Homeધાર્મિકજાણો ટેરોટ કાર્ડ તમારા...

જાણો ટેરોટ કાર્ડ તમારા આવતા સપ્તાહ વિશે શું કહે છે

મેષ(એરિસ) માર્ચ 21 – એપ્રિલ 19

આ બંને કાર્ડ્સ મુજબ આ સપ્તાહ આ રાશિના જાતકો માટે શરૂઆતમાં થોડું નેગેટીવ રહી શકે છે.

ટેરોની સલાહ એ છે કે, વધારે પડતો સ્ટ્રેસ લેવો નહિ, વધારાની જવાબદારીઓ પણ લેવી નહિ. પોતાના હક અને પોતાના વિચારો માટે અવાજ ઉઠાવવો. આ સપ્તાહના અંત સુધીમાં તમે કરેલી મહેનતના ફળ મળી શકે છે, માટે કર્મ કરતા રહેવું.

વૃષભ(ટોરસ) એપ્રિલ 20 – મે 20

આ સપ્તાહે નવી શરૂઆત કરવાનું કે પછી નવી રીતે કોઈ પણ કામ કરવાની તમને ઈચ્છા થઇ શકે છે. જો કે, કામ શરુ કર્યા પછી લીધેલા એક્શન માટે ડાઉટ આવી શકે છે જેના લીધે એવી પરિસ્થિતિમાં ફસાઈ શકો છો જેમાં તમારા નિર્ણય પર વિશ્વાસ ના રહે જે તમારો આત્મ વિશ્વાસ ડગાવી શકે છે. આ સિચ્યુએશનમાં કાર્ડ્સ કહે છે કે, કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવો અને એક વાર નિર્ણય લીધા બાદ પાછળ વળીને જોવું નહિ.

મિથુન(જેમિની) મે 21 – જૂન 21

મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ પોઝિટીવ હોવાનું આ બંને કાર્ડ્સ દર્શાવે છે. જૂના હેલ્થ ઇશ્યુઝ અથવા કોઈ પણ જૂના ફેમિલી ઇશ્યુઝમાંથી આ સપ્તાહે રાહત મળશે. તમારી મનપસંદ એક્ટીવિટી શરુ કરવા માટે આ સપ્તાહે તમે સમય કાઢી શકશો. તમારા પોતાના માટે સ્ટેન્ડ લેવું અને કોઈ પણ અયોગ્ય બાબતો સહન કરવી નહિ.

કર્ક(કેન્સર) જૂન 22 – જુલાઈ 22

તમારી આધ્યાત્મિક સફર શરુ કરવા માટે આ સપ્તાહે બધી જ એનર્જી સપોર્ટ કરશે તેમ આ બંને કાર્ડ સંકેત આપી રહ્યા છે. સોલો ટ્રીપ કે ટ્રેકિંગ દ્વારા તમે પોતાના અસ્તિત્ત્વના જે પ્રશ્નો તમને ઘણી વાર સતાવે છે તેના જવાબની નજીક પહોંચી શકાશે. આ સપ્તાહે તમારે વધારે પડતા કામમાંથી બ્રેક લઈને સ્વયં પર ધ્યાન આપવાનું છે. નેચર સાથે સમય વિતાવવાથી ખૂબ જ ફાયદો થશે.

સિંહ(લિયો) જુલાઈ 23 – ઓગસ્ટ 22

સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સામાન્યથી પોઝિટીવ રહેશે. તમારે જે પણ કાર્ય કરવું હોય તેમાં તમારા લેવલની સમજ રાખતા લોકો સાથે મીટીંગ કરવાથી નવા આયામો ખબર પડશે. આ સપ્તાહમાં અમુક દિવસો એવા આવી શકે છે જેમાં વિચાર શૂન્ય થઇ જવાય અથવા બ્લેન્ક થઈને કન્ફયુઝન આવે તેવામાં એ સમયે બ્રેક લેવો અને કશું જ કરવું નહિ.

કન્યા(વર્ગો) ઓગસ્ટ 23 – સપ્ટેમ્બર 22

આ બંને કાર્ડ્સ ક્લિયર સંકેત આપી રહ્યા છે કે, આ રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી તકો લઈને આવશે. ગુરુ તેમજ ભગવાન પર સંપૂર્ણ ભરોસો રાખીને ધીરે ધીરે તમારા પ્લાનિંગમાં આગળ વધવાની સલાહ કાર્ડ્સ આપી રહ્યા છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો વિચાર આ સપ્તાહે ના કરવાની સલાહ છે.

તુલા(લિબ્રા) સપ્ટેમ્બર 23 – ઓક્ટોબર 23

તુલા રાશિના લોકો માટે આ સપ્તાહ ખૂબ જ પોઝિટીવ હોવાનું આ બંને કાર્ડ્સ જણાવે છે. તમારા કોઈ પણ કર્ય લાઈટલી કરવાના સ્વભાવના કારણે ડીલે ના થાય તેનું ધ્યાન રાખવું. જે મુશ્કેલીનું નિરાકરણ લાંબા સમયથી ના આવી રહ્યું હોય તેનો ઉકેલ આ સપ્તાહે મળવાના ચાન્સીસ ઘણા વધારે છે. કાર્ડસની સલાહ છે કે, આ સપ્તાહે તમારે તમારા એક્શન પર ફોકસ કરવું જરૂરી છે, આળસ કરવી નહિ.

વૃશ્ચિક(સ્કોર્પિયો) ઓક્ટોબર 24 – નવેમ્બર 21

આ સપ્તાહ આ રાશિની સ્ત્રીઓ માટે ખૂબ પોઝિટીવ હોવાનું કાર્ડ્સ જણાવે છે જયારે આ રાશિના પુરુષો માટે નેગેટીવ થઇ શકે છે. બિઝનેસમાં ટૂંકા ગાળાનો ફાયદો દેખાય પણ તેનું લાંબા ગાળે નુકસાન થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. પોતાના એથિક્સ અને વેલ્યુઝ સાથે સમાધાન કરીને કોઈ પણ કાર્ય ના કરવાની સલાહ આ સપ્તાહે કાર્ડ્સ આપી રહ્યા છે. તમારા કુળદેવીની આ સપ્તાહે આરાધના કરવાથી ફાયદો થશે.

ધન(સેજિટેરિયસ) નવેમ્બર 22 – ડિસેમ્બર 21

તમારા લાગણીશીલ સ્વભાવના કારણે આ સપ્તાહે તમારે જે કાર્ય કરવું છે તે કરવામાં મુશ્કેલી થઇ શકે છે. ઈમોશન્સ અને તમારી ઈચ્છા આ બંને વચ્ચે માનસિક દ્વંદ ચાલ્યા કરે. ફેમિલીનું ઈમોશનલ બ્લેકમેલિંગ તમારા વિચારો અને ઈચ્છાઓમાં વિઘ્ન રૂપ બની શકે છે. ઈમોશન્સ પર વધુ પડતું ધ્યાન આપવું નહિ, જ્યાં જે જરૂરી છે તે કરીને આગળ વધવું. અન્ય લોકોની ઈચ્છાઓ ધ્યાનમાં રાખી તેમના મુજબ કામ કરવું પણ તેમાં ખોવાઈ જવું નહિ.

મકર(કેપ્રિકૉન) ડિસેમ્બર 22 – જાન્યુઆરી 19

મકર રાશિના લોકો માટે આ સપ્તાહ આર્થિક લાભ લઈને આવી શકે છે તેમ કાર્ડ્સ જણાવી રહ્યા છે. કોઈ પણ નવું કામ શરુ કરવા માટે કે પછી પોતાના જીવનનો કંટ્રોલ પોતાના હાથમાં લેવા માટે આ સપ્તાહ ખૂબ જ સપોર્ટિવ રહેશે. તમારી આંતરસૂઝનો ઉપયોગ કરીને તમારા ફાઈનાન્સનું પ્લાનિંગ કરવું. મેડીટેશન કરવાથી ક્લેરિટી આવે.

કુંભ(એકવેરિયસ) જાન્યુઆરી 20 – ફેબ્રુઆરી 18

ભૂતકાળમાં તમારી સાથે બનેલી ઘટનાઓ ફરી યાદ કરીને આ સપ્તાહે દુઃખી થશો તો ડિપ્રેશન આવી શકે છે. કાર્ડસની સલાહ છે કે, તમારે વર્તમાન પરિસ્થિતિ પર ફોકસ કરવું જોઈએ અને ભૂતકાળની કડવી યાદોને બાજુ પર મૂકીને અત્યારની સારી બાબતો જીવવી. દરેક પરિસ્થિતિમાં અન્ય કોઈનો વાંક શોધવાને બદલે પોતાની ભૂલ સમજવી અને સુધારવી. વધારે પડતા વિચારોના કારણે માથાનો દુઃખાવો રહી શકે છે.

મીન(પાઇસિસ) ફેબ્રુઆરી 19 – માર્ચ 21

આ સપ્તાહે તમારી પાસે ઘણી નવી કરિયર તકો આવી શકે છે જે જોવા માટે તમારે સાચી દિશામાં આગળ વધવું જોઈએ. આત્મવિશ્વાસની કમીના કારણે પોતાની ટેલેન્ટ પર ભરોસો ના આવે તેમ બની શકે છે. આ સપ્તાહે ખાસ કરીને તમારા ફીયર્સ અને ઈગોના કારણે તમારા જીવનમાં ક્યાં મુશ્કેલી આવે છે તેના પર ફોકસ કરવું અને ત્યારબાદ તેમાંથી બહાર આવવા ટેરો અથવા ગુરુનું આધ્યાત્મિક માર્ગદર્શન લેવું.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...