Homeધાર્મિકધુળેટીના દિવસે 100 વર્ષ...

ધુળેટીના દિવસે 100 વર્ષ બાદ તા. રપમી માર્ચના ચંદ્ર ગ્રહણ થશે.

આગામી તા. 25મી માર્ચના સોમવારે વર્ષ ર0ર4નું પ્રથમ ચંદ્ર ગ્રહણ થનાર છે. આ વખતે ચંદ્ર ગ્રહણ અને ધુળેટી પર્વ એક સાથે રહેશે. અર્થાત ધુળેટી પર ચંદ્ર ગ્રહણની છાયા રહેશે. વૈદિક જયોતિષ શાસ્ત્રને અનુસાર ધુળેટી પર્વ પર 100 વર્ષ બાદ તા. રપમી માર્ચના ચંદ્ર ગ્રહણ થશે.

તા. 25મીના ચંદ્ર ગ્રહણ સવારે 10.ર3 કલાકથી શરૂ થઇને બપોરના 3.ર કલાક સુધી રહેશે.

જે આ પૂર્વે ધુળેટી અને ચંદ્ર ગ્રહણ બંને સાલ 19ર4માં થયેલું હતું. આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. જે લગભગ ચાર કલાક સુધી રહેશે. ધુળેટી અને ચંદ્ર ગ્રહણ બંને એક સાથે પડવાથી તેનો કેટલીક રાશિઓ પર શુભ પ્રભાવ રહેશે.

18 વર્ષ બાદ શુક્ર-રાહુ તથા સૂર્યનો ત્રિવેણી યોગ
વૈદિક જયોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તન, યુતિ તથા યોગનું વિશેષ મહત્વ હોય છે ધન, વૈભવ અને ભૌતિક સુખ સુવિધાઓનો કારક ગ્રહ શુક્ર તા.31મીના મીન રાશિમાં ગોચર કરશે જયાં પહેલાંથી જ રાહુ અને સૂર્ય બિરાજમાન છે. આમ મીન રાશીમાં શુક્ર, સૂર્ય અને રાહુની યુતિ બનશે. મીન રાશિમાં આ ત્રણ ગ્રહોની યુતિ લગભગ
18 વર્ષો પછી બની છે. આ યુતિનો લાભ કેટલીક રાશિના જાતકોને અવશ્ય મળશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ શુભ સાબિત થશે. કાર્યોમાં સફળતા માટે ધન લાભના વિશેષ અવસર પ્રાપ્ત થાય. વેપારમાં બધા પ્રયાસો ફળીભૂત થાય. ભાગ્યનો સાથ મળે, માન-સન્માનમાં વૃધ્ધિ થાય.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ શ્રેષ્ઠ પરિણામ આપશે. ધનમાં વૃધ્ધિના યોગ બની રહ્યા છે. જે કામ હાથમાં લેવાય તેમાં સફળતા મળશે. વેપારીઓએ સર્તકતા રાખવી પડશે. આવકના સાધનોમાં વૃધ્ધિ થાય. નોકરીમાં પ્રમોશન તથા વેતનમાં વૃધ્ધિના યોગ છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે વર્ષના પ્રથમ ચંદ્ર ગ્રહણ અને ધુળેટીના સંયોગથી વિશેષ સુખની પ્રાપ્તિ થાય. આત્મ વિશ્ર્વાસ વધે, નોકરીયાત તથા વેપારીઓ માટે લાભદાયક બને.
ધન રાશિ
ધુળેટી પર ચંદ્ર ગ્રહણ ધન રાશિના જાતકો માટે અતિ લાભદાયક રહે, સફળતા મળે, નોકરીયાતો માટે તથા નવી નોકરી મળી શકે ભૌતિક સુખ સુવિધામાં વૃધ્ધિ થાય.
મકર રાશિ
વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ સકારાત્મકતા લઇને આવી રહ્યું છે. ધન લાભના સુંદર યોગો બની રહ્યા છે. નોકરીમાં લાભ થાય માન-સન્માન તથા આત્મવિશ્ર્વાસમાં વૃધ્ધિ થાય. અચાનક ધન લાભના યોગ છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...