Homeધાર્મિકજન્માક્ષર એપ્રિલ 19: આ...

જન્માક્ષર એપ્રિલ 19: આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરેશાનીભર્યો રહેશે, ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહો; વાંચો આજનું જન્માક્ષર

મેષ: આજનો દિવસ સામાન્ય રહેશે. વધુ કમાવવાની લાલચે તમે નાની તકો ગુમાવશો અને અંતે એકંદરે નફો ઓછો જ રહેશે. સોશિયલ ગેટ ટૂ ગેધરમાં હાજરી આપશો. બાળક માટે સારા સમાચાર મળી શકે છે. તેમને વિદેશથી નોકરીની ઓફર મળતા પરિવારમાં પાર્ટીનું આયોજન થઇ શકે છે. જોકે આજના દિવસે દુશ્મનોથી સાવચેત રહેવું. તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ શકે છે. સાંજના સમયે જીવનસાથી સાથે તહેવાર માટે કોઈ સંબંધીના ઘરે જવાનું થશે. લકી કલર: મરૂન, લકી નંબર: 18

02

વૃષભ: તમારો આજનો દિવસ પરેશાનીથી ભરેલો રહેશે. કોઈ દુઃખદ સમાચાર સાંભળીને તમારે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. આજના દિવસે ઉભી થતી પ્રતિકૂળ પરિસ્થિતિ પર કાબૂ રાખવો જરૂરી. પરિવારના સભ્ય જો કોઈ રોગથી પીડિત છે તો તે આજે ફરી ઉથલો મારી શકે છે અને તમારી ચિંતા વધારી શકે છે. મૂલ્યવાન-કિંમતી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવી કારણકે ચોરાઈ જવાનો કે ખોવાઈ જવાનો ભય રહેલો છે. બિઝનેસમાં લીધેલો નિર્ણય નફાકારક રહેશે, પરંતુ જો તમે તમારી કોઈ મિલકત વેચવા માંગતા હોવ તો ડીલમાં નુકસાન થઈ શકે છે. સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં વધુ મહેનત કરવી પડશે. લકી કલર: વાયોલેટ, લકી નંબર: 11

03

મિથુન: આજનો દિવસ તમારા માટે ઓછો ભાગ્યશાળી રહેશે તેમ ગણેશજીનું કહેવું છે. પરિવારના સભ્યો સાથે પાર્ટી અથવા પિકનિકનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આજે યોજના સફળ બનશે. નોકરી સાથે સંકળાયેલા લોકોને આજે નામના મળશે. નાના વેપારીઓને પણ આવકના કેટલાક નવા સ્ત્રોત મળી શકે છે. જોકે ઉધાર કે ઉછીના પૈસા લેવાનું ટાળો કારણકે બાદમાં ચૂકવણી અઘરી બનશે અને તે મુશ્કેલી સર્જી શકે છે. ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓને આવી રહેલ સમસ્યાઓ માટે શિક્ષકોની સલાહ લેવી પડી શકે છે. લકી કલર: ગુલાબી, લકી નંબર: 12

04

કર્ક : આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. જોકે આજે આળસ દૂર કરીને તમારા બાકી રહેલા કાર્યોને આગળ ધપાવવાનું શરૂ કરવું પડશે તો જ તમે પડતર કામો પૂર્ણ કરી શકશો. અનુભવી વ્યક્તિની સલાહ લઈને જ જોખમ ખેડો, તો જ તેમાંથી નફો મેળવી શકશો. સાંજે ઘરે મહેમાનોનું આગમન સંભવ, જે પરિવારમાં ઉત્સાહ સર્જશે. જોકે કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતા તમને સતાવશે. દૂર રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહેશે. લકી કલર: મેજેન્ટા, લકી નંબર: 3

05

સિંહ: આજનો દિવસ તમારા માટે અત્યંત ફળદાયી રહેવાનો ગણેશજીનો મત છે. ધંધા-વેપારમાં ઇચ્છિત નફો મળશે અને નોકરીને લઈને ચિંતિત લોકોને પણ નોકરી મળી શકે છે પરંતુ ઓફિસમાં અગાઉ તમે કરેલા કેટલાક કામને કારણે થોડો ડર અનુભવી શકો છો અને અંતે તે વ્યર્થ નીવડશે. તમારા ઘર અને બહારનું વાતાવરણ ખુશનુમા રહેતા તમે પણ ખુશ રહેશો. તમારી રોજીંદી જરૂરિયાતો પૂરી કરવા ખરીદીના યોગ છે. લવ લાઈફ જીવતા લોકોને માટે સામાન્ય મુશ્કેલી સંભવ. પાર્ટનર સાથે સામાન્ય તણાવ ઉભો થશે. જોકે સાંજ પડતા જીવનસાથીને બહાર ફરવા લઈ જઈ શકો છો. લકી કલર: લવંડર, લકી નંબર: 3

06

કન્યા : આજનો દિવસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારા માટે મુશ્કેલીભર્યો રહેશે. જૂની કેટલીક બીમારીઓ ફરી સામે આવી શકે છે અને ચિંતા વધારશે. મુસાફરી પહેલાં અને સમયે તમારી કિંમતી ચીજવસ્તુઓને તમારે સુરક્ષિત રાખવી પડશે નહિ તો ચોરાઈ જવાનો ડર રહેલો છે. લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. સામાજિક ક્ષેત્રોમાં કામ કરતા લોકો મીઠી વાણીથી કેટલાક નવા મિત્રો બનાવવામાં સફળ થશે. માતા તમને કોઈ કામ સોંપે તો તે સમયસર પૂર્ણ કરવું પડશે. લકી કલર: સફેદ, લકી નંબર: 17

તુલા: આજનો દિવસ તમારા માટે સાનુકૂળ રહેશે. ધંધો કરવાની ઈચ્છા ઉભી થશે પરંતુ કોઈ સંબંધીને ભાગીદાર બનાવવાનું ટાળવું તમારા હિતમાં હશે. પરિવારના કોઈપણ સભ્યના ભવિષ્યને લઈને કોઈ નિર્ણય લેવામાં પરિવારના વરિષ્ઠ સભ્યોની સલાહ અવશ્ય લેવી. જીવનસાથી સાથે વિવાદ સંભવ અને તેઓ ગુસ્સે થાય તો મનાવવાના શ્રેષ્ઠ પ્રયાસ કરજો. તમારા પરિવારના નાના બાળકો સાથે મોજ-મસ્તી કરીને સાંજે સુખદ સમય પસાર કરશો. અટવાયેલા નાણાં પરત મળતા મન પ્રસન્ન રહેશે. લકી કલર: લાલ, લકી નંબર: 16

08

વૃશ્ચિક: આજે પૈસાની લેવડ-દેવડ કરતા પહેલા અચૂક સાવધ રહેવા ગણેશજીની ચેતવણી અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવની સલાહ. કોઈને ઉછીના પૈસા આપવાના હોય તો ખૂબ કાળજી રાખવી કારણકે પરત મળવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. નોકરીદાર કોઈ પાર્ટ-ટાઇમ કામ કરવાનું વિચારી રહ્યાં હોય, તો આજથી સમય કાઢી શકશે. નાના દુકાનદારોને ધંધામાં સામાન્ય નફો મળશે પરંતુ તે ખુશી આપી જશે. જો તમારે કોઈ યાત્રા પર જવાનું હોય તો મુલતવી રાખવી સલાહભરી કારણકે વાહન અચાનક બગડવાને કારણે આર્થિક ખર્ચ વધવાની આશંકા. લકી કલર: બર્ગન્ડી, લકી નંબર: 10

09

ધન : આજે ધનવર્ષા થશે. નોકરી શોધતા લોકોને કેટલીક નવી તકો મળશે. આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે અને અંતે તમે ખુશ રહેશો. ભાગ્ય પર ભરોસો રાખીને કોઈ કામ કરશો તો સફળતા અવશ્ય મળશે. લાંબા સમયથી તમને પરેશાન કરી રહેલ ચિંતા પણ આજે દૂર થશે. પ્રોપર્ટી ડીલિંગમાં મોટો નફાની સંભાવના, પરંતુ તમારી જવાબદારીઓ પ્રત્યે સજાગ રહેવું પડશે નહિ તો નારાજગી સામે અથડાશે. લકી કલર: ક્રીમ, લકી નંબર: 1

10

મકર:આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. આજે માર્ગમાં આવતી તકો ન ઝડપવાની ઇચ્છા છતા સ્વીકારીને પાર પાડવાની ફરજ પડી શકે છે. ધંધામાં આજનો દિવસ મિશ્ર રહેશે પરંતુ ખર્ચાઓને કાબૂ રાખવામાં સફળ રહેશો. કોઈ વિવાદમાં વચ્ચે ન પડો તે જ સલાહભર્યું છે. આ મુદ્દે તમારા આત્મસન્માનને જ નુકશાન સંભવ છે. જામીન વગેરે સંબંધિત કોઈ કામ પણ આજે મોકૂફ રાખવું જોઈએ નહિ. નોકરી કરતા લોકોએ કોઈ અજાણી વ્યક્તિની વાતોમાં ન આવવું નહિ તો હેરાનગતિ સામે આવશે અને પાસેથી પૈસા પણ પડાવી શકે છે. તમે આજે સાંજે કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી શકો છો. લકી કલર: લાઈમ ગ્રીન, લકી નંબર: 11

11

કુંભ: આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ કરી આપી જશે. નાના વેપારીઓને ધંધામાં આવકના કેટલાક નવા સ્ત્રોત મળશે. શેરબજારમાં રોકાણ કરનારાઓએ સાવધાની રાખવી પડશે અને અન્યની સલાહ પર રોકાણ ટાળવું પડશે. બજેટ બનાવીને જ પૈસા ખર્ચ કરવાનું આયોજન કરો જેથી ભવિષ્ય માટે પૈસા બચાવી શકો. સાંજના સમયે તમારું કોઈ કામ પૂર્ણ ન થવાને કારણે ચિંતિત રહી શકો છો. લવ લાઈફ જીવતા લોકોએ ઉતાવળમાં કંઈ ન કરવું જોઈએ, નહીં તો પસ્તાવો થઈ શકે છે. લકી કલર: પીળો, લકી નંબર: 7

12

મીન: આજનો દિવસ તમારા માટે તમારી ઈચ્છા મુજબ લાભદાયી રહેશે તેમ ગણેશજી કહે છે. કોઈપણ મોટું કામ હાથમાં લેતા પહેલા દુશ્મનો પર નજર માંડવી જરૂરી કારણકે તેઓ અડચણ ઉભી કરવાનો પૂરો પ્રયાસ કરી શકે છે. તમારી સારી સલાહભરી મીઠી વાતો તમારા મિત્રોને ઘર અને ધંધા બંનેમાં ખુશ કરશે પરંતુ તમારે બીજાના કામમાં હસ્તક્ષેપ કરતા પહેલા સાવચેત રહેવું પડશે. સંભવિત છે કે કે લોકો તેને તમારો સ્વાર્થ માને. કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો તમારી ઈચ્છા મુજબ લાભ મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. લકી કલર: નારંગી, લકી નંબર: 5

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...