આ દિવસોમાં લોકોને હાડકાં અને જોઇન્ટ્સના દુખાવા સતત વધતા જાય છે. અનેક લોકો ઢીંચણના દુખાવામાંથી રાહત મેળવવા માટે ઓપરેશન કરાવતા હોય છે. હાડકાંમાં થતો કોઇ બીમારી નહીં, પરંતુ આ પાછળ બીજા અનેક કારણો જવાબદાર હોય છે. આજની ફાસ્ટ લાઇફમાં આ સમસ્યાથી અનેક લોકો પીડત હોય છે. આ સાથે અનેક લોકો પેઇન કિલર પણ લેતા હોય છે. પરંતુ આ દવાઓની અનેક પ્રકારે સાઇડ ઇફેક્ટ્સ થાય છે.
આમ, તમે ઢીંચણ અને હાડકાંમાં થતા દુખાવાથી કંટાળી ગયા છો તો આ યોગાસન તમારા માટે બેસ્ટ છે.
સાંધામાં થતા દુખાવા માટે આ યોગાસન કરો
ચક્રાસન
આ આસન તમે સરળતાથી ઘરે કરી શકો છો. ચક્રાસન તમે નિયમિત કરો છો તો ઢીંચણ અને સાંધાના દુખાવામાંથી રાહત મળી જાય છે. યોગ એક્સપર્ટ અનુસાર આ યોગ કરવાથી શરીરમાં એનર્જી પણ રહે છે. ચક્રાસન કરવાથી સ્કિન ટાઇટ થાય છે અને સાથે શરીર એક્ટિવ રહે છે. આ માટે તમે એક વાર યોગા એક્સપર્ટની સલાહ લઇ શકો છો.
ત્રિકોણાસન
આ આસનમાં શરીરનો આકાર ત્રિકોણ થઇ જાય છે જેના કારણે ત્રિકોણાસન કહેવામાં આવે છે. આ આસન માત્ર જોઇન્ટ્સનો દુખાવો નહીં, પરંતુ પગની માંસપેશિઓને મજબૂત કરવાનું કામ કરે છે. આ આસન કરવાથી પીઠ, કમરનો દુખાવો પણ ગાયબ થાય છે. સાઇટિકા દર્દીઓ માટે પણ આ યોગ બેસ્ટ છે. આ આસન તમે યોગ એક્સપર્ટ પાસેથી તેમજ યુટ્યૂબમાં જોઇને શીખી શકો છો.
ડોલ્ફિન પ્લેક આસન
ડોલ્ફિન પ્લેક પોઝ નોર્મલ પ્લેક કરતા અલગ હોય છે. આ પોઝ હેમસ્ટ્રિંગ અને સ્ટ્રેચ કરીને પગ અને હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. આ આસન તમે રેગ્યુલર કરો છો તો પીઠનો દુખાવો, જોઇન્ટ્સનો દુખાવામાંથી રાહત મળે છે. આ આસન તમારે 20 થી 30 સેકન્ડ સુધી કરવાનું રહેશે.
ઉષ્ટ્રાસન
ઉષ્ટ્રાસન એટલે કેમેલ પોઝ. આ આસન તમે દરરોજ કરો છો તો હાડકાં અને સાંધાના દુખાવામાંથી રાહત મળી જાય છે. આ આસન માટે તમે યોગ એક્સપર્ટની સલાહ લઇ શકો છો.