અંકશાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિની જન્મ તારીખથી તેનું વ્યક્તિત્વ, સ્વભાવ અને ભવિષ્યની જાણ થઇ શકે છે. સાથે વ્યક્તિની જન્મ તારીખથી તેના વૈવાહિક જીવન અને તેના જીવનસાથી કેવા રહેશે તે પણ જાણી શકાય છે. અહીં અમે તમને એવી જ બર્થડેટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે છોકરીઓને પતિ અને સાસરીવાળા માટે લકી માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે કોઈ પણ મહિનાની 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકોનો નંબર 5 હોય છે.
આ મૂળાંકમાં બુધ ગ્રહનું પ્રભુત્વ છે. એટલે આ આ મૂળાંક સાથે જોડાયેલી યુવકીઓ સાસરિમાં રાજ કરે છે અને આ છોકરીઓ ખુલ્લા વિચારોની હોય છે. માતાના ઘર ઉપરાંત તેમને સાસરિયામાં અને પતિ તરફથી પણ ખૂબ પ્રેમ મળે છે. આવો જાણીએ આ મૂળાંક સાથે જોડાયેલા લોકો વિશે રસપ્રદ માહિતી.
પતિ અને સાસરિયા માટે હોય છે લકી
અંકશાસ્ત્ર અનુસાર જે છોકરીઓનો મૂળાંક 5 છે. આ છોકરીઓને પતિ અને સાસરિયાવાળા માટે લકી માનવામાં આવે છે. આ છોકરીઓ સાસરે રાજ કરે છે, આ છોકરીઓ ખુલ્લા વિચારોની હોય છે. માતાના ઘર ઉપરાંત તેમને સાસુ-સસરા અને પતિ તરફથી પણ ખૂબ પ્રેમ મળે છે. સાથે જ આ છોકરીઓ પરિવારને સાથે લઈને ચાલે છે. સાથે જ પતિ સાથે ખભે ખભો મિલાવીને ચાલે છે. આ છોકરીઓ સ્વપ્નદ્રષ્ટા પણ હોય છે. આ છોકરીઓ ખુશમિજાજી હોય છે. તે એકદમ વાચાળ હોય છે અને પોતાની વાતોથી ઝડપથી સામેવાળીને ઇમ્પ્રેસ કરી દે છે.
બાળપણ આજીવન રહે છે
મૂળાંક 5 સાથે સંકળાયેલી છોકરીઓમાં બાળપણ આજીવન રહે છે. સાથે જ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેઓ શાંત રહે છે. સાથે જ તે બિઝનેસ માઇન્ડેડ હોય છે અને પતિને કામ-ધંધામાં સહકાર આપે છે. સાથે જ તેઓ પ્રેક્ટિકલ પણ હોય છે અને દરેક કામ ખૂબ જ સારી રીતે કરે છે.
આ દિવસો શુભ, ફળદાયી છે
મૂળાંક 5 સાથે જોડાયેલા લોકોની શુભ અંકની વાત કરીએ તો આ જાતકો માટે 5, 14 અને 23 તારીખ શુભ હોય છે. એટલે કે આ લોકો આ તિથિઓ પર કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરી શકે છે. વળી તેમના માટે શુભ રંગ સફેદ, ખાખી અને આછો રંગ છે. શુક્રવાર અને બુધવાર તેમના માટે શુભ માનવામાં આવે છે.