બુધ 26 માર્ચે મેષ રાશિમાં પ્રવેશ્યો છે અને 9 એપ્રિલ સુધી આ રાશિમાં રહેશે. 9 એપ્રિલના રોજ, બુધ વક્રી થશે એટલે કે તે ધીમે ધીમે આગળ વધશે અને પાછળની તરફ મીન રાશિમાં પ્રવેશ કરશે.
બુધની ચાલમાં પરિવર્તનને કારણે 5 રાશિઓ માટે સારો સમય શરૂ થશે. તે જ સમયે, વૃષભ અને મકર રાશિવાળા લોકોએ સાવચેત રહેવું પડશે. આ સિવાય 5 રાશિઓ માટે મિશ્ર સમય રહેશે.
બુધની રાશિમાં ફેરફાર આવક, રોકાણ અને વ્યવહારોને અસર કરે છે. જેના કારણે કેટલાક લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે તો કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે.
શેરબજાર સાથે જોડાયેલા લોકો આ ગ્રહના કારણે વધુ પ્રભાવિત થાય છે. આ ઉપરાંત શરીરમાં જ્ઞાનતંતુઓ, નર્વસ સિસ્ટમ, ગળા અને ત્વચાને લગતા રોગો પણ બુધના કારણે થાય છે. આ ગ્રહના કારણે તર્ક શક્તિ પ્રભાવિત થાય છે. આ ઉપરાંત પત્રકારત્વ, શિક્ષણ, લેખન અને વકીલાત સાથે સંકળાયેલા લોકોના કામમાં મોટા ફેરફારો થઈ શકે છે.
શુભ: મિથુન, કર્ક, કન્યા , વૃશ્ચિક અને મીન
રાશિમાં બુધના આગમનને કારણે મિથુન, કર્ક, ક્ધયા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની તકો મળશે. બાકી રહેલા પૈસા મળવાની પણ શક્યતાઓ છે. લેવડ-દેવડ અને રોકાણમાં લાભ થઈ શકે છે. આ સિવાય આ રાશિના લોકો મોટા કામની યોજનાઓ બનાવશે. આ લોકોની તર્ક શક્તિ પણ વધશે.
સામાન્ય: મેષ, સિંહ, તુલા, ધનુ અને કુંભ
બુધની રાશિ પરિવર્તનને કારણે મેષ, સિંહ, તુલા, ધનુ અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ 4 રાશિના લોકોના આયોજનબદ્ધ કાર્યો પૂરા થઈ શકે છે. કામના સંબંધમાં તમે નવા અને મોટા લોકો સાથે મુલાકાત કરી શકો છો.
રોજિંદા કાર્યોમાં તમારે વધુ મહેનત કરવી પડશે. તેમજ લેવડ-દેવડ અને રોકાણ સમજી વિચારીને કરવા પડશે. આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યના મામલામાં સાવધાની રાખવી પડશે.
અશુભ: વૃષભ, કન્યા અને મકર:
બુધ મેષ રાશિમાં પ્રવેશવાને કારણે વૃષભ, ક્ધયા અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 3 રાશિના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે.
બચતમાં નુકસાન અને રોકાણમાં નુકસાન થવાની સંભાવના છે. લેવડ-દેવડમાં પણ સાવધાની રાખવી પડશે. નોકરીયાત લોકોના કામમાં પરિવર્તન અને સ્થાન પરિવર્તનની સંભાવના છે.