Homeધાર્મિકજન્માક્ષર 16 મે: કુંભ...

જન્માક્ષર 16 મે: કુંભ ;આજનો દિવસ તમારા માટે અત્યંત ફળદાયી રહેશે.  વાંચો રાશિફળ.

મેષ: આજે તમારી કેટલીક સમસ્યાઓથી ચિંતિત રહેશો અને કામ પર ધ્યાન નહીં આપી શકો. ઘરથી દૂર કામ કરતા લોકોને પરિવારની યાદ આવી શકે છે. તમારા મિત્રો સાથે પાર્ટી કરવાની યોજના બનાવી શકો છો. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકોએ પોતાના કામથી પ્રતિષ્ઠિત લોકોને ખુશ કરવા પડશે, તો જ તેઓ તેમને સફળતા મળી શકશે. પૈસાની લેવડ-દેવડ કરવામાં સાવધાન રહો. શુભ રંગ: સફેદ, લકી નંબર: 4

વૃષભ: આજનો દિવસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. તેથી ડોક્ટરની સલાહ લો. રિયલ એસ્ટેટ સંબંધિત કોર્ટ કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. તમારા બાળકો અથવા ભાઈ-બહેન માટે કંઈ પણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. તમારા જીવનસાથી માટે ભેટ લાવી શકો છો. પેન્ડિંગ ટ્રાન્જેક્શન સંબંધિત મામલા ક્લિઅર કરી શકશો. લકી કલર: મેજેન્ટા, લકી નંબર: 12

મિથુન: આજનો દિવસ નાણાકીય દૃષ્ટિએ તમારા માટે મુશ્કેલ રહેશે, તેથી સાવચેત રહેવું પડશે. પરિવારના કોઈ સભ્યની સલાહ માનીને પૈસાનું રોકાણ ન કરો, નહીં તો તમને આર્થિક નુક્શાન થઈ શકે છે. તમારા બાળકો તરફથી કેટલાક સારા સમાચાર મળી શકે છે. ઘરના વડીલે મનાઇ ફરમાવેલ કામ ન કરવું જોઇએ. શુભ રંગ: પીળો, લકી નંબર: 8

કર્ક: આજનો દિવસ મિશ્ર પરીણામો આપશે. જો તમે કોઇ નવો બિઝનેસ કે ઓર્ગેનાઇઝેશન જોઇન કરી રહ્યા છો, તો બીજાને કહેવાનું ટાળો. વિદેશથી ઇમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. તમારા પડતર કાર્યોને પૂર્ણ કરીને રાહત અનુભવશો. શિક્ષણમાં આવતી સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન રહેશે. પરીવારમાં પરસ્પર પ્રેમ જળવાશે. લકી કલર – પિંક, લકી નંબર – 1

સિંહ: આજે તમને સારી પ્રોપર્ટી મળી શકે છે. જમીન, વાહન, મકાન કે દુકાન વગેરે ખરીદવાની તમારી ઇચ્છા પૂર્ણ થશે. તમારી બહેનના લગ્નમાં આવતી સમસ્યાને ઉકેલવા કોઇ સંબંધીની મદદ લેવી પડશે. તમારા માતા પિતાની સેવામાં થોડો સમય વિતાવશો. તમારા બાળકોની કંપની પર ધ્યાન આપો, નહીંતર તેઓ ખોટી સંગતમાં ફસાઇ શકે છે. લકી કલર – બ્લૂ, લકી નંબર – 1

કન્યા: આજનો દિવસ સામાન્ય રહેશે. પાડોશમાં કોઇ પણ વિવાદમાં પડવાનું ટાળવું જોઇએ. નવા કામમાં રોકાણ કરતા પહેલા ઘરના વરીષ્ઠ સભ્યની સલાહ લો. તમારી ઇચ્છા અનુસાર પૈસા મળવાથી તમારી ખુશીનો પાર નહીં રહે. તમે નવા કપડા, મોબાઇલ, લેપટોપ ખરીદી શકો છો. કાર્યસ્થળે લોકોની સ્ટ્રેટેજી સમજવી પડશે, નહીંતર તેઓ તમને ખોટા કામમાં ફસાવી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું, તો જ સફળતા મળશે. લકી કલર – કાળો, લકી નંબર – 7

તુલા: આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેશે. તમારા બાળકોને વધતા ખર્ચથી પરેશાન રહેશો. બિઝનેસમાં પણ આજે ખર્ચાઓ વધશે, પરંતુ તમને આવનારા દિવસોમાં નફો થશે. ઘરનો વિવાદ ઉકેલવો વધુ સારો રહેશે, નહીં બહારના લોકો તમારા ઘરની મજાક બનાવશે. તમારા માતાને તેના સાસરીયા પક્ષને મળવા લઇ જઇ શકો છો. લવલાઇફ જીવતા લોકોને તેના પાર્ટનરનો પરીચય તેના પરીવાર સાથે કરાવી શકે છે. સામાજીક પ્રતિષ્ઠા વધારવા માટે ખર્ચ કરવો પડી શકે છે. લકી કલર- લીલો, લકી નંબર – 2

વૃશ્વિક: આજે તમારે સાવધાની રાખવી પડશે. ઘરમાં કે બહાર કોઇ પણ મુદ્દા પર વધારે બોલવાનું ટાળો, નહીં તો લોકો પાછળથી તમારી ખરાબ વાતો કરશે. અન્ય જગ્યાએ નોકરી શોધતા લોકોને સારી તક મળશે. તમારા બાળકો પ્રત્યેની તમારી જવાબદારીઓને સમજીને નિભાવવી પડશે, નહીંતર તમારા જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. શુભ રંગ: મરૂન, લકી નંબર: 10

ધન: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. બિઝનેસ કરતા લોકોને ઇચ્છા મુજબ લાભ થવાથી રોજિંદા જીવનમાં ઉપયોગી કેટલીક વસ્તુઓ પણ ખરીદી શકે છે. કોઈ પણ મહત્વના મુદ્દા પર બોલતા પહેલા સારી રીતે વિચારવું સારું રહેશે. તમારે કોઈ પણ નવું કામ સમજી વિચારીને જ હાથ ધરવું જોઈએ. તમે તમારી માતાને ક્યાંક બહાર લઈ જઈ શકો છો. તમારે બિઝનેસ માટે ટ્રીપ પર જવું જોઇએ, જે તમારા માટે ફાયદાકારક રહેશે. શુભ રંગ: ગ્રે, લકી નંબર: 6

મકર: આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. જ્યાં એક તરફ વધારે જવાબદારી આપવામાં આવશે, તો બીજી તરફ કાર્યસ્થળ પર લાભદાયી ઘણી નવી તકો મળશે. જો તમે કોઈ પ્રકારની એજન્સી લેવાનું વિચારી રહ્યા છો તો તમે તેમાં સફળ થશો. કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓ સાથે વાત કરતી વખતે તમારે સાવચેત રહેવું પડશે, તો જ તમે તેમની પાસેથી તમારું કામ કરાવવામાં સફળ થશો. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. શુભ રંગ: પર્પલ, લકી નંબર: 3

કુંભ: આજનો દિવસ તમારા માટે અત્યંત ફળદાયી રહેશે. કાર્યસ્થળે તમારા કામ અંગે જ વાત કરો. કોઈની બાબતમાં હસ્તક્ષેપ કરવાથી કઠોર શબ્દો સાંભળવા મળી શકે છે. સામાજિક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોએ તેમના દુશ્મનોથી સાવધાન રહેવું પડશે કારણ કે તેઓ તેમની છબી ખરાબ કરવા માટે પ્રયાસ કરી શકે છે. બિઝનેસ કરનારા લોકોને મોટો ફાયદો થશે, જેના કારણે તેઓ ખુશ રહેશે. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલ વિવાદનો પણ આજે અંત આવશે. જીવનસાથીઓ સાથેના સંબંધો મજબૂત બનશે. શુભ રંગ: ગોલ્ડન, લકી નંબર: 5

મીન: આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. બિઝનેસમાં તમારા ભૂતકાળના અનુભવોનો લાભ મળશે. નોકરી સાથે જોડાયેલા લોકો પોતાના કામમાં વ્યસ્ત રહેશે. આજે ફક્ત જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ કરો. આજે કાર્યસ્થળ પર તમારા વિચારોનું સ્વાગત થશે અને લોકો તમારી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરશે. સામાજિક ક્ષેત્રે પણ તમારી કીર્તિ ફેલાશે. જો તમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા છે તો તેમાં પણ સુધારો થશે. લકી કલર: બ્રાઉન, લકી નંબર: 9

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...