Homeહેલ્થપેટની ચરબી ઘટાડવાના ઘરગથ્થુ...

પેટની ચરબી ઘટાડવાના ઘરગથ્થુ ઉપચાર

  • વજન વધે એટલે સૌથી પહેલાં પેટ પર ચરબી વધવા લાગે છે.

બેસી રહેવાની જોબ, ન્યૂટ્રીશન્સની કમી, ખરાબ ડાયટ અને હોર્મોનલ ચેન્જિસને કારણે આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય તેની સૌથી વધુ અસર પેટ પર દેખાય છે. વજન વધે એટલે સૌથી પહેલાં પેટ પર ચરબી વધવા લાગે છે. પણ તેના માટે ચિંતા કરવાની જરૂર નથી. પેટ પર વધતી ચરબીને સ્ટોપ કરી શકાય છે અને ઓછી પણ કરી શકાય છે.

તેના માટે બસ થોડું ધ્યાન રાખવું પડશે અને કેટલીક અહીં જણાવેલી સરળ અને સસ્તી ટિપ્સ અજમાવી પડશે.

નવશેકું પાણી

આખા દિવસમાં ઓછામાં ઓછું 3-4 ગ્લાસ નવશેકું પાણી પીવું. આનાથી પેટની ચરબી ઝડપથી ઓગળશે.

જમતી વખતે પાણી

ભોજન કરતી વખતે પાણી ન પીવું. તેનાથી ખોરાક બરાબર પચતો નથી અને ફેટ વધવા લાગે છે. જેથી ભોજન કર્યાના 30-40 મિનિટ બાદ જ પાણી પીવું.

લીલાં શાકભાજી

ડાયટમાં પાલક, મેથી અને કોબીજ જેવા લીલાં શાકભાજી સામેલ કરો. તેમાં ફાયબર ભરપૂર હોય છે. જેનાથી પેટ પર ફેટ વધતું નથી.

કલોંજી

એક ગ્લાસ પાણીમાં કલોંજીના તેલના થોડા ટીપાં અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આવું દિવસમાં બેવાર કરવાથી પેટની ચરબી ઓછી થાય છે.

દહીં

રોજ 1 વાટકી દહીં ખાઓ. આમાં રહેલું કેલ્શિયમ ટમી ફેટ વધારતાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ કંટ્રોલ કરી પેટ ઓછું કરવામાં મદદ કરે છે.

બદામ

રોજ 4-5 બદામ ખાઓ. આમાં રહેલાં વિટામિન ઈ, પોલીસેચુરેટેડ અને મોનોસેચુરેટેડ ફેટ્સ ભૂખને કંટ્રોલ કરે છે. તેનાથી પેટની ચરબી ઓછી કરવામાં મદદ મળે છે.

અળસી

અળસીમાં ભરપૂર ઓમેગા-3 ફેટી એસિડ અને આયર્ન હોય છે. રોજ એક ચમચી અળસી ખાવાથી પેટની ચરબી વધતી નથી.

ચણા અને જવ

ઘઉંની રોટલી ઓછી ખાઓ. તેની જગ્યાએ ચણા અને જવના લોટની રોટલી ખાઓ. આમાં કેલરી અને કાર્બોહાઈડ્રેટ્સ ઓછી માત્રામાં હોય છે.

વરિયાળીવાળું પાણી

રેગ્યુલર 1 કપ પાણીમાં 1 ચમચી વરિયાળી નાખીને ઉકાળીને પીવો. આનાથી ડાઈજેશન સુધરે છે અને પેટની ચરબી પણ ઘટે છે.

ગ્રીન ટી

રોજ 2 કપ ગ્રીન ટી પીવો. તેમાં રહેલું કેટેચિન અને એન્ટીઓક્સીડેન્ટ્સ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને મેટાબોલિઝ્મ બૂસ્ટ કરે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...