Homeધાર્મિકમિથુન રાશિમાં સૂર્ય-બુધ-શુક્રના સંયોગથી...

મિથુન રાશિમાં સૂર્ય-બુધ-શુક્રના સંયોગથી શું થશે પરિણામ?

12 જૂનના કલા, શૃંગાર, ભોગ, વિલાસના ગ્રહ શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ્યા ત્યારબાદ ગ્રહોના રાજા સૂર્ય 14 જૂનના મિથુનમાં આવશે અને વેપાર-વાણિજ્યના ગ્રહ બુધ પણ 14 જૂનના જ મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેથી મિથુન રાશિમાં સૂર્ય-બુધ-શુક્રની યુતિ થશે. રાશિ મુજબ ગ્રહ ગોચરની અસર જોઈએ.

મેષ (અ. લ. ઈ) : આ સમયમાં તમારે નકારાત્મક વિચારોથી દૂરી બનાવવી પડશે અને પ્રયત્નપૂર્વક હકારાત્મક અભિગમ કેળવવો પડશે.

આવકમાં મધ્યમ રહે. જોકે, આકસ્મિક લાભ થાય. ધાર્યાં પરિણામ પ્રાપ્ત કરી શકો. પ્રગતિકારક સમય રહે.

વૃષભ (બ. વ. ઉ) : ખોરંભે ચડી ગયેલાં કાર્યમાં આગળ વધી શકો. મિત્રોની મદદ મળી રહે. નોકરિયાતવર્ગને બોસ સાથે સારું રહે. વેપારીવર્ગ માટે પણ સમય શુભ રહે. સ્ત્રીવર્ગ માટે કસોટીજનક સમય ગણી શકાય. વિદ્યાર્થીવર્ગને સારું રહે.

મિથુન (ક. છ. ઘ) : ધર્મ અને કર્મ વચ્ચે તાલમેલ કેળવી શકો. ગુરુવાણીને ગંભીરતાથી લેવી. વડીલોની સલાહથી કાર્યમાં આગળ વધશો તો પ્રગતિ થશે. આ પખવાડિયામાં ભાગ્યોદયની ઘણી તક આવી શકે છે. સક્રિય રહી કાર્ય કરશો તો લાભ થશે.

કર્ક (ડ. હ) : વિલ-વારસા, કોર્ટ કચેરીનાં કાર્યમાં સંભાળવું પડે. કાયદાકીય ગૂંચવણ ઊભી ન થાય તે ખાસ જોવું. જીવનમાં ઘણાં પરિવર્તન એક સાથે જોવા મળે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોને તક પ્રાપ્ત થાય. લાગણીશીલ સ્વભાવના લીધે વારંવાર દુઃખ થતું જોવા મળે.

સિંહ (મ. ટ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે. ભાગીદારીમાં વ્યવસાય કરતા મિત્રોને સારું રહે. અટકેલાં કાર્ય પૂર્ણ કરી શકો અને જાહેરજીવનમાં યશ-પ્રતિષ્ઠા મેળવી શકો. ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સફળતા પ્રાપ્ત થાય.

કન્યા (પ. ઠ. ણ) : શારીરિક તકલીફોનો યોગ્ય ઈલાજ મળે. આ સમયમાં હજુ તમારે સ્વાસ્થ્ય બાબતે વધુ સાવચેત રહેવાની જરૂર પડશે. ખાવાપીવામાં અને જીવનપદ્ધતિમાં યોગ્ય ફેરફાર કરવા જરૂરી બનશે. સમય એકંદરે સારો રહેશે.

તુલા (ર. ત) : આંતરિક ચેતનાનો વિકાસ થાય. ભવિષ્યની બાબતો માટે યોગ્ય આયોજન કરી શકો. સંતાન અંગે સારું રહે. લાગણીના સંબંધોમાં મનની વાત વ્યક્તિ કરી શકો. સગાં, સ્નેહીમિત્રોથી સારું રહે. વિદ્યાર્થીવર્ગ માટે આ સમય ઉજ્જવળ રહે.

વૃશ્ચિક (ન. ય) : નવાં આયોજનો વિચારી શકો. તમારા શોખ માટે સમય કાઢી શકો. જમીન-મકાન-વાહનસુખ સારું રહે. પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો. વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે. વેપારીવર્ગને સારું રહે. સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક.

ધન (ધ. ભ. ફ. ઢ) : આધ્યાત્મિક ચિંતન થાય. મનોમંથન કરી શકો. સત્સંગથી સંશયો દૂર થાય. ભાઈભાંડુ સુખ સારું રહે. મિત્રોની મદદ મળી રહે. અટકેલાં કાર્ય પૂર્ણ કરી શકો. દૈવી સહાય મળે. નવા સંબંધોમાં સારું રહે. યાદગાર ક્ષણો આપતું પખવાડિયું રહે.

મકર (ખ. જ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે. વાણી-વર્તનમાં કાળજી લેવી. સત્ય કહેવાની રીત પણ બદલવી પડે. વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે. અંતરાય દૂર થાય. જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે. એકંદરે શુભ સમય રહે.

કુંભ (ગ. સ. શ. ષ.) : તમે તમારી જાત સાથે રહી શકો. શોખ અને આનંદની બાબતો માટે સમય ફાળવી શકો. જાત સાથે સંવાદ કરી શકો. તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. નવી પ્રતિભા અને કૌશલ્ય પ્રાપ્ત કરી શકો. લોકોની સરાહના પ્રાપ્ત થાય.

મીન (દ. ચ. ઝ. થ) : આ સમયમાં તમારી આવક અને જાવક પર બારીક નજર રાખવી પડશે. નાણાકીય આયોજન કરવું ખૂબ જરૂરી બને. બિનજરૂરી નાણાંનો વ્યય અને સમયનો વ્યય ટાળવો પડશે. પ્રગતિ શરૂ થઇ ગઈ છે, પણ કેટલાંક પરિવર્તન જરૂરી બનશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...