Homeધાર્મિકમાર્ચ 1: Oracle Speaks...

માર્ચ 1: Oracle Speaks પરથી જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે

મેષ (21 માર્ચ – 19 એપ્રિલ) મેષ રાશિના જાતકો આજે ચારેય તરફ પ્રેમની લાગણી અનુભવશે. આજે રસપ્રદ મુલાકાત અથવા અણધાર્યા સંબંધોથી તમારી રોમેન્ટિક લાઇફમાં નવો ઉત્સાહ આવી શકે છે. આજે તમે કાર્યસ્થળે એકસાથે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી શકો છો. જો તમે ઓર્ગનાઈઝડ અને ફોકસ રહેશો, તો તમને સફળતા જરૂર મળશે. આજે પોતાની જાતની સંભાળ લેવાની બાબતને અને રીલેક્સેશનને પ્રાધ્યાન્ય આપો, કારણ કે તેનાથી તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.

આજે તમારા ભાગદોડભર્યા જીવનમાં સંતુલન જાળવવા માટે યોગ અથવા મેડિટેશન કરો. આજે યાત્રા કરવાથી તમારું મન આનંદિત રહે. આજે તમારો લકી નંબર 57 છે અને લકી કલર રોયલ બ્લૂ છે. તેમજ એક્વા મરીન લકી ક્રિસ્ટલ છે.

વૃષભ (20 એપ્રિલ – 20 મે)

આજે તમારા પ્રેમ જીવનમાં ગાઢ જોડાણ રહે. આજે કામના સ્થળે ખંત અને ધૈર્ય રાખશો તો તમને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. આજે હેલ્થી ડાયટ લઈને અને કસરત કરીને તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો. ગાર્ડનિંગ અથવા પેઇન્ટિંગ જેવી મન પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને તમે આનંદની અનુભૂતિ કરી શકો છો. આજે કોઇ આઉટડોર એડવેન્ચર અને કોઇ કુદરતી જગ્યાએ ટ્રિપ પ્લાન કરી શકો છો. તમારો લકી નંબર 42 અને લકી કલર સ્કાય બ્લ્યુ છે. તેમજ લેપિસ લાઝુલી લકી ક્રિસ્ટલ છે.

મિથુન (21 મે – 20 જૂન)

મિથુન રાશિના જાતકોના જીવનમાં ખૂબ સારી રોમેન્ટિક લાઈફ સૂચવે છે. આજે તમારે કોઇ અણધારી મુલાકાત માટે તૈયાર રહેવું અને તમારા મનને ખુલ્લું રાખો. આજે કાર્યસ્થળે તમને કોલાબ્રેશનથી સફળતા પ્રાપ્ત થાય. તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે હેલ્થી ડાયટ અને નિયમિત કસરતને પ્રાધાન્ય આપો. વાંચન અથવા લેખન જેવી પ્રવૃત્તિઓ દ્વારા તમે માનસિક શાંતિ મેળવી શકો છો. તમે શોર્ટ ટ્રિપ અથવા સિટી એક્સપ્લોરેશન જેવો ટ્રાવેલ પ્લાન બનાવી શકો છો. તમારો લકી નંબર 15 છે અને લકી કલર પીરોજ છે. બ્લ્યુ લેસ ક્રિસ્ટલ છે.

કર્ક (21 જૂન – 22 જુલાઇ)

પ્રેમ જીવન ભાવનાત્મક ઊંડાણ અને નવા સંબંધોથી ખીલી ઉઠે. આજે તમારી સ્કિલ્સને વધારે મજબૂત બનાવવા અને અને કાર્યસ્થળે ગ્રોથની શક્યતાઓ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે તમે તમારી શારીરિક અને માનસિક સુખાકારી જાળવવા માટે સેલ્ફ કેર કરો. આજે કૂકિંગ અને પરીવાર સાથે સમય વિતાવવા જેવી પ્રવૃત્તિ કરવાથી તમે આનંદ અનુભવશો. પરીવાર સાથે દરિયાકાંઠાના કોઇ વિસ્તારનો ટ્રાવેલ પ્લાન બનાવી શકો છો. તમારો લકી નંબર 3 છે અને લકી કલર બેબી બ્લુ છે. લકી ક્રિસ્ટલ મૂનસ્ટોન છે.

સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)

સિંહ રાશિના જાતકોના જીવનમાં રોમેન્ટિક પિરીયડ સૂચવે છે. આજે તમારા વ્યવસાયિક જીવનમાં પ્રશંસા પ્રાપ્ત થાય અને તમે પ્રગતિ કરો. હેલ્થી લાઇફસ્ટાઇલ અને તમારા શરીરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા દાખવો. રીલેક્સ થવા માટે આજે તમે ડાન્સ અથવા પેઇન્ટિંગ જેવી મન પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકો છો. આજે તમે તમારા ટ્રાવેલ પ્લાન્સમાં આકર્ષક સ્થળોને સામેલ કરી શકો છો અથવા કોઈ ઇવેન્ટ્સમાં હાજરી આપી શકો છો. તમારો લકી નંબર 1 છે અને લકી કલર નેવી બ્લુ શેડ્સ છે. આજે વાદળી ટોપેઝ લકી ક્રિસ્ટલ છે.

કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)

આજે કન્યા રાશિના જાતકોનું રોમેન્ટિક જીવન સ્થિર અને સુખમય રહેશે. નવા સંબંધો બનશે અથવા હાલના સંબંધો વધુ ગાઢ બનશે. સફળતા મેળવવા માટે કામના સ્થળે માહિતીપ્રદ વ્યવહાર પર અને કુશળતા પર ભાર આપો. તમારા દૈનિક રૂટિનમાં તણાવ ઘટાડવા માટેની પ્રવૃત્તિઓમાં કસરતને સામેલ કરીને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. યોગ અને નેચર વોક જેવી આનંદદાયક પ્રવૃત્તિઓ તમને સંતુલિત રાખી શકે છે. આજે તમે કોઇ પ્રાકૃતિક જગ્યાએ વેકેશન અથવા લોકલ એરિયાને એક્સ્પ્લોર કરી શકો છો. તમારો લકી નંબર 6 છે અને લકી કલર પેસ્ટલ બ્લ્યુ છે. લકી ક્રિસ્ટલ નીલમ છે.

તુલા (23 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)

આજે તુલા રાશિ માટે પ્રેમ જીવનમાં સુખ અને સંવાદિતા યથાવત રહી શકે છે. આજે હાલના સંબંધો વધુ ગાઢ બનશે અથવા નવા સંબંધો બનશે. આજે કાર્યસ્થળે કોલાબ્રેશન અને પાર્ટનરશિપ સફળતા અને પરિપૂર્ણતા તરફ દોરી જશે. સેલ્ફ કેર અને મનને આનંદ આપતી પ્રવૃત્તિઓ કરીને તમારે તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. આર્ટ અથવા મેડિટેશન જેવી પ્રવૃત્તિઓ કરીને પણ તમે મનને શાંતિની અનુભૂતિ કરાવી શકો છો. ટ્રાવેલિંગ પ્લાનમાં સુંદર શહેરોની મુલાકાત લેવી અથવા સોશ્યલ ગેધરિંગમાં જવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમારો લકી નંબર 4 છે અને લકી કલર પેરીવિંકલ બ્લુ છે. લકી ક્રિસ્ટલ એઝ્યુરાઇટ છે.

વૃશ્વિક (23 ઓક્ટોબર – 21 નવેમ્બર)

આજે તમારી લવ લાઇફમાં મજબૂત અને પરિવર્તનશીલ ઘટના ઘટી શકે છે. આજે તમારી ઊંડી લાગણીઓને સ્વીકારો અને પ્રોસેસ પર વિશ્વાસ રાખો. આજે કામમાં તમારો ઉત્સાહ અને દ્રઢતા તમને સફળતા અપાવશે. આજે જીવનમાં સંતુલન રાખો અને જરૂર પડે ત્યારે બ્રેક લઈને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નોટબુકમાં લખવું અથવા માઇન્ડફુલનેસ એક્સરસાઇઝમાં વ્યસ્ત રહેશો તો તમે સ્પષ્ટતા અને શાંતિ મેળવી શકો છો. ટ્રાવેલ પ્લાન્સમાં આજે રહસ્યમય સ્થળો શોધવાનું અથવા પ્રકૃતિમાં શાંતિની શોધવાનું શામેલ કરી શકો છો. તમારો લકી નંબર 8 છે અને લકી કલર મિડનાઇટ બ્લ્યુ છે. લકી ક્રિસ્ટલ ઓબ્સિડિયા છે.

ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)

ધન રાશિના જાતકો આજે તમારા જીવનમાં નવા અને સાહસિક સંબંધોને સ્થાન આપો અને તમારા રોમેન્ટિક જીવનમાં ઉત્તેજના જાળવી રાખો. કામમાં તમારી સકારાત્મકતા અને એનર્જી તમને પ્રગતિની તકો મેળવવા તરફ દોરી જશે. ફિઝીકલ એક્ટિવિટીઝને પ્રાધાન્ય આપીને તમારા સ્વાસ્થ્ય માટે હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવો. હાઇકિંગ અથવા નવા રસના ક્ષેત્રો શોધવા જેવી માઇન્ડફુલ પ્રવૃત્તિઓ તમને આનંદ અપાવી શકે છે. આજે તમે એક્ઝોટિક અથવા એડવેન્ચરસ સ્થળોની કે પછી વિશેષિ સ્થળોની મુલાકાત લેવાનો ટ્રાવેલ પ્લાન બનાવી શકો છો. તમારો લકી નંબર 9 છે અને લકી કલર ઇલેક્ટ્રિક બ્લુ છે. લકી ક્રિસ્ટલ બ્લ્યુ ટોપાઝ છે.

મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)

મકર રાશિના જાતકો માટે પ્રેમ સંબંધમાં મજબૂત અને સ્થિર સમયગાળો સૂચવે છે. તમારા સંબંધો મજબૂત આધાર પર બનાવો. તમે ખંત અને ધૈર્યથી કામમાં સફળ થઇ શકો છો. બેલેન્સ શિડ્યૂલ જાળવો અને તમારા માટે સમય કાઢીને તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો. તમે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ અથવા ગાર્ડનિંગ જેવી મનને પ્રસન્નતા આપતી એક્ટિવિટીઝ કરીને શાંતિ મેળવી શકો છો. આજે તમારા ટ્રાવેલ પ્લાનમાં કોઇ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી જોઇએ. તમારો લકી નંબર 40 છે અને લકી કલર સ્ટીલ બ્લુ છે. લકી ક્રિસ્ટલ ઓનિક્સ છે.

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

આજે કુંભ રાશિના જાતકોની લવ લાઈફમાં રોમાંચક ક્ષણો અને અનુભવો આવશે. આજે કામના સ્થળે તમારા ઇનોવેટિવ વિચારોને ઓળખ મળશે. આજે તમને વ્યવસાયિક જીવનમાં તમારા ઇનોવેટિવ વિચારો તમને સફળતા અને ઓળખાણ અપાવશે. તમારા દૈનિક રૂટિનમાં કસરત અને સ્વસ્થ આદતોને પ્રાધાન્ય આપો અને તંદુરસ્ત જીવનશૈલી દ્વારા આરોગ્યને પ્રથમ સ્થાને રાખો. શાંતિ મેળવવા માટે સ્ટારગેઝીંગ અથવા મનને પ્રફુલ્લિત કરે તેવી ક્રિયાઓ કરવી જોઈએ. આજે તમારા ટ્રાવેલ પ્લાન્સમાં ઓફબીટ સ્થળોની મુલાકાત અથવા બૌદ્ધિક સ્થળોની મુલાકાત લઇ શકો છો. તમારો લકી નંબર 21 છે અને લકી કલર ટર્કોઇઝ છે. લકી ક્રિસ્ટલ એક્વામરિન અથવા બ્લુ એવેન્ટ્યુરિન છે.

મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)

ઓ આજે મીન રાશિના જાતકોના જીવનમાં ઊંડા ભાવનાત્મક સંબંધો બનશે. આજે તમારા દયાળુ સ્વભાવને સ્વીકારો અને પ્રેમ પર વિશ્વાસ કરો. કામમાં તમારું આર્ટિસ્ટિક ટેલેન્ટ અને અંતર્જ્ઞાન ચમકશે, પરિણામે તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે કામ અને આરામ વચ્ચે સંતુલન શોધીને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. પેઇન્ટિંગ અથવા સુખદ સંગીત સાંભળવા જેવી પ્રવૃત્તિઓ તમને આંતરિક શાંતિ આપી શકે છે. આજે તમે કોઇ ધાર્મિક જગ્યાએ અથવા જળાશય હોય તેવી જગ્યાએ ટ્રિપ પર જઇ શકો છો. તમારો લકી નંબર 42 છે અને લકી કલર ઓશિયન બ્લ્યુ છે. લકી ક્રિસ્ટલ એમેથિસ્ટવ છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...