Homeધાર્મિકવિજયા એકાદશી 6ઠ્ઠી કે...

વિજયા એકાદશી 6ઠ્ઠી કે 7મી માર્ચ ક્યારે છે? જાણો અગીયારાસન પૂજા વિધિની પદ્ધતિ, શુભ સમય અને મહત્વ.

વિજયા એકાદશી 2024: હિન્દુ ધર્મમાં એકાદશી તિથિ એટલે કે અગિયારસનું વિશેષ મહત્વ છે. આ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેમજ ભક્તો આ દિવસે વ્રત – ઉપવાસ રાખે છે. માન્યતા અનુસાર, આમ કરવાથી સાધકને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

તમને જણાવી દઈએ કે દર મહિને બે એકાદશી આવે છે. અહીં અમે વિજયા એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે આ વર્ષે 6 માર્ચ, 2024ના રોજ ઉજવવામાં આવશે. ચાલો જાણીએ વિજયા એકાદશી પજાનું શુભ મુહૂર્ત અને મહત્વશ્રી કૃષ્ણ જન્માષ્ટમી 2023

વિજયા એકાદશી તિથિ અને શુભ મુહૂર્ત

વૈદિક કેલેન્ડર અને જ્યોતિષ મુજબ માસ મહિનાના વદ પક્ષની એકાદશી તિથિને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2024માં વિજયા એકાદશી તિથિ 06 માર્ચે સવારે 06:31 વાગ્યે શરૂ થશે અને 07 માર્ચે સવારે 04:12 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 06 માર્ચના રોજ વિજયા એકાદશી વ્રત રાખવામાં આવશે.

વિજયા એકાદશી પૂજા વિધિ

આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યાર બાદ આચમન કરીને પોતાને શુદ્ધ કરો. હાથમાં ગંગાજળ લઈને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા પણ લો. પૂજા કરવાના બાજોઠ પર ભગવાન વિષ્ણુના ફોટા કે મૂર્તિની સ્થાપના કરો. તેમનો પંચોપચાર કરો અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. હવે પીળા રંગના ફળ, ફૂલ અને મીઠાઈનો પ્રસાદ અર્પણ કરો. હવે દીવો પ્રગટાવો અને આરતી કરો અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો. છેલ્લે ઘરના તમામ સભ્યોને પ્રસાદ આપો.અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાએ દિવ્ય આભૂષણો અને વસ્ત્રો ધારણ કર્યા છે.

ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવાનો ઉપાય

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના આ મંત્રનો જાપ કરો. આ મંત્રથી પ્રભુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને આશીર્વાદ આપે છે.

ઓમ ભૂરિદા ભૂરિ દેહિનો, મા દભ્રં ભૂર્યા ભર, ભૂરિ ધેદિન્દ્ર દિત્સસિ ।
ઓમ ભૂરિદા ત્યસિ શ્રુતઃ પુરુત્રા શૂર વ્રૃત્રહન્. આ નો ભજસ્વ રાધસિ ।।

વિજયા એકાદશીનું મહત્વ

આ વ્રત કરવાથી વ્યક્તિ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. શાસ્ત્રો અનુસાર, લંકા પર વિજય મેળવવાની મનોકામનાથી ભગવાન રામે બકદલ્ભ્ મુનિના આદેશ થી સમુદ્ર કિનારે આ વ્રત કર્યું હતુ. ત્યારબાદ તેમને રાવણ પર વિજય પ્રાપ્ત થયો હતો. તેમજ આ વ્રત કરવાથી જીવનમાં સંપન્નતા રહે છે. સાથે સાથે સુખ- સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...