Homeધાર્મિકહોળીની રાત્રે મહાલક્ષ્મીને પ્રસન્ન...

હોળીની રાત્રે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાયો, આખું વર્ષ તમારા પર રહેશે ધન્યતા.

હોળીની રાત્રે પૂનમની રાત હોય છે. આ સમયે મહાલક્ષ્‍મી પ્રસન્ન મુદ્રામાં હોય છે અને ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. હોળીની રાત્રે મા લક્ષ્‍મીને પ્રસન્ન કરઆ માટે કેટલાક ખાસ ઉપાય કરવાથી બધી મનોકામના પૂરી થાય છે અને મા લક્ષ્‍મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે. તમને દરેક કાર્યમાં સફળતા મળે છે અને આખુ વર્ષ તમારા ઘરમાં બરકત રહે છે.

ધનની કોઈ કમી રહેતી નથી અને નોકરી વેપારમાં પ્રોગ્રેસ થાય છે. આવો જાણીએ હોળીની રાત્રે કેટલાક વિશેષ ઉપાય.

મા લક્ષ્‍મીની દિવાળી જ નહી હોળી પર પણ ધન વરસાવે છે. ઉલ્લેખનીય છે કે હોળી રાત પૂર્ણિમાની રાત હોવાને કારણે મા લક્ષ્‍મીની પૂજાનુ વિશેષ મહત્વ હોળી પર પણ હોય છે. તમારા ઘરમાં લક્ષ્‍મીની કૃપા થાય છે અને આખુ વર્ષ તમારા ઘર અને લોકો પર મા લક્ષ્‍મીનો આશીર્વાદ રહે છે. બધાનો પ્રોગ્રેસ થાય છે અને કરિયરમાં સફળતા પ્રાપ્ત થાય છે. આવો જાણીએ હોળીની રાત્રે મા લક્ષ્‍મીને પ્રસન્ન કરવાના કેટલાક અચૂક ઉપાય જે તમને પ્રોગ્રેસની સાથે સુખ સમૃદ્ધિ પણ આપશે.

હોળીની રાત્રે મા લક્ષ્‍મીને ખીર અર્પિત કરો

માતા લક્ષ્‍મીને ખીર સૌથી વધુ પસંદ હોય છે. હોળીની રાત્રે દેવી લક્ષ્‍મીને કેસર, દૂધથી ઘરે બનાવેલી ખીર ચઢાવો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્‍મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમને સુખી અને સમૃદ્ધ થવાનો આશીર્વાદ આપે છે. આ ખીર ખાધા પછી અડધી ખીર કોઈ ગરીબ કન્યાને દાન કરો અને બાકીની અડધી આખા પરિવારમાં પ્રસાદ તરીકે વહેંચો. આખા વર્ષ દરમિયાન પરિવારના તમામ સભ્યોની પ્રગતિ થશે.

હોળી પર નારિયળનો ઉપાય

મા લક્ષ્‍મીનુ પ્રિય ફળ હોય છે નારિયળ. એક નારિયળ લો અને તેને ઉપરથી ફોડીને તેમા મિશ્રી ભરી દો અને પછી તેને હોળીની અગ્નિમાં ચઢાવી દો. આ ઉપાયને કરવાથી તમારી આર્થિક તંગી દૂર થાય છે. નારિયળને ચઢાવ્યા પછી હોળીની ચારે બાજુ 11 વાર પરિક્રમા કરો અને આ ઉપાયને કરવાથી તમને ધનની તંગીનો સામનો નહી કરવો પડે.

હોળી પર પાનનો ઉપાય

હોળી પર પાનનો ઉપાય કરવો પણ ખૂબ સારો માનવામાં આવે છે. હોલિકા દહન પછી પાનના સાત પત્તા લો અને દરેક પત્તા પર એક ઈલાયચી મુકી દો અને દરેક પાન પર એક જોડી લવિંગ મુકો. હોળી પ્રગટાવતી વખતે તેની પરિક્રમા કરો. દરેક વખતે પરિક્રમા કર્યા બાદ એક પાન હોળીની અગ્નિમાં ચઢાવી દો. આવુ સાત વખત કરો. ધનની પ્રાપ્તિ માટે આ ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે.

મુખ્ય દરવાજા પર દિપક પ્રગટાવો

હોળીના દિવસે જ્યારે તમે હોલિકા દહન કરીને ઘરે પાછા ફરો ત્યારે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ દીવા પ્રગટાવો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્‍મી તમારા ઘર તરફ આકર્ષાય છે અને તમને સુખી અને સમૃદ્ધ બનાવે છે. આ ઉપાયને અનુસરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને પરિવારમાં ખુશીઓ વધે છે.

ગોમતી ચક્રનો ઉપાય

ગોમતી ચક્ર માતા લક્ષ્‍મીને સૌથી પ્રિય હોય છે. હોળીની રાત્રે 21 ગોમતી ચક્ર લઈને કોઈ શિવમંદિરમાં જાવ અને તેને ચૂપચાપ શિવલિંગ પાસે મુકી આવો. આ ઉપાય કરવાથી મા લક્ષ્‍મીની કૃપા તમારા પર કાયમ રહે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. હોળીની રાત્રે કોઈ ગરીબને ભોજન જરૂર કરાવવુ જોઈએ. તમારા સારા કાર્યોને જોઈને માતા લક્ષ્‍મી તમારા પર કૃપા વરસાવે છે અને તમારા વેપારમાં પ્રોગ્રેસ કરે છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...