વાળની કેર કરવી ખૂબ જરૂરી છે. ગરમીમાં વાળમાં ખોડો વધારે થાય છે. ગરમીમાં વાળમાં ખોડો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પરંતુ વાળમાં જ્યારે ખોડો થાય ત્યારે એનો સફાયો કરવો ખૂબ જરૂરી છે. નહીં તો વાળમાં ટાલ પડી જશે અને સાથે તમારા વાળની રફનેસ વધતી જશે. વાળમાં જ્યારે ખોડો વધારે થાય છે ત્યારે તમારા વાળને અનેક રીતે નુકસાન કરે છે. તો જાણો વાળમાં ખોડો થવા પાછળના કારણો અને ઉપાયો વિશે.
આ કારણે વાળમાં થાય છે ખોડો
ગરમ પાણીથી હેર વોશ કરવા
તમે ગરમીમાં ગરમ પાણીથી હેર વોશ કરો છો તો તમારી આદત બદલાવાની જરૂર છે. ગરમ પાણીથી હેર વોશ કરવાને કારણે વાળમાં ખોડો થઇ શકે છે. આ તમારા વાળને અનેક રીતે નુકસાન કરે છે. આ માટે હંમેશા નોર્મલ પાણીથી હેર વોશ કરવાનું રાખો.
સ્ટ્રેસથી ખોડો વધારે થાય છે
શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્ટ્રેસ લેવાથી વાળમાં ખોડો વધારે થાય છે? આ માટે સ્ટ્રેસ લેવાનું છોડી દો. તણાવ તમારા વાળને પણ ડેમેજ કરવાનું કામ કરે છે. ડિપ્રેશનમાં જે વ્યક્તિ હોય છે એમના વાળમાં પણ ખોડો વધારે થવાના ચાન્સિસ રહે છે.
વાળમાં તેલની માલિશ ના કરવી
તમે રેગ્યુલર વાળમાં તેલની માલિશ કરતા નથી તો ખોડો થવાના ચાન્સિસ વધારે રહે છે. વાળમાં તેલની માલિશ ના કરવાને કારણે સ્કેલ્પની સ્કિન ડ્રાય થઇ જાય છે. તેલની માલિશ કરવાથી ખોડો દૂર થાય છે અને સાથે ડ્રાયનેસની સમસ્યા ઓછી થઇ જાય છે.
હોર્મોનલ બદલાવ
હોર્મોનલ ચેન્જીસ થવાને કારણે પણ વાળમાં ખોડો થઇ શકે છે. આ સાથે તમને પીસીઓડીની સમસ્યા છે તો પણ વાળમાં ખોડો અને હેર ફોલ થઇ શકે છે.
અઠવાડિયામાં એક વાર હેર વોશ કરવા
ગરમીમાં તમે અઠવાડિયામાં એક વાર હેર વોશ કરો છો તો તમારે એલર્ટ થવાની જરૂર છે. ગરમીમાં તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર હેર વોશ કરવાનું રાખો. ગંદા વાળ તમારા ખોડાનું કારણ બની શકે છે.