Homeજાણવા જેવુંગુજરાત વોટરફોલ: ગુજરાતના ધોધ...

ગુજરાત વોટરફોલ: ગુજરાતના ધોધ વોટર પાર્ક કરતાં વધુ સુંદર છે, રજાઓમાં મુસાફરી કરવાથી તમને ગરમીથી ઠંડક મળશે.

 ગુજરાતના ધોધ વોટર પાર્ક કરતાં રમણીય અને સુંદર છે. ચોમાસામાં સૌદર્યથી ખીલી ઉઠતા આ ધોધ ઉનાળામાં પણ ગરમીથી રાહત આપનારા છે. ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા મોટાભાગના લોકો વોટર પાર્કમાં જાય છે. વોટર પાર્કની એન્ટ્રી ફી અને વિવિધ રાઇડ્સના ચાર્જ દરેક વ્યક્તિને પોસાતા નથી. જો તમે પણ ઓછા ખર્ચમાં વોટર પાર્ક જેવી મજા માણવા માંગો છો તો આ અહેવાલ તમારા માટે જ છે. અમદાવાદથી નજીક આવેલા નેચરલ વોટર પાર્ક સમાન પ્રખ્યાત ધોધ અને નદી કિનાર વિશે જાણકારી આપવામાં આવી છે. આ સ્થળ વિકેન્ડ ટુર પ્લાન કે વન-ડે પિકનિક માટે ઉત્તમ સ્થળ છે. આ સ્થળો પર પહાડ, વન-જંગલ, નદી – ધંધોનું કુદરતી સૌંદર્ય માણવા મળશે.

ગળતેશ્વર

ગુજરાતના ખેડા જિલ્લામાં ડાકોર થી 12 કિમીના અંતરે ગળેશ્વર આવેલું છે. ગળેશ્વર મદી નદી અને ગળતી નદીનું ત્રિવેણી સંગમ છે. ગળતી નદી પરથી આ સ્થળનું નામ ગળતેશ્વર પડ્યું છે. ઉનાળામાં પણ ગળેશ્વરમાં ભરપુર પાણી હોય છે. ઉનાળાની ગરમીમાં નદીમાં નાહવાની કંઇક અલગ જ મજા હોય છે. ગળેશ્વરમાં નદી કિનારે 12મી સદીનું પ્રાચિન શિવ મંદિર છે. આ મંદિરની સુંદર કોતરણી પ્રવાસીઓ આશ્ચર્ય પામે છે. (Photo – @SPKheda)

ઝાંઝરી ધોધ

ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદી પર ઝાંઝરી ધોધ આવેલો છે. ઝાંઝરી પ્રખ્યાત ધાર્મિક અને પ્રવાસન સ્થળ છે. બાયડથી લગભગ 12 કિમી દૂર આવેલું ઝાંઝડ એક રમણીય સ્થળ છે. અહીં વાત્રક નદીનું પાણી પર્વત પરથી ધોધ સ્વરૂપ પડે છે, જે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ગંગામાતનું મંદિર આવેલુ છે જ્યાં ભૂતકાળમાં એક ઝરણું 24 કલાક ભગવાન શંકરનું અભિષેક કરતુ હતું.

ચાણોદ

ચાણોદ વડોદરામાં નદી કિનારે આવેલું એક પવિત્ર યાત્રા ધામ છે. વડોદારના ડબોઇ તાલુકામાં આવેલ ચાણોંદ ને ચાંદોડ પણ કહેવાય છે. અહીં નર્મદા અને ઓરસંગ નદીનો ત્રિવેણી સંગમ હોવાથી ચાણોંદનું ધાર્મિક મહત્વ ઘણું છે. ચાણોદ ની સામે પાર રાજપીપળા બાજુના નદી કિનારે નાહવાની પ્રવાસીઓને બહુ મજા પડે છે. પ્રવાસીઓ હોડીમાં બેસી બોટિંગની મજા માણે છે. ચાણોંદ નજીક નદી કિનારે કુબેર ભંડારી મંદિર, કપિલેશ્વર મહાદેવ, શેષાસીનારાયણ મંદિર, પિંગલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ સહિત ઘણા પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. ચાણોંદમાં સોમવતી અમાસ પર સ્નાન કરવાનું ખાસ મહાત્મ્ય છે. આ નજીકમાં પર પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પોઇચા પણ આવેલું છે. અમદાવાદથી ચાણોંદ લગભગ 165 કિમી અને વડોદરાથી 55 કિમી દૂર છે.

કબીરવડ

કબીરવડ ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલું એક સુંદર ધાર્મિક પ્રવાસન સ્થળ છે. નર્મદા નદીની વચ્ચે આવેલા ટાપુ પર કબીરવડે છે. શુક્તતીર્થ શિવ મંદિરથી હોડીમાં બેસીને કબીરવડ જઇ શકાય છે. કબીરવડનો ઘેરાવો જોઇ મુલાકાતીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. અહીં સત કબીરનું મંદિર પણ દર્શનીય સ્થળ છે.

ઝરવાણી ધોધ

ઝરવાણી ધોધ નર્મદા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળા થી કેવડિયા કોલોની તરફ 28 કિમીના અંતરે ઝરવામી ધોધ છે. ઝરવાણી ધોધ શુલપાણેશ્વર અભ્યારણની અંદર આવેલું છે. આથી પ્રવાસીઓને અહીં સુંદર કુદરતી નજારો માણવાનો મોકો મળે છ.

નિનોઈ ધોધ

નીનાઇ ધોધ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલું એક સુંદર ઝરણુ છે. અહીં નિનાઈ નદી 30 ફૂટ ઉંચાઇથી નીચે પડે છે. નીનાય ધોધ દેડીયાપાડાથી લગભગ 35 કિમી અને સુરતથી આશરે 143 કિમી દૂર છે. નિનાઈ ધોધ ડેડિયાપાડાના શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યમાં આવેલું હોવાથી પ્રકૃત્તિ પ્રેમીઓને અહીં મજા પડે છે. અહીંથી સરદાર સરોવર ડેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટના પર જઇ શકાય છે. 

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...