મેષ (માર્ચ 21 – એપ્રિલ 19): તમારા અંગત સંબંધોમાં શાંતિ અને મજબૂત જોડાણોની અપેક્ષા રાખો. તમારા પ્રિયજનોને સંભાળ રાખવા અને તેમની પ્રશંસા કરવા માટે સમય કાઢો. તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો, જેથી પડકારજનક કામકાજને પાર પાડી શકશો. કોઇપણ વસ્તુ કરતાં તમારા અંદરના અવાજને વધુ સાંભળો અને પછી જ આગળ વધો. નાણાંકીય લાભ થવાની સંભાવના છે, પરંતુ આવેશમાં આવીને કોઈપણ ખર્ચ ન કરો.
લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો, તમને વધુ સારી રીતે બચત કરવાની યોજના મળી શકે છે. અન્યની ટીકા કરવાને બદલે અર્થપૂર્ણ વાતચીતમાં સામેલ થઈને તમારા મિત્રો સાથેની બોન્ડને મજબૂત બનાવો. કોઈ બાંહેધરી આપતા પહેલા પ્રોફેશનલ સલાહ લો. તમારા એનર્જી લેવલને ટકાવી રાખવા માટે આરામ પર પણ પુરતૂં ધ્યાન આપો. તમારા ડેઈલી રૂટિનમાં નવી માઇન્ડફુલનેસ પ્રેક્ટિસનો સમાવેશ કરવાનું વિચારો. તમારો લકી નંબર 25 છે અને વાદળી રંગ તમારૂં નસીબ ચમકાવી શકે છે. લેપિસ લાઝુલિ ક્રિસ્ટલ તમારા માટે લકી રહેશે.
વૃષભ (20 એપ્રિલ – 20 મે):
તમારા સંબંધોને મજબૂત કરવા માટે તમારા માટે ઈમોશનલી ખુલીને રજૂઆત કરવાનો સમય આવી રહ્યો છે. પ્રામાણિક અને હૃદયપૂર્વકની લાગણીસભર વાતચીત તમને તમારા પ્રિયજનની નજીક લાવશે. સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ સાથે ધીરજ રાખીને વ્યવહાર કરો. સહિયારા લક્ષ્યો હાંસલ કરવા માટે સહયોગ અને ટીમ વર્ક પર ધ્યાન કેન્દ્રિત કરો. ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી નજીક જ છે. જરૂરિયાતના સમયે ટેકો આપીને તમારી મિત્રતા કેળવો. બોન્ડિંગ મજબૂત કરવા ગેટ-ટુગેધર પ્લાન કરો. કોઈપણ ઈન્વેસ્ટમેન્ટ નિર્ણય લેતા પહેલા સારી રીતે રિસર્ચ કરો. શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરવા માટે એક્સપર્ટસની સલાહ લો. તમને આનંદ આપતી પ્રવૃત્તિઓમાં સામેલ થઈને તમારી સુખાકારીને પ્રાથમિકતા આપો. ભવિષ્યની કોઈપણ તકલીફો ટાળવા માટે સંતુલિત આહાર જરૂરી છે. આજે તમારો લકી નંબર 17 છે અને બ્રોન્ઝ કલર લકી છે. હોવલાઈટ ક્રિસ્ટલ તમારા માટે ભાગ્યશાળી રહેશે.
મિથુન (21 મે – 20 જૂન):
વાસ્તવિક અને પ્રામાણિક વાતચીત સફળ સંબંધોની ચાવી હશે. તમારી જાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો અને તમારા પ્રિયજનોને ધ્યાનથી સાંભળો. તમારી સ્વીકારવાની મતા અને ઝડપી વિચાર તમને ચમકાવશે. તમે પડકારોનો સહેલાઇથી સામનો કરી શકશો. નવા વિચારો અને સહયોગને અપનાવો. કોઈપણ પ્રકારનું નાણાકીય આયોજન કરતી વખતે બજેટ પર વધુ ધ્યાન આપો. લાંબા ગાળાના લાભો માટે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવો. નવા લોકોને મળવા અને તમારા નેટવર્કને વિસ્તૃત કરવા માટે સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઓ. ખુલ્લી અને પ્રામાણિક વાતચીત દ્વારા વર્તમાન મિત્રતાને મજબૂત બનાવો. માઇન્ડફુલનેસ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ તકનીકોનો અભ્યાસ કરીને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. તમારી જાતને રિચાર્જ કરવા માટે બ્રેક લો. આજે તમારો લકી નંબર 33 અને લકી કલર નારંગી છે. હેમેટાઇટ જેવા ક્રિસ્ટલ તમારા માટે લકી નીવડશે.
કર્ક (21 જૂન – 22 જુલાઈ):
સંભાળ અને કરુણા ભાવ સાથે તમારા સંબંધોને વધારે ગ્રોથ આપો. તમારા પ્રિયજનોને ઇચ્છિત પ્રશંસા અને સમય આપો. એકલા નિર્ણયો લેતી વખતે તમારી છઠ્ઠી ઇન્દ્રિય પર વિશ્વાસ કરો. સહકર્મીઓને સહયોગ કરો કારણ કે સિનિયર મેનેજમેન્ટની નજર તમારા પર હોઈ શકે છે. નાણાકીય બાબતોમાં સંતુલિત અભિગમ જાળવો. વધુ પડતો ખર્ચ ટાળો અને જથ્થા કરતાં ક્વોલિટીમાં વધુ રોકાણ કરો. જૂના મિત્રોને યાદ કરો, ફરી કનેક્ટ થાઓ. તેમને સહાનુભૂતિ આપી સપોર્ટ બનો. ઉતાવળે નિર્ણય લેતી વખતે સાવધાની રાખો. કોઈપણ કમિટમેન્ટ આપતા પહેલા નિષ્ણાતોની સલાહ લો અને રિચર્સ ચોક્કસથી કરો. ઈમોશનલી હેલ્થી રહેવા માટે સેલ્ફ-કેરને પ્રાથમિકતા આપો. તમને શાંતિ અને ખુશી આપતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. તમારો લકી નંબર 30 અને લકી કલર પીળો છે. સન સ્ટોન ક્રિસ્ટલ તમારા માટે લકી રહેશે.
સિંહ (23 જુલાઈ – 22 ઓગસ્ટ):
તમારા પાર્ટનર માટે તમારો પ્રેમ અને પ્રશંસા વ્યક્ત કરો. સ્ફુર્તિ અપનાવો અને રોમેન્ટિક સરપ્રાઈસ પ્લાન કરો. તમારી લીડરશીપ સ્કીલ ચમકશે, જેનાથી અન્યને પ્રેરણા અને પ્રોત્સાહન મળશે. આત્મવિશ્વાસ સાથે પડકારોને સ્વીકારો. તમારા મિત્રોની સિદ્ધિઓની ઉજવણી કરો અને તમારૂં સમર્થન દર્શાવવો. બોન્ડ મજબૂત કરવા સોશિયલ ગેટ ટૂ ગેધર પ્લાન કરો. રોકાણના નિર્ણયો લેતા પહેલા કાર્યસ્થળ પર સિનિયરોની એક્સપર્ટ સલાહ લો. તમારા લાંબા ગાળાના લક્ષ્યો સાથે સંરેખિત થતા જ કમિટમેન્ટ આપો. માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. આનંદ આપતા કામમાં તમારી જાતને સામેલ કરો અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ટેક્નિકનો અભ્યાસ કરો. આજે તમારો લકી નંબર 12 છે અને લકી કલર નિયોન ગ્રીન છે. આજે વાદળી નીલમ તમારા માટે લકી સાબિત થઇ શકે છે.
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર):
તમારા રિલેશનમાં કોમ્યુનિકેશન અને સમજદારી પર ફોકસ કરો. તમારી જરૂરિયાતો વ્યક્ત કરો અને તમારા જીવનસાથીને ધ્યાનથી સાંભળો. દરેક બાબતની વિગતો અને સંગઠન પર ધ્યાન આપવાથી સફળતા મળશે. તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને બિનજરૂરી વિક્ષેપો ટાળો. નક્કર ફાઈનાન્શિયલ પ્લાન બનાવી તેને વળગી રહો. બહારના અન્ય લોકો માટે ઘણી બધી અંગત વિગતો જાહેર કરવાનું ટાળો, ખાસ કરીને નાણાકીય બાબતો શેર ન કરો. વિશ્વસનીય અને સપોર્ટિવ ફ્રેન્ડ બનો. સાંભળવા માટે કાન ખુલ્લા રાખો અને જરૂર પડે ત્યારે માર્ગદર્શન પણ આપો. ઈન્વેસ્ટમેન્ટ તકો મામલે સંપૂર્ણ રિસર્ચ અને એનાલિસિસ કરો. નવી તકનીક શોધી તમારી શારીરિક સુખાકારીની કાળજી લો. એકંદર આરોગ્ય જાળવવા માટે સેલ્ફ-કેર પર ફોકસ કરો. આજે તમારો લકી નંબર 24 છે અને લકી કલર મસ્ટર્ડ છે. ગાર્નેટ ક્રિસ્ટલ તમારા માટે લકી સાબિત થઇ શકે છે.
તુલા (23 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)
તમારા રોમેન્ટિક સંબંધોમાં સંતુલન અને ઊંડી સમજણ મેળવવાની જરુર છે. કોઈપણ ભૂતકાળ અથવા વર્તમાનની સમસ્યાને ઉકેલવા માટે ખુલ્લા અને પ્રમાણિક બનો. કાર્યસ્થળે બધા સાથે સહયોગ કરો અને રાજદ્વારી અભિગમ જાળવી રાખો. સર્જનાત્મકતાને અપનાવો અને વધતી સમસ્યાઓના નવીન ઉકેલો શોધો. ખર્ચને સમજદારીથી મેનેજ કરો. સક્રિયપણે સાંભળીને અને સમર્થન આપીને અર્થપૂર્ણ જોડાણોને પ્રોત્સાહન આપો. બોન્ડ મજબૂત કરવા માટે સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરો. સંભવિત રોકાણોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરો. લાંબા ગાળાના નાણાકીય લાભ માટે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવો. તમારી શારીરિક અને ભાવનાત્મક સુખાકારીમાં સંતુલન શોધો. છૂટછાટની તકનીકોમાં વ્યસ્ત રહો અને સરળ જીવનશૈલી જાળવો. આજે તમારો લકી કલર ક્રિમસન છે અને લકી નંબર 99 છે. આજે ટાઇગર આઇ ક્રિસ્ટલ તમારા માટે ભાગ્યશાળી બની શકે છે.
વૃશ્ચિક (23 ઓક્ટોબર – 21 નવેમ્બર)
નાના નાના પગલાં લઇને આગળ વધીને પોતાના પ્રિયજનો સાથે ભાવનાત્મક રીતે જોડાઇ રહો. તમારા અંતરજ્ઞાન પર વિશ્વાસ રાખો અને તમારી લાગણીઓને વ્યક્ત કરતા પહેલાં વિચારો. જીવનમાં આવતા પડકારો સામે લડવા માટે તમારી આંતરિક શક્તિ અને નિશ્ચયને અપનાવો. લાંબા ગાળાના લક્ષ્યો અને વ્યૂહાત્મક આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરો. જોખમો અને પુરસ્કારોનું વિશ્લેષણ કરીને સમજદાર નાણાકીય નિર્ણયો લો. વધારાનો ખર્ચ ન કરો. તમારી વફાદારી અને વિશ્વાસ દ્વારા મિત્રતાને મજબૂત બનાવો. મિત્રો માટે સપોર્ટ સિસ્ટમ બનો. રોકાણની સંભવિત તકોનું સંપૂર્ણ સંશોધન કરો. ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લાભ બંનેને ધ્યાનમાં લઇને જ નિર્ણય લો. પોતાનું ધ્યાન રાખો અને એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો કે જેનાથી તમને ખુશી મળે. આજે તમારો લકી નંબર 24 છે અને લકી કલર ટેન છે, તેમજ ટોપાઝ ક્રિસ્ટલ તમારા માટે ભાગ્યશાળી બની શકે છે.
ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
તમારા સંબંધોમાં સહજતા અને રોમાંચને અપનાવો. તમારા પ્રિયજનો સાથે ફરવાનો પ્લાન બનાવો અને સારી યાદો બનાવો. નવી તકોનો સ્વીકાર કરો. તમારો આશાવાદી દૃષ્ટિકોણ તમારા પ્રયત્નોમાં સફળતા તરફ દોરી જશે. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. મિત્રોને સપોર્ટ કરો. બોન્ડ મજબૂત કરવા સોશ્યલ ગેધરિંગ માટે યોજના બનાવો. નિષ્ણાતની સલાહ લો અને રોકાણની તકોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરો. જોખમો ઘટાડવા માટે તમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવો. માઇન્ડફુલનેસનો સમાવેશ કરીને સંતુલિત જીવનશૈલી જાળવો. આજે તમારો લકી નંબર 42 છે અને ગ્રે કલર આજે તમારા માટે લકી છે. સ્મોકી ક્વાર્ટઝ જેવા ક્રિસ્ટલ તમારા માટે નસીબદાર સાબિત થઇ શકે છે.
મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી):
તમારા સંબંધોમાં વફાદારી દાખવો. તમારા પ્રિયજનો સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરો. તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી મહેનત અને દ્રઢતાથી તમને સાનુકૂળ પરિણામ મળશે. નાણાકીય બાબતોમાં રૂઢિચુસ્ત અભિગમ અપનાવો. અસરકારક રીતે બજેટ બનાવો અને તમારા પરિવારને તેમજ બાળકોને પણ તે જ નિયમોનું પાલન કરવા પ્રેરિત કરો. તમારા મિત્રો માટે એક વફાદાર મિત્ર બનો. રોકાણમાં સાવધાની રાખવાની જરુર છે. રોકાણ કરતા પહેલાં કોઇ વિશેષજ્ઞની સલાહ લો. શરીર માટે આરામ પણ એટલો જ જરુરી છે, તેથી પોતાનું ધ્યાન રાખો. આજે તમારો લકી નંબર 11 છે અને લકી કલર લવંડર છે. તેમજ વ્હાઇટ ઓપલમાઇટ જેવા ક્રિસ્ટલ તમારા માટે લકી સાબિત થઇ શકે છે.
કુંભ (જાન્યુઆરી 20 – ફેબ્રુઆરી 18)
લોકોને તમારા સાચા આચરણનો અનુભવ કરાવવા માટે ખુલ્લા દિમાગથી વિચારો. પ્રામાણિક વાતચીતને પ્રોત્સાહિત કરો અને એકબીજાના દ્રષ્ટિકોણનો આદર કરો. એક લિમિટની બહાર વિચારો. તમારા વિચારો તમને સફળતા અપાવશે અને સમ્માન પણ મળશે. વ્યવહારુ બજેટ બનાવીને નાણાકીય સ્થિરતા પર ધ્યાન આપો. મિત્રો વચ્ચે સમુદાય અને સમર્થનની ભાવનાને પ્રોત્સાહન આપો. બૌદ્ધિક ચર્ચાઓમાં વ્યસ્ત રહો અને વિવિધતાને સ્વીકારો. કોઇ પણ જગ્યાએ રોકાણ કર્યું છે તો તેનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરી લો. અનુકૂળ પરિણામોની ખાતરી કરવા માટે વ્યાવસાયિક સલાહ લો. તમારા મનને ખુશ કરે એવી પ્રવૃત્તિઓ કરો અને મનને ખુશ રાખો. આજે તમારો લકી નંબર 88 છે અને લકી કલર વાયોલેટ છે. આજે કાર્નેલીયન ક્રિસ્ટલ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઇ શકે છે.
મીન (ફેબ્રુઆરી 19 – માર્ચ 20)
તમારા સંબંધો અંગે નિર્ણય લેતી વખતે તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરવાની જરુર છે. તમારી રચનાત્મક ઉર્જાનો ઉપયોગ કરો અને પોતાની કલ્પનાને આગળ વધવા દો. ઓફિસમાં ટીમ વર્કની જેમ કામ કરો. નાણાંકીય શિસ્તનો અભ્યાસ કરો અને તમારા માટે એક ટાઇમ સેટ કરો. બચત અને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપો. એક દયાળુ અને સમજદાર મિત્ર બનવાનો પ્રયત્ન કરો. ગૃપમાં રહો અને લોકોની મદદ કરતા રહો. આંતરિક શાંતિને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં જોડાઓ. ભાવનાત્મક સંતુલન બનાઇ રાખવા માટે પોતાનું ધ્યાન આપો. આજે તમારો લકી નંબર 12 છે અને લકી કલર લાલ છે. આજે એમરાલ્ડ ક્રિસ્ટલ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઇ શકે છે.