મેષ: સામાજિક ક્ષેત્રમાં તમારો ગ્રોથ થશે અને તમારી કીર્તિ ચારેય બાજુ ફેલાશે. આજે તમને રાજ્ય તરફથી વિશેષ સન્માન મળે. તમને આજે ભૌતિક પ્રગતિની સારી તકો મળી શકે છે. આજે સાંજ સુધીમાં વેપારીઓ કોઈ ખાસ ડીલ ફાઈનલ કરી શકે છે, જે તમારા બિઝનેસને નવી ઉંચાઈએ લઈ જશે. ઉપાયઃ ભગવાન શિવને લોટ, ઘી અને ખાંડથી બનેલો આહાર અર્પિત કરો.
વૃષભ: આજે બિઝનેસ કરતા લોકો નવી યોજનાઓ પર ધ્યાન આપશે. આજે તમને કોઈ કાનૂની વિવાદમાં સફળતા મળશે. આજે સાંજ સુધીમાં તમને બિઝનેસની મૂંઝવણમાંથી મુક્તિ મળશે, જેના કારણે તમારી શક્તિ પણ વધશે. ઉપાયઃ ભગવાન શિવની પૂજા કર્યા બાદ જરૂરતમંદોને ચોખાનું દાન કરો.
03
મિથુન: આજે તમે અટકેલા વ્યવસાયિક કાર્યોને પૂર્ણ કરવામાં વધુ સમય પસાર કરશો, જેને લઈને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. આજે નોકરીયાત જાતકોને તેમનું મનપસંદ કામ કરવાની તક મળશે. ઉપાયઃ શિવલિંગ પર તલ અને જવ અર્પણ કરો અને પ્રથમ રોટલી ગાયને ખવડાવો.
04
કર્ક: આજે ઓફિસમાં તમારા ધાર્યા મુજબનું વાતાવરણ બનશે, જેમાં તમારા સહકર્મીઓ તમને મદદ કરશે. તમને તમારા દુશ્મનો નુકશાન ન પહોંચાડી શકે. તમે આજે કરેલા કામનું ફળ ભવિષ્યમાં તમને ચોક્કસ મળશે. આજે તમે બિઝનેસને લગતા છૂટક કામ પૂરા કરવા માટે પ્લાંનિંગ કરશો, પરંતુ તમે તે કાર્ય તમારી આળસને ખંખેરીને જ પૂર્ણ કરી શકશો. ઉપાયઃ પ્રદોષ કાળમાં શિવલિંગ પર મધની ધારા ચઢાવો.
05
સિંહ: આજે તમે અમુક યોજનાઓમાં વ્યસ્ત રહેશો. તમે કેટલીક ભવિષ્યની યોજનાઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો અને તેમાં દોડધામ પણ વધુ થશે, જેના કારણે તમે સાંજે થાક અનુભવશો. આજે ઓફિસમાં તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં અડચણો ઉભી કરવાનો પ્રયાસ કરી શકે છે. ઉપાયઃ શિવલિંગ પર જળ અને બીલીપત્ર ચઢાવો અને શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરો.
06
કન્યા: આજે તમારે ખૂબ જ કાળજીપૂર્વક તમારા મિત્રને પૈસા ઉધાર આપવા જોઈએ, કારણ કે ઉછીના આપેલા પૈસા પરત મળવાની આશા ઓછી છે. આજે નોકરી કરતા જાતકોને કોઈ નવું કામ સોંપવામાં આવી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ઉપાયઃ 21 બીલીપત્ર પર સફેદ ચંદન લગાવીને શિવલિંગને અર્પણ કરો.
07
તુલા: વર્ક બિહેવિયર અંગે ચાલી રહેલા બધા જ વિવાદોનો આજે અંત આવી શકે છે. આજે તમે કોઈ નવા પ્રોજેક્ટ પર પણ કામ શરૂ થઈ કરી શકો છો. જોકે, આજે તમે પ્રોપર્ટી સંબંધિત ચાલી રહેલા કોઈ મામલે નિરાશ થઈ શકો છો. ઉપાયઃ સોમવારે વ્રત રાખો અને શિવ ચાલીસાનો પાઠ કરો.
08
વૃશ્ચિક: આજે તમને તમારી આર્થિક સ્થિતિને લઈને ઓછી ચિંતા થાય, કારણ કે તમને લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળી શકે છે, જેના કારણે તમે પરિવારના સભ્યોની બધી જ માંગણીઓ પણ પૂરી કરી શકશો. આજે તમને તમારી નોકરી અથવા બિઝનેસમાં ઇનોવેશન લાવવાના કારણે ઘણો ફાયદો થશે. તમારા કામમાં નવો જીવ રેડાશે. ઉપાયઃ પ્રદોષ કાળમાં શિવલિંગની પૂજા કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
09
ધન: આજે તમારે કોઈ નજીકના વ્યક્તિ માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. જો આજે તમે બિઝનેસમાં થોડું જોખમ લેશો, તો તમને મોટો ફાયદો થવાની સંભાવના છે. આજે તમને બિઝનેસમાં નવી તકો મળી શકે છે, પરંતુ તમારે તેમને ઓળખવી જોઈએ. આજે તમે રોજિંદા કાર્યો સિવાય કેટલાક નવા કાર્યોમાં હાથ અજમાવશો, જેનાથી તમને ફાયદો થશે. આજે નોકરીયાત જાતકોએ પોતાના વ્યવહાર અને વાણીમાં નમ્રતા રાખવી પડશે. ઉપાયઃ સોમવારે વ્રત રાખો અને સવાર-સાંજ શિવ ચાલીસાનો પાઠ કરો.
10
મકર: આજે પાર્ટનરશીપમાં બિઝનેસ કરી રહેલા જાતકોને સારો ફાયદો થવાના યોગ છે. આજે એકસાથે ઘણા પ્રકારના કામ હાથમાં લેવાથી તમારું ધ્યાન ભટકી શકે છે. ઉપાયઃ સોમવારે વ્રત રાખો અને રુદ્રાક્ષ માળાથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
11
કુંભ: આજનો દિવસ વેપારીવર્ગ માટે સારો રહેશે. તમને લાભની નવી તકો મળશે, જેથી આજે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. આજે તમારે દરેક કામમાં દરેક નિર્ણય સમજી-વિચારીને જ લેવો જોઈએ. ઉપાયઃ સોમવારે વ્રત રાખો અને પૂજામાં શિવલિંગ પર ગંગાજળ ચઢાવો.
12
મીન: આજે બિઝનેસમાં જોખમ લેવા માટે આયોજન કરી શકો છો, જેના કારણે તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થઇ શકે છે. આજે તમને કોઈ પરેશાન વ્યક્તિ મળે, તો તેને મદદ કરો. આજે બુદ્ધિથી તમે એ બધું જ પ્રાપ્ત કરી શકશો, જે અત્યાર સુધી તમારી પાસે નહોતું. તમારા મધુર અને નરમ વર્તનથી તમે સાંજ સુધીમાં વ્યવસાયમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી શકશો અને તમારા ભાઈઓ સાથેના સંબંધો સુધરશે. ઉપાયઃ પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરો અને તલ મિશ્રિત કાચા ચોખાનું દાન કરો.