Homeધાર્મિકધરો આઠમ 2024 -...

ધરો આઠમ 2024 – જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે.  કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમ વ્રતકથા 

વ્રતની  વિધિ: 

– આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે. 

– આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી જવુ અને નિત્યકાર્યથી પરવાની સ્નાન કરી લેવુ. 

– આ દિવસે ધરા(એક પ્રકારનુ ઘાસ)ની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો. 

– આ દિવસે ટાઢો ખોરાક ખાવો. 

–  ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળનાં વડાં વગેરે લઈ શકાય. 

– આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે.

– આ દિવસે કોઈપણ પ્રકારનુ ઘાસ ન કાપવુ. 

ધરો આઠમ ની વાર્તા

વ્રત કથા: એક ગામમાં સાસુ-વહુ પ્રેમથી રહેતી હતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતાં હતા. વહુને એક દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા.  

એવામાં ઘરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ કહ્યું કે વહું ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ. 

વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય? માટે તેણે સાસુને ના પાડી. આથી સાસુએ ગુસ્સો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું? તારું કપાળ? 

આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ. છોકરાને ઘોડિયમાં સુવડાવી, બારણે સાંકળ ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનુ મન ન માન્યુ. ઘરો આઠમના દિવસે લીલું ઘાસ કંઈ રીતે કાપી શકાય? આથી વહુ ઘરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી. 

સાસુ-વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા. રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડભડ સળગે છે માટે જલદી ઘરે જાવ. સાસુ-વહુ તો આ સાંભળી હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા. જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું. વહુએ જઈને તરત પહેલા પોતાના બાળકને જોવા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ઘરો વીંટળાઈ ગઈ હતી. 

આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરો માએ મારા બાળકને બચાવી લીધું. સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ખાસ ન કાપવાનો નિર્ણય લીધો. આવો છે આ વ્રતનો પ્રભાવ, એ ઘરોમાં જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફળજો 

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...