Homeધાર્મિકહનુમાન જયંતિ 2024: હનુમાન...

હનુમાન જયંતિ 2024: હનુમાન જયંતિ પર હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો, મેળવો 11 ચમત્કારિક લાભ

હનુમાન જયંતિ ચૈત્રી પુનમે ઉજવાય છે. દેશભરમાં હનુમાન જ્યંતિ પર બજરંલબલીના મંદિરમાં વિશેષ પૂજા પાઠ, મારૂતિ યજ્ઞ, સુંદર કાંડ અને બજરંગ બાણ પાઠ અને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવે છે. હનુમાનજીની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય છે હનુમાન ચાલીસા પાઠ. ઘણા લોકો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે.

હનુમાન ચાલીસા પાઠ કરવાથી બળ, બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમજ મુશ્કેલીમાં બજરંગબલી રક્ષા કરે છે. તો ચાલો જાણીયે હનુમાન ચાલીસાની રચના કોણે કરી હતી અને દરરોજ આ પાઠ કરવાના 10 ચમત્કારી ફાયદા

હનુમાન ચાલીસાની રચના કોણ કરી?

હનુમાન ચાલીસા પાઠ કરવાથી હનુમાનજીા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. રચના પરમ રામભક્ત તુલસીદારજીએ 16મી સદીમાં હનુમાન ચાલીસાની રચના કરી હતી. હનુમાન ચાલીસમાં 40 શ્લોક છે, તેમાં હનુમાનજીના ગુણ, રામ ભક્તિ અને પરાક્રમોનું શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે.

હનુમાન ચાલીસા પાઠ ક્યારે શરૂ કરવો જોઇએ

હનુમાન ચાલીસાનો પાઠ દરેક વ્યક્તિ કરી શકે છે. હનુમાન ચાલીસાનો પાઠ મંગળવાર કે શનિવારથી શરૂ કરવું શુભ માનવામાં આવે છે. દરરોજ સવારે કે સાંજે લાલ રંગના આસન પર બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઇએ. એવું કહેવાય છે કે, દરરોજ હનુમાન ચાલીસાનો સાત વખત પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે.

હનુમાન ચાલીસા પાઠ કરવાના ફાયદા

હનુમાન ચાલીસા બજરંગબીલના આશીર્વાદ મેળવવાનો એક અસરકારક માર્ગ છે. જો ભક્તિ અને એકાગ્રતા સાથે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘણા ફાયદા થાય છે.

આધ્યાત્મિક બળ મળશે

એવું કહેવાય છે કે, આધ્યાત્મિક બળ થી જ આત્માને બળ મળે છે. અને આધ્યાત્મિક બળ વડે શારીરિક બળ પ્રાપ્ત કરી દરેક રોગ સામે લડી જીત હાંસલ કરી શકાય છે. દરરોજ હનુમાન ચાલીસ પાઠ કરવાથી મન અને મગજમાં આધ્યાત્મિક બળ ઉત્પન્ન થાય છે. હનુમાનજીને બલ બુદ્ધ અને જ્ઞાનના દેવ કહેવામાં આવે છે. દરરોજ હનુમાન ચાલીસા પાઠ કરવાથી યાદશક્તિ અને બુદ્ધિ વધે છે.

મનોબળ મજબૂત થશે

દરરોજ ભક્તિ પૂર્વક હનુમાન ચાલીસા પાઠ કરવાથી મનમાં પવિત્રતાની ભાવના ઉત્પન્ન થાય છે. આપણું મનોબળ વધે છે. આપણું મનોબળ મજબૂત હશે તો સમસ્યા સામે લડવાની શક્તિ મળશે અને દરેક મુશ્કેલીનો ઉકેલ આવશે.

ભય અને ડર દૂર થશે

હનુમાન ચાલીસા પાઠ કરવાથી ભય અને ડર દૂર થાય છે. જો કોઇ મુશ્કેલી હોય તો શાંત મન થી હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ શોધવાનો માર્ગ મળે છે. તેમજ નકારાત્મક ઉર્જા, ભૂત કે અદ્રશ્ય ખરાબ શક્તિનો ભય રહેતો નથી અને હનુમાનજી રક્ષા કરે છે. હનુમાન ચાલીસામાં લખ્યું છે – ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે.

રોગ અને બીમારી માંથી મૂક્તિ

હનુમાન ચાલીસા પાઠ કરવાથી મન અને તન બંનેને ફાયદો થાય છે. હનુમાન ચાલીસામાં લખ્યું છે – નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત વીરા । એટલે કે હનુમાનજી જો દરરોજ મહાવીર બજરંગબલીના નામનો જાપ કરવામાં આવે તો રોગ અને બીમારી થાય કરે છે.

મનના વિકાર અને ખરાબ વિચારો દૂર થશે

હનુમાન ચાલીસા પાઠ કરવાથી મનના ખરાબ વિકાર અને વિચારો દૂર થાય છે. મનમાં ખરાબ વિચારો આવવાનું બંધ થશે અને સારી બાબતોમાં ધ્યાન કરવામાં મદદ મળે છે. હનુમાન ચાલીસામાં લખ્યું છે – બળ બુદ્ધિ વિદ્યા દેહી મોહે, હરહુ કલેશ વિકાર.

ચિંતા અને તણાવ દૂર થશે

હનુમાન ચાલીસા પાઠ કરવાથી ચિંતા અને તણાવ દૂર થાય છે. કહેવાય છે હનુમાનજી તેમના ભક્તોને તમામ મુશ્કેલી અને સમસ્યાથી બચવા છે. ચિંતા ચિતા સમાન હોય છે.

મુશ્કેલી દૂર થશે અને સમસ્યાનું સમાધાન મળશે

પવિત્ર મન થી એકાગ્રતા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મનમાં સારા વિચારો ઉત્પન્ન થાય તેનાથી મુશ્કેલી સામે લડવાની અને સમસ્યાનું સમાધાન શોધવાની હિંમત મળે છે. એટલે જ હનુમાન ચાલીસમાં લખ્યું છે – સંકટ કટે મિટે સબ પીડા, જો સુમિરે હનુમંત બળવીરા.

બંધન માંથી મુક્તિ મળશે

એવું કહેવાય છે કે, જો તમે દરરોજ 100 વાર હનુમાન ચાલીસા પાઠ કરો છો, તો દરેક પ્રકારના બંધનમાંથી મુક્તિ મળે છે. પછી તે બંધન ભલે કોઇ બીમારી કે રોગ હોય કે શોક કે ચિંતા ua/. હનુમાન ચાલીસની છેલ્લી પંક્તિઓમાં લખ્યું છે – જો સત બાર પાઠ કરે કોઇ, છુટહિ બંદી મહા સુખ હોઇ.હુનમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવાથી બળ, બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.

ગ્રહ ની ખરાબ અસર દૂર થશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહની વ્યક્તિના જીવન પર અલગ અલગ અસર થાય છે. જ્યારે ગ્રહની અસર પ્રતિકુળ હોય ત્યારે વ્યક્તિને રોગ – બીમારી કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હનુમાન ચાલીસા પાઠ કરવાથી ગ્રહોની ખરાબ અસર થાય છે.

શનિ સાડાસાતી અને ઢૈયામાં રાહત મળશે

શનિની સાડાસાતી અને ઢૈયા માં રાહત મેળવવા હનુમાન ચાલીસા પાઠ કરવો જોઇએ. કહેવાય છે કે, બજરગંબલીની પૂજા અને હનુમાન ચાલીસા પાઠ કરવાથી શનિ દેવની પ્રતિકુળ દૂર થાય છે અને સાડાસાતી ઢૈયામાં રાહત મળે છે.

ઘરમાં કલેશ – ઝઘડા મટે છે

જો ઘર – પરિવારમાં કોઇ કલેશ કે વિવાદ હોય તો પરિવારના સભ્યો ચિંતા – તણાવમાં રહે છે. તેમને ધીમે ધીમે શારીરિક અને માનિસક બીમારીઓ ઘેરી લે છે. નિત્ય હનુમાન ચાલીસા પાઠ કરવાથી મન શાંત રહે છે, કલેશ મટે છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...