Homeજાણવા જેવુંવિદેશમાં ઉત્તરાયણની ઉજવણી કરો:...

વિદેશમાં ઉત્તરાયણની ઉજવણી કરો: કેનેડામાં કયા ભાવો ઉપલબ્ધ છે, અહીં મેનુ છે

ઉત્તરાયણ પર પતંગના રસિયાઓ માટે ઊંધિયા અને જલેબી સાથે ઉત્સવની મજા બમણી થઈ જતી હોય છે, આવામાં આજે રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ પ્રકારના ઊંધિયાનું વેચાણ થઈ રહ્યું છે. ઉત્તરાયણ પર આખો પરિવાર ધાબા પર હોય એવામાં રસોડામાં ઘણાં પરિવારો રજા રાખતા હોય છે અથવા તો અગાઉથી તેની તૈયારીઓ કરી લેતા હોય છે. આવામાં કેટલાક પરિવારો બજારમાંથી જ પોતાની પસંદનું ઊંધિયું ખરીદીને તેને લિજ્જત માણતા હોય છે.

કહેવાય છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ આવામાં વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ વિવિધ તહેવારોની ઉજવણી કરતા હોય છે. આજે અહીં કેનેડાની વાત કરવાની છે કે જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે જેમાં પરિવારો સિવાય ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વિશાળ છે. જેઓ પણ ઉત્તરાયણ જેવા તહેવારની ઉજવણી કેનેડામાં કરે છે.

કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ અને પરિવારો પોતાના હાથ ખર્ચ કાઢવા માટે નોકરી-ધંધા કરતા હોય છે. વિદ્યાર્થીઓ ભણવાની સાથે હોટલ, રેસ્ટોરન્ટ, વિવિધ કંપનીઓ અને ફૂડ ચેઈનમાં તથા સ્ટોરમાં નોકરી કરતા હોય છે. આવામાં ગુજરાતીઓ ઉત્સવમાં પણ પોતાનો વ્યવસાય ચલાવતા હોય છે. જેમાં એક ગુજરાતી ઊંધિયું વેચી રહ્યા છે. માનસી દવે નામના યુઝરે સોશિયલ મીડિયા પર ટેસ્ટી ઊંધિયાના મેનૂ સાથે જાહેરાત પોસ્ટ કરી છે.

માનસિએ કરેલી જાહેરાતમાં ઘણાં યુઝર્સ કે જેમણે અગાઉ ઊંધિયાનો ટેસ્ટ માણ્યો છે તેઓ તેમના વખાણ કરી રહ્યા છે તો ઘણાં યુઝર્સ તેમના ઊંધિયાનો ટેસ્ટ માણવા માટે ઉત્સુકતા દર્શાવી છે.

મમાઝ કિચનના નામથી ઉત્તરાયણ સ્પેશિયલ મેનૂ તૈયાર કરવામાં આવ્યું છે તેના પર નજર કરીએ તો સૌથી પહેલા ઊંધિયું-પુરી કોમ્બો છે જેમાં ઊંધિયું, 5 પુરી, ફરસાણ અને મીઠાઈ પિરસવામાં આવે છે જેની કિંમત તેમણે 15 કેનેડિયન ડૉલર (લગભગ 900 રૂપિયા) રાખી છે. જો કોઈને માત્ર ઊંધિયાનો ટેસ્ટ કરવો હોય તો તેની કિંમત 12 ડૉલર રાખવામાં આવી છે. જોકે, માત્ર ઊંધિયું ખરીદવા માગતા હોય તેમણે 15 લોકો કે તેનાથી વધુનો ઓર્ડર આપવો પડે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...