મેષ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મહત્વના નિર્ણય લેવામાં સફળતા-સાનુકૂળતા રહે.
વૃષભ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. સાસરીપક્ષે-મોસાળ પક્ષે ચિંતા-દોડધામ-ખર્ચ જણાય.
મિથુન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહે. કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ અંગેની મુલાકાત થઇ શકે.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સગા-સંબંધીવર્ગ-ઘર-પરિવારના કામમાં દોડધામ રહે.
સિંહ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
કન્યા : આપે આરોગ્યની કાળજી રાખીને દોડધામ-શ્રમ કરવા. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવું પડે.
તુલા : રાજકીય-સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં દોડધામ-વ્યવસ્તતા જણાય.
વૃષિક : આપના કાર્યમાં ઇર્ષ્યા કરનારવર્ગ-હરિફવર્ગનો સામનો કરવો પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ અનુભવો.
ધન : આપની મહેનત-બુધ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.
મીન : સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવારનો સહકાર મળતા રાહત અનુભવો.