન્સ પ્લાનિંગ તમને ઓર્ગેનાઈઝ્ડ રહેવામાં મદદ કરી શકે છે.

લકી નંબર : 78
લકી કલર : ટર્કોઇશ
લકી સાઈન : એમેથીસ્ટ

મિથુન: 21 મે-21 જૂન

તમે કોઈ વિશેષ વ્યક્તિ પાસેથી પ્રાપ્ત કરેલા સંકેતોને બદલે કેઝ્યુઅલ વસ્તુઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તમે કદાચ તાજેતરમાં મળ્યા હોય તેવી કોઈ વ્યક્તિ સાથે ડીપ કનેક્શન બનાવવાનું ભૂલી ગયા છો અથવા બે વિકલ્પો વચ્ચે પસંદગી કરવાની જરૂર પડી શકે છે. નાણાકીય સફળતા નજીક જ છે. તમને પ્રમોશન મળી શકે છે અથવા નવી તકોની સંભાવના છે. તમારા પેપરવર્કમાં ચોકસાઈ રાખો અને ટૂંકા ગાળાના રોકાણ કરવાનું ટાળવું જોઇએ. મુસાફરી તમારી આંતરિક શાંતિ માટે ફાયદાકારક બની શકે છે. નવા અનુભવ અને દ્રષ્ટિ માટે તમે તમારી નજર અને વિચારશ્રેણીને બદલશો. નવી ડાયેટ આદતો તમારી વજન ઘટાડવાના પ્લાનિંગને સમર્થન આપે છે.

લકી નંબર : 6
લકી કલર : સફેદ
લકી સાઈન : ઝિર્કોન

કર્કઃ 22 જૂન-22 જુલાઇ

હૃદયની બાબતો તમારા માઈન્ડમાં મોખરે હોઈ શકે છે. તમે તમારા પ્રિયજન દ્વારા તમારી અનદેખીનો અનુભવ થશે. તમારા સંબંધોમાં ક્ષમા અને કરુણા મહત્વપૂર્ણ છે. તમારી પ્રશંસા થશે. તમારે તમારા રેન્ડમ રોકાણોનું ધ્યાન રાખવું જોઈએ અને સમજદાર નિર્ણયો લેવા જોઈએ. તમારો ટ્રાવેલ પ્લાન મોકૂફ રહી શકે છે અને તમારે થોડી ધીરજ બતાવવી પડી શકે છે. સેલ્ફ-કેરને પ્રાથમિકતા આપવી જોઈએ અને તમારી સુખાકારી માટે સહાયક સંબંધો અને ઉપચાર પદ્ધતિઓ શોધી શકો છો.

લકી નંબર : 37
લકી કલર : ગોલ્ડ
લકી સાઈન : ડાયમંડ

સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ

આજનો દિવસ તમારા સંબંધોમાં નવી શરૂઆત અથવા ભાવનાત્મક પરિપૂર્ણતા લાવી શકે છે. તમે તમારા મૂલ્યો સાથે મળતી કોઈ નવી વ્યક્તિને મળી શકો છો. તમારા નબળા પાસાને સ્વીકારો અને તમારી સાચી લાગણીઓ વ્યક્ત કરો. તમારી કારકિર્દીમાં નાણાકીય સ્થિરતા અને સુરક્ષાનો સમયગાળો આવશે. તમે તમારી મહેનતનું ફળ માણી રહ્યા હશો અને તમારા યોગદાન માટે બોનસ અથવા નામના પણ મેળવી શકો છો. તમને પરિવારના સભ્યો અથવા સહકર્મીઓ તરફથી સમર્થન અને માર્ગદર્શન મળી શકે છે. મુસાફરી અથવા સિનરીમાં ફેરફાર તમારી એકંદર સુખાકારી માટે ફાયદાકારક હોઈ શકે છે. તમને આગળ વધવા માટે તમારા કામની ન હોય તેવી જૂની પેટર્ન અથવા માન્યતાઓને છોડી દેવા માટે પ્રોત્સાહિત કરે છે.

લકી નંબર : 9
લકી કલર : મરૂન
લકી સાઈન : પાયરાઇટ

કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

તમે તમારા સંબંધોમાં અટવાયેલી લાગણીઓને ઉકેલવા અથવા તમને મદદ કરવા માટે કોઈ ચમત્કારની આશા-વિચારણા કરી શકો છો. રીડિંગ તમને તમારી સાચી લાગણીઓ વ્યક્ત કરવા માટે બહાર આવીને મુક્ત મને રજૂ કરવાનું સૂચન કરે છે. તમે નબળાઈ અનુભવશો કારણકે અન્ય લોકો ઝડપથી આગળ વધી રહ્યા હોય તેવું લાગે છે અને તમે હજી પણ તમારા નંબરની રાહ જોઈ રહ્યા છો. તમારે તમારા જુના કમિટમેન્ટ્સનું ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણ રેન્ડમ ટિપ્પણીઓ ન કરવી જોઈએ. કામકાજ માટે મુસાફરીની તક નજીક જ છે. તે તમારા માટે ફાયદાકારક પણ હોઈ શકે છે કારણકે તે તમને વ્યવહારુ શાણપણ કેળવવાની તક આપે છે.

લકી નંબર : 19
લકી કલર : ઈન્ડિગો
લકી સાઈન : સ્ફેટિક ક્રિસ્ટલ

તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

તમે દિલની બાબતોમાં તમારી જાત પર અને તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરી શકો છો. જ્યારે પ્રેમ અને વિશ્વાસની વાત આવે ત્યારે તમારે તમારા મનના અવાજને સાંભળવો જોઇએ. તમારી કારકિર્દીમાં પડકારો અથવા અવરોધોનો સામનો કરી રહ્યાં છો, પરંતુ તમારી પાસે તેમને દૂર કરવાની શક્તિ અને હિંમત છે. તમે તમારી વ્યાવસાયિક આકાંક્ષાઓ પર વધુ પ્રેરિત અને ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તમને કંઇક અલગ અનુભવાઇ રહ્યું છે અથવા તો તમે ભટકી ગયા છો તેથી તમારે કોઇ શાંત પ્રભાવની જરુર છે. મુસાફરી તમને તમારા જીવનના નવા તબક્કામાં પ્રવેશવાની તક આપી શકે છે. આ તમને નવા પરિવર્તન સ્વીકારવા અને નવા દ્રષ્ટિકોણને ખુલ્લા કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

લકી નંબર – 5
લકી કલર – બ્લશ પિંક
લકી સાઇન – રેડ જેસ્પર

વૃશ્ચિક: 24 ઓક્ટોબર – 21 નવેમ્બર

તમે નવા પ્રેમનો અનુભવ કરશો અથવા હાલના સંબંધને જીવી કરી રહ્યાં છો. તમે તમારા જીવનસાથી સાથે મજબૂત અને પરિપૂર્ણ સંબંધ બાંધવામાં સમર્થ હશો. રીડિંગ તમારા વિચારો અને ઇરાદાઓની શક્તિ સૂચવે છે, જે દર્શાવે છે કે તમારી પાસે તમારી કારકિર્દીમાં અપાર વિપુલતા અને સફળતાને આકર્ષવાની ક્ષમતા છે. તમારે તમારા લક્ષ્‍યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમારા સપનાને પ્રાપ્ત કરવા માટે તમારી સફળતાની કલ્પના કરવી જોઈએ. તમારી માનસિક અને શારીરિક સુખાકારીને સુધારવા માટે સ્વ-સંભાળ અને ઉપચાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડી શકે છે. તમારે પોતાની જાત પર દયા-રહેમ કેળવવી જોઈએ અને આરામ માટે સમય આપવો જોઈએ.

લકી નંબર : 1
લકી કલર : લાઈમ
લકી સાઈન : કાળી ટુરમાલાઇન

ધન : 22 નવેમ્બર – 21 ડિસેમ્બર

તમારે તમારા સંબંધોમાં હીલિંગ અને ફોરગીવનેસ પર ફોકસ કરવાની જરૂર પડી શકે છે. તે તમને પ્રિયજનો સાથેના તમારા લાગણીશીલ-ભાવનાત્મક બંધનને વધુ ગાઢ બનાવવા માટે કોઈપણ નકારાત્મકતા અથવા ગુસ્સા-રોષને છોડવા માટે પ્રોત્સાહિત કરે છે. તમને તમારા લક્ષ્‍યો વિશે સ્પષ્ટ રહેવા અને સફળતાની તકો લાવવા માટે યુનિવર્સમાં વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. તમારા જીવનમાં વધુ આનંદ અને રમતનો સમાવેશ કરવાથી તમને ફાયદો થઈ શકે છે. રીડિંગ તમને આનંદ અને હળવાશ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે કારણ કે આ તે તમારા એકંદર સુખાકારીમાં મદદ કરી શકે છે.

લકી નંબર : 7
લકી કલર : સ્યાન
લકી સાઈન : ઘુવડ

મકર: 22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી

તમારી લવ લાઇફમાં કોઇની એન્ટ્રી થશે અથવા તો જો પહેલાથી જ કોઇ હશો તો તમારા સંબંધો મજબૂત બનશે. તમે તમારા જીવનસાથી સાથે પ્રામાણિકપણે વાતચીત કરો અને સ્ટ્રોન્ગ બોન્ડિંગ બનાવો. સાથે મળીને સમસ્યાઓનું નિરાકરણ લાવો. તમારી કારકિર્દીમાં પરિવર્તનની સંભાવનાઓ દેખાઇ રહી છે અથવા તો નોકરીમાં નવી તકો મળશે. દિનચર્યામાં યોગાસન કે કસરત કરવાથી શરીરને ફાયદો થશે. તમારા શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે. તમને પ્રકૃતિમાં સમય પસાર કરવાથી અથવા માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરવાથી પણ ફાયદો થઈ શકે છે. એક ટુર પર જવાથી કે યાત્રાનું પ્લાનિંગ કરવાથી તમને અલગ દ્રષ્ટિકોણ મળશે. રોમાંચ અપનાવો અને નવા અનુભવો અને સંસ્કૃતિઓ માટે ખુલ્લા રહો. તમે તમારી મુસાફરી દરમિયાન આધ્યાત્મિક માર્ગદર્શકો પાસેથી માર્ગદર્શન મેળવવાથી પણ લાભ મેળવી શકો છો.

લકી નંબર -13
લકી કલર – મેજેન્ટા
લકી સાઇન – ખીલેલુ ગાર્ડન

કુંભ: 20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી

તમે તમારા સંબંધોમાં વૃદ્ધિ અને પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ શકો છો. ઓરેકલ તમને પરિવર્તન સ્વીકારવા અને પરિવર્તન પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા પ્રોત્સાહિત કરે છે. તે માત્ર બોન્ડ્સને મજબૂત બનાવશે નહીં પણ ભવિષ્ય માટે રસ્તો પણ બતાવશે. જુની રીત કે પેર્ટનને પકડી ન રાખવાની સલાહ આપવામાં આવે છે. તમે તમારા સર્જનાત્મક પ્રયાસોમાં સફળતાનો અનુભવ કરી રહ્યા છો. આત્મ અભિવ્યક્તિ માટે નવા અવસરોની તલાસ કરી રહ્યા છો. તમારે હાલ પોતાની સકારાત્મક ઇમેજ બનાવવા અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પર જોર આપી શકો છો. તમે તમારા જીવનમાં હાલ કદાચ દિશાનો અભાવ અથવા જીવનમાં યોગ્ય ગોલ શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છો.

લકી નંબર – 15
લકી કલર -પિંક
લકી સાઇન- પોલ્કા

મીન: 19 ફેબ્રુઆરી – 20 માર્ચ

તમારા સંબંધોમાં મજબુતી અને પરિવર્તનનો સમયગાળો સૂચવે છે. તમે જૂની પેટર્ન અને વર્તણૂકોને છોડીને અન્ય લોકો સાથે સંબંધની નવી રીતો અપનાવી રહ્યા છો જે તમારા માટે સંતુષ્ટજનક અને પ્રમાણિક છે. તમારા માટે રિડીંગ એ તમારી કારકિર્દીમાં પ્રગતિ અને વૃદ્ધિને દર્શાવે છે. તમે મોટા પરિવર્તન તરફ છો, તમારી પાસે મહાન વસ્તુઓ હાંસલ કરવાની ક્ષમતા છે. તમે તમારા સ્વાસ્થ્ય અથવા સુખાકારીને લગતી ડર અથવા અનિશ્ચિતતા અનુભવી શકો છો,પરંતુ તમે ભગવાનમાં વિશ્વાસ રાખીને શાંતિ અને ઉપચાર મેળવી શકો છો. અમુક સ્વરૂપમાં મુસાફરી એ મુક્તિ અને પરિવર્તનનો સ્ત્રોત બની શકે છે, જે જૂના દાખલાઓથી મુક્ત થવાની અને નવા અનુભવોને સ્વીકારવાની તક આપે છે.

લકી નંબર – 9
લકી કલર – પીચ
લકી સાઇન – ટાઇપ રાઇટર

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...