બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે, જે સમયાંતરે પોતાની ચાલ બદલતા રહે છે. મે મહિનામાં બુધ ફરી ગોચર કરશે. હાલમાં બુધ ગ્રહ મેષ રાશિમાં બિરાજમાન છે. અને આગામી 31 મેના રોજ બુધ શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. મેષ રાશિથી વૃષભમાં બુધના ગોચરથી કેટલીક રાશિઓ માટે શુભ રહેશે, તો કેટલીક રાશિ અશુભ રહેશે. બુધનું વૃષભમાં ગોચરથી કેટલીક રાશિઓનો સુવર્ણ સમય શરૂ થઈ શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે બુધનું આ ગોચર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રાશિના જાતકોએ ભવિષ્ય માટે કરેલા દરેક પ્લાન, રણનીતિમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. કામ અર્થે તમારે ક્યાંક મુસાફરી કરવી પડી શકે છે. આ સમયગાળામાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યાપાર-ધંધામાં અટકેલા પૈસા પાછા મળી શકે છે.
મકર રાશિ
બુધનું આ ગોચર મકર રાશિના જાતકો માટે ખૂબ શુભ માનવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સુંદર આયોજનથી તમે વેપાર-ધંધામાં સારો નફો મેળવી શકશો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે, જંક ફૂડ ખાવાનું ટાળવું તમારા માટે સારું રહેશે.ધનલાભ થવાની સંભાવના છે. માતાનું ધ્યાન રાખવું જરૂરી છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે બુધનું ગોચર લાભકારી સાબિત થશે. નાણાકીય સમસ્યાઓ દૂર થવા લાગશે. ધંધા-વેપારમાં પૈસાને લગતી સમસ્યાનો અંત આવશે. તેમજ તમારી પોતાની સમજણશક્તિથી તમે તમારા પરફોર્મન્સમાં સુધારો કરી શકશો. તમારા જીવનસાથીને સમય આપો.