Homeધાર્મિકવસંત પંચમી પર પીળા...

વસંત પંચમી પર પીળા રંગનું વિશેષ મહત્વ છે, તે દેવી સરસ્વતી સાથે સંબંધિત છે.

માહ માસની પાંચમના રોજ વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યા, સંગીત અને કળાની દેવી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આનું મોટું મહત્વ છે. સરસ્વતી માતાને બુદ્ધિ અને વિદ્યાની કારક માનવામાં આવે છે. વસંત પંચમી પર પીળા રંગના કપડાં પહેરવાથી લઇ માતા લક્ષ્‍મીને પીળી વસ્તુઓ બનાવી ભોગ લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે.

સામાન્ય રીતે લોકોને એ સવાલ થાય છે કે વસંત પંચમી પર માતા સરસ્વતીની પૂજામાં ભોગ પ્રસાદથી લઇ પીળા કપડાં જ કેમ ધારણ કરવામાં આવે છે. આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. તો ચાલો જાણીએ વસંત પંચમીનું પીળા રંગ સાથે શું કનેક્શન છે.

વાસ્તવમાં હિન્દુ ધર્મમાં પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીળો રંગ જ્ઞાન અને શુભતાનું પ્રતિક છે. વસંત પંચમીનો દિવસ પીળા રંગ સાથે જોડાયેલો છે. તેને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ તમામ વસ્તુઓ પીળા રંગને વસંત પંચમી સાથે જોડે છે. વસંત પંચમી પર લોકો પીળા રંગના કપડાં પહેરે છે અને પીળા રંગનું ભોજન પણ બનાવે છે. માતા રાણીને પીળો રંગ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે ઘરને પીળા ફૂલોથી શણગારવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. માતા સરસ્વતીને પીળા રંગનું ભોજન અર્પણ કરવાથી માતા રાણીની કૃપા પ્રાપ્ત થાય છે.

આ છે વૈજ્ઞાનિક તર્ક

વૈજ્ઞાનિક રીતે કહીએ તો, પીળો રંગ શક્તિનું પરિબળ માનવામાં આવે છે. તે માત્ર મૂડ જ નહિ સુધારે, પરંતુ સારી લાગણી પણ લાવે છે. તેનાથી વ્યક્તિની અંદર સારી લાગણીઓ આવે છે. આ જ કારણ છે કે આ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જાણો ક્યારે છે વસંત પંચમી અને શુભ મુહૂર્ત

કોઈપણ તહેવાર અને તિથિમાં શુભ સમય હોય છે. આ શુભ સમય દરમિયાન સાચા હૃદયથી ભગવાનની ઉપાસના કરવાથી વ્યક્તિ તેમના વિશેષ આશીર્વાદ મેળવે છે. તેવી જ રીતે, વસંત પંચમીનું શુભ મુહૂર્ત 14 જાન્યુઆરીએ સવારે 7:01 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12:35 સુધી ચાલશે. આ સમય દરમિયાન દેવી સરસ્વતીની પૂજા કરવી ખૂબ જ શુભ છે.

આ રીતે કરો દેવી સરસ્વતીની પૂજા

વસંત પંચમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું. આ પછી પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. માતાને ખાસ કરીને આ રંગ ગમે છે. મંદિરને સાફ કરો અને પાણીનો છંટકાવ કરો. આનાથી વસ્તુઓ શુદ્ધ થઇ જાય છે. હવે માતા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરો. તમે દેવી માતાને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી શકો છો. પીળા રંગની રોલી, પીળા ફૂલ, અક્ષત અને મીઠાઈઓ પણ ચઢાવો અને દીવો પ્રગટાવો. તેનાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...