મેષ- આજનો દિવસ લાભદાયક રહેશે. સરકાર તરફથી તમારું સન્માન થઈ શકે છે. આજે લીધેલી લોન ચુકવવી મુશ્કેલ બનશે. જૂના મિત્રોનો સહયોગ મળશે અને સારા મિત્રોની સંખ્યા વધશે. તમારી પત્ની તરફથી સહયોગ મળશે. રાતનો ખુશનુમા સમય પરિવાર સાથે પસાર થશે. લકી નંબર: 1, લકી કલર: કાળો
વૃષભ – બિઝનેસના કામમાં વ્યસ્ત રહેશો. પગમાં ઈજા થઇ શક છે. સાંજે પરીવાર સાથે કોઈપણ શુભ સમારોહ અથવા પાર્ટીમાં જઈ શકો છો. આજે અટકેલા કામમાંથી ફાયદો મળી શકે છે. કોઇ કામમાં નિઃસંકોચ પૈસા ખર્ચ કરી શકશો. લકી નંબર: 3, લકી કલર: નેવી બ્લુ
મિથુન – તમારી શારિરીક સમસ્યા વધી શકે છે. સામાજિક કાર્યોમાં વિક્ષેપ આવી શકે છે. તમારા બાળકો તરફથી ખુશી અને સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ગીતો સાંભળવામાં રસ વધતો જોવા મળશે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. વધારે પૈસા ખર્ચ કરશો. ધર્મ અને આધ્યાત્મિકતામાં રસ વધશે. લકી નંબર: 8, લકી કલર: ઓરેન્જ
કર્ક- તમારા બાળકોમાં તમારો વિશ્વાસ વધશે. માતા તરફથી પ્રેમ અને સહયોગ મળશે. મહત્વપૂર્ણ કામ પર વધુ પૈસા ખર્ચ થશે. તમારા દુશ્મનો પરેશાન થશે. માતા અને પિતાનું ધ્યાન રાખો. આજે તેમના આશીર્વાદ મળશે. તમારી મહેનતનો શ્રેષ્ઠ લાભ મળશે. લકી નંબર: 6, લકી કલર: મરૂન
સિંહ – તમે કોઈ કારણસર દુઃખી રહેશો. માતા અને પિતાના સહયોગ અને આશીર્વાદથી રાહત મળશે. આંખને લગતી સમસ્યામાં સુધારો થશે. કોઈ કારણસર સાસરિયા પક્ષ તરફથી નારાજગી વધશે, તેથી વાણીમાં મીઠાશ રાખો, કારણ કે તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. લકી નંબર: 18, લકી કલર: ડાર્ક ગ્રીન
કન્યા – તમે નિર્ભય રહેશો. તમારા મુશ્કેલ કામને પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. પત્નીના શારીરિક દુઃખને લઇને ચિંતા રહેશે. બિનજરૂરી ખર્ચો થઈ શકે છે. તમે લોકોનું ભલું કરશો, જેને લોકો તમારી લાચારી કે સ્વાર્થ ગણશે. બિઝનેસમાં લાભની શક્યતા છે. સુખ-સમૃદ્ધિમાં તમારા માતા-પિતાનો સહયોગ મળશે. લકી નંબર: 17, લકી કલર: ગુલાબી
તુલા – વિદ્યાર્થીઓ તેમના ગુરુ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા અને વફાદારી દાખવશે. નવું રોકાણ કરવા માટે દિવસ શુભ છે, તમને લાભ મળશે. તમે સારા વ્યક્તિ હોવાથી હંમેશા સારું જ વિચારો છો, પરંતુઅન્ય લોકો તરફથી સપોર્ટ ન મળવાથી દુઃખ થશે. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. તમારા અધિકારોમાં વધારો થશે. લકી નંબર: 2, લકી કલર: લીલો
વૃશ્ચિક -બિઝનેસ વિસ્તરણના પ્રયાસોમાં સફળ થશો. તમારું મન દુખી થઈ શકે છ. ધૈર્ય અને પ્રતિભાથી શત્રુ પર વિજય મેળવશો. ડીબેટમાં સફળતા મળશે. નાણાકિય લાભ મળવાથી આર્થિક સ્થિતિને મજબૂત બનશે. લકી નંબર: 15, લકી કલર: વાદળી
ધન – ધાર્મિક કાર્યોથી મનમાં શ્રદ્ધા વધશે, તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આજે સ્વાસ્થ્ય બગડી શકે છે. આજે પેટમાં દુખાવો થઇ શકે છે. તમારી ખાવા-પીવાની ટેવ પર નિયંત્રણ રાખો. આજે વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને જ્ઞાન ચમકશે. દાનની ભાવના વિકસિત થશે. લકી નંબર: 11, લકી કલર: બ્રાઉન
મકર – સાસરિયા પક્ષ તરફથી સન્માન મળશે. બિઝનેસમાં વ્યસ્ત રહેશો. અટકેલા કામ પૂરા થશે. નવા રોકાણ પર કામ કરો, જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. કિંમતી વસ્તુઓ ભેટમાં મળી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ થઇ શકે છે. પૈસા વધુ ખર્ચ થશે. લકી નંબર: 6, લકી કલર: સ્કાય બ્લૂ
કુંભ – તમારા પરિવારના સભ્યો દગો કરી શકે છે, તેથી સાવચેત રહો. સાંસારિક સુખ માટે તમને સર્વન્ટ્સનો સહયોગ મળશે. પ્રવાસ પર જવું ફાયદાકારક સાબિત થશે. બુદ્ધિ અને સમજદારીથી કરેલા કામમાં સફળતા મળશે. ફક્ત મર્યાદિત અને જરૂરી પૈસા લો, નહીં તો નુકસાન થઇ શકે છે. લકી નંબર: 14, લકી કલર: પીળો
મીન- ઘરમાં કોઈ શુભ ચર્ચા થશે. પુત્ર કે પુત્રીને લઈને ચાલતો વિવાદ ઉકેલાશે. કાર્યસ્થળમાં માન-સન્માન મળવાથી તમારું મનોબળ વધશે. પરિવાર અને પ્રિયજનો સાથે રાત આનંદમાં પસાર થશે. લકી નંબર: 12, લકી કલર: લાલ