Homeધાર્મિકરવિવારે હોલિકા દહન: હોલિકા...

રવિવારે હોલિકા દહન: હોલિકા પૂજન: દહનનો શુભ સમય ક્યારે છે?

આગામી તા.24ના માર્ચ રવિવારે હોળી છે 25 માર્ચ સોમવારે ધૂળેટી ફાગણ સુ ચૌદસ ને રવિવાર તા 24 ના દિવસે સવાર 9.54 સુધી ચૌદસ તીથી છે ત્યાર બાદ પૂનમ તીથી નો પ્રારંભ થઈ જાય છે જ્યારે સોમવારે પૂનમ તીથી બપોરના 12 30 સુધી જ છે આમ રવિવારે સવારે રાત્રી ના સમયે પૂનમ તિથિ હોતા હોલિકા દહન નુ મહત્વ અને હોળી રવિવારે રહેશે જ્યારે ધુળેટી સોમવારે રહેશે.

હોલિકા માતાનુ શાસ્ત્રોક્ત પૂજન અને ફળ
સૌપ્રથમ હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો આજના દિવસે મારા શરીરની બધી બાધાઓ દુર થાય રોગ-શત્રુ દુર થાય અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય ત્યારબાદ હોળીમાં શ્રીફળ હોમવું ત્યારબાદ અબીલ-ગુલાલ, કંકુના છાંટણા નાખવા ત્યારબાદ ધર્મસિંધ ગ્રંથના નિયમ પ્રમાણે હોળી ની ત્રણ પ્રદક્ષિણા ફરવી પ્રદક્ષિણા ફરતી વખતે હોળી મા ખજૂર ધાણી દાળિયા પધરાવી શકાય છે અને પ્રાર્થના કરવી મારા શરીરની બધી જ બીમારીઓ દુર થાય છે હોળીની પ્રદક્ષિણા ફરતા વખતે હોલીકાયૈનમ: મંત્રનો જપ કરવા

તે ઉપરાંત હોળીના દિવસે પોતાની કુળદેવી, હનુમાનજી અથવા ભૈરવ ઉપાસના પણ કરી શકાય છે. કુળદેવીના મંત્ર જાપ કરવા અથવા તો હનુમાનજી અને ભૈરવદાદા ને અડદનાં 21 દાણા ચડવાથી રક્ષા થાય છે. જે લોકોને શનિની સાડા સાતી ચાલી રહી છે તેઓએ હનુમાનજીનું પૂજન ખાસ કરવું મકર કુંભ મીન રાશિ ના લોકો એ હનુમાનજી ને તેલ તથા અળદ ચડાવવા તથા સિંહ, ધન અને મેષ રાશી ના લોકો ને રાહુ ની અશુભ પીડા દુર કરવા માટે હોળીના દિવસે મહાદેવજીને કાળા તલ ચડાવાથી રાહુની અશુભ પીડામાંથી મુકિત મળે છે. તથા આ દિવસે ખજુર, દાળિયા, ઘાણી ખાવા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક ગણાય છે.

જીવનમાં માનસિક ટેન્શન હોય તો હોળીના દિવસે જયારે ચંદ્ર ઉદય થાય ત્યારે કળશમાં સાકરવાળું પાણી નાખી અને ૐ સોં સોમાય નમ: બોલી ચંદ્ર સામે ઉભા રહી અર્ધ્ય આપવું. ત્યારપછી સાકરવાળું દૂધ ચંદ્ર સામે ધરી અને તેને પ્રસાદ તરીકે લેવું. આમ કરવાથી ચંદ્ર બળ વધશે. માનસિક શાંતિ મળશે. આ ઉપાય દર પૂનમના દિવસે પણ કરી શકાય છે. હોળી તથા દર વ્રતની પૂનમના દિવસે આ ઉપાય કરવો.

હોળીની ઝારની દિશા દ્વારા વર્તારો
ભારતીય પરંપરા પ્રમાણે હોળીના દિવસે હોળી પ્રગટયા બાદ હોળીની ઝાળ જે દિશામાં જાય તે પ્રમાણે ચોમાસાનો વર્તારો થાય છે. નૈઋત્ય ખુણામાં સાધારણ વરસાદ,પશ્ચિમ દિશામાં પ્રમાણ મા સારો વરસાદ,હોળીની ઝાળ ઈશાન ખુણામાં જાય તો સારો વરસાદ 16 આની વરસાદ , અગ્નિ ખુણામાં દુષ્કાળનો ભય, વાયવ્ય ખુણા મા સારો વરસાદ, દક્ષિણ દિશામાં પાકને નુકશાન,
પુર્વ દિશામાં જાય તો કયાંક પડે અને કયાંક ન પડે 12 આની વરસાદ, ઉત્તર દિશામાં જાય તો પ્રજા દુ:ખી થાય છે. ઉપર ફરે તો આરોગ્ય માટે હાનીકારક છે પાક મા જીવાત થાય. શાસ્ત્ર પ્રમાણે કાલરાત્રી, મહારાત્રી, મોહરાત્રી, દારૂણ રાત્રી વર્ષની ચાર મહારાત્રી ગણવામાં આવે છે. તેમાં દારૂણ રાત્રી એટલે હોળીની રાત છે. આથી હોળીના દિવસે કરેલ પુજા ઉપાસના વધારે ફળદાયક બને છે.

હોળીની પૌરાણીક કથા
દૈત્યકુળના હિરાણ્યકશિપુને ત્યાં હોલીકા નામની બેન હતી કમળ તો કાદવમા જ ઉગે તેમ હિરણ્યકશિપુને ત્યાં પ્રભુના પરમ ભકત પ્રહલાદ નો જન્મ થયો પ્રહલાદનો પિતા હિરણ્યકશિપુ પોતાને જ ભગવાન માનતો અને ભકત પ્રહલાદ વિષ્ણુ ભગવાનની ભકિત કરતો આ તેમના પિતા ને ગમતુ નહી આથી ભક્ત પ્રહલાદના ભોજનમાં ઝેર ભેળવે છે અને ભકત પ્રહ્લાદને ખવડાવે છે. તો પણ તેનું મૃત્યુ થતું નથી પહાડ ઉપરથી ફેંકે છે.

તો પણ તેનું મૃત્યુ થતું નથી ત્યારબાદ હિરાણ્યકશિપુની બહેન હોલીકાને એવું વરદાન હતુ કે પોતે અગ્નિમાં બળે નહિં થી તે પ્રહલાદ ને ખોળામાં બેસાડી અને હોળી તૈયાર કરી બેશે છે. અને હોળી પ્રગટાવે છે.પરંતુ પ્રહલાદને કાય થતુ નથી અને હોળીકા બળીને ભસ્મ થઈ જાય છે.આમ અનિષ્ટ સામે નિષ્ટનો વિજય થાય છે. આથી લોકો ત્યાંથી બધા જ ગામ મા શહેરમં ચોકમાં હોળી પ્રગટાવે છે. અને તેનું પૂજન કરી પ્રદક્ષિણા પણ કરે છે. અને બીજા દિવસે અબીલ, ગુલાલ અને કેશુડા દ્વારા ધૂળેટી તરીકે આનંદ ઉત્સવ ઉજવે છે.

હોલિકા દહનના શુભ સમય વિશે જાણકારી
આ વર્ષે પંચાંગ ના નિયમ પ્રમાણે તથા દરેક પંચાંગ પ્રમાણે હોલિકા દહન પૂનમ ના બદલે ચૌદસ ના દિવસે છે આ વર્ષે હોલિકા દહન સમયે વિષ્ટિ કરણ છે પરંતુ રવિવારે આવતું વિષ્ટિ કરણ એટલે કે (ભદ્રા) ને પુણ્યવતી માનવામા આવે છે તે ઉપરાંત રવિવારે આખો દિવસ અને રાત્રી દરમિયાન ક્ધયા રાશિનો ચંદ્ર છે ક્ધયા રાશિના ચંદ્ર મા દરમિયાન ભદ્રા નિવાસ પાતાળ લોક મા હોય છે આથી તે પણ અશુભ માનવા માં આવેલ નથી આમ દરેક નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે રાત્રી ના 7.00 થી 10 કલાક દરમિયાન શુભ તથા અમૃત ચોઘડિયા મા હોળી પ્રગટાવી ઉત્તમ ગણાશે

હોળી પ્રગટાવવાનો શુભ સમય
રવિવારે રાત્રે 7 થી 10 કલાક દરમિયાન ઉત્તમ ગણાશે. હોળાષ્ટક તા 25 માર્ચ સોમવાર ધુળેટીના દિવસે બપોર ના 12.30 કલાકે પૂર્ણ થશે ત્યાર બાદ દરેક શુભ કાર્ય કરી શકાશે સોમવારે ધુળેટી ના દિવસે ચંદ્રગ્રહણ છે પરંતુ ભારત મા દેખાવાનું ન હોવાથી ધાર્મિક દ્રષ્ટિ એ પાડવાનું રહેશે નહીં કોઈપણ પ્રકાર ના ગ્રહણ નિયમો લાગુ પડશે નહીં

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...