Homeધાર્મિકલોકો કહે છે કે...

લોકો કહે છે કે કળિયુગ આવી ગયું છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે કળિયુગ ક્યારે શરૂ થયો?

આજે આપણે જે કાળમાં જીવી રહ્યા છીએ તેને કળિયુગ કહેવામાં આવી રહ્યો છે. હિન્દી શાસ્ત્રો પ્રમાણે હાલ સુધીમાં 3 યુગ એટલે કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપયુગનો સમય પસાર થઈ ચૂક્યા છે. અને હાલમાં જે સમય ચાલી રહ્યો છે તે છે કળીયુગ. પુરાણો પ્રમાણે કળિયુગનો સમય પૂર્ણ થતાની સાથે પૃથ્વીનો પણ અંત આવી જશે. જોકે કળીયુગમાં ઘરતી પર બીજા યુગ કરતા વધુ પાપ અને અધર્મ વધશે.

પરંતુ શું તમે જાણો છો કે કળયુગની શરૂઆત ક્યારે થઈ હતી.

કળિયુગ

હિન્દુ શાસ્ત્રો પ્રમાણે કળીયુગમાં અધર્મ અને પાપનો વધારો જોવા મળશે. હાલના સમયમાં આપણે જે ખોટી વસ્તુઓ અથવા તો ઘટનાઓ અને અધર્મ થઈ રહ્યા છે તે આવનારા સમયમાં તેનો વધારો જોવા મળશે. કળીયુગમાં માનવી પોતાના કર્મોના ફળ ભોગવી રહ્યો છે, જેમાં તે બારેમાસ વરસાદ, વંટોળ, તોફાન, જળ તબાહી જેવી સમસ્યાનો સામનો કરવો પડશે. માનવામાં આવે છે કે કળિયુગનો જ્યારે અંત આવશે ત્યારે પૃથ્વીનો પણ અંત આવી જશે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, ધરતી પર 4 યુગ છે. જેમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળીયુગ છે. ગીતા પ્રમાણે સતયુગમાં ધરતી પર ધર્મનો વર્ચસ્વ હતું. તો ત્રેતાયુગમાં ધર્મની સાથે સાથે અધર્મ પણ આવ્યું. આ ઉપરાંત દ્વાપરયુગમાં અધર્મ અને પાપે ધરતી પર પોતાની જગ્યા બનાવી લીધી હતી. અને હાલમાં કળીયુગમાં ધરતી પર ધર્મથી વધુ પાપ જોવા મળી રહ્યા છે. ગીતામાં કહ્યું છે કે, જ્યારે જ્યારે ધરતી પર પાપ વધશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કલ્યાણ કરવા માટે ઘરતી પર અવતાર ધારણ કરીને આવશે.

કળિયુગના કેટલા વર્ષ

ગીતામાં કહેવામાં આવ્યું છે કે 4 લાખ 32 હજાર વર્ષનો હશે કળિયુગનો સમય. જ્યારે હાલમાં કળીયુગના માત્ર 5122 વર્ષ જ થયા છે. કળીયુગના આટલા ઓછા વર્ષ થયા છે ત્યારે જે પ્રમાણે અધર્મ અને પાપ થઈ રહ્યા છે તે જોઈને એવું લાગે કે કળિયુગ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. પરંતુ જ્યારે કળિયુગનો સમય આવશે ત્યારે પૃથ્વી પર એસિડ વરસાદ થશે, જેના કારણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓનો નાશ થશે અને માણસો પોતાની ભૂખ સંતોષવા એકબીજાને મારીને ખાશે. કળિયુગમાં પૈસાનું મહત્વ વધશે અને ધરતી પરથી ધર્મ, દયા અને માનવતા સંપૂર્ણપણે નાશ થઈ જશે. જ્યારે પારિવારિક સંબંધો માત્ર નામના જ રહેશે. આ સમય દરમિયાન વેદોનું ખોટું અર્થઘટન કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, બાળકો તેમના માતા પિતાની સેવા નહીં કરે. કલયુગ જેમ જેમ આગળ વધશે તેમ તેમ ભૂખમરો, રોગો, ગરમી, ઠંડી, તોફાન અને હિમવર્ષા, પૂર જેવી સમસ્યા પૃથ્વી પર ચરમસીમા પર હશે અને આખરે વિશ્વનો અંત આવશે.

કળિયુગે કેટલો સમય વીતાવ્યો

હિંદુ પુરાણો પ્રમાણે કળિયુગની શરૂઆત થયાને માત્ર થોડા હજાર વર્ષોમાં જ આવા હાલ થયા છે, જ્યારે આ યુગ 432,000 માનવ વર્ષોનો છે. આધુનિક ગણતરીઓ અનુસાર, કળિયુગ 3102 BCથી શરૂ થયો હતો, જ્યારે પાંચ ગ્રહો મંગળ, બુધ, શુક્ર, ગુરુ અને શનિ મેષ રાશિ પર 0 ડિગ્રી પર હતા. વિદ્વાનોનું માનવું છે કે અત્યાર સુધીમાં કળિયુગના 3102+2024=5126 વર્ષ વીતી ગયા છે. હાલમાં માત્ર કળિયુગનો પ્રથમ અધ્યાય ચાલી રહ્યો છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...