Homeધાર્મિકજાણો તમામ 12 રાશિઓ...

જાણો તમામ 12 રાશિઓ માટે તેમની રાશિ પ્રમાણે કેવી રહેશે હોળી. હોળીના દિવસે 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ

1. મેષ : હોળીના દિવસે મેષ રાશિના જાતકોને યશ પદ અને ધનમાં વધારો થશે. આ સમય દરમિયાન વ્યક્તિની યોજનાઓને ગતિ મળશે. અચાનક આર્થિક લાભ થશે. વધુમાં આ રાશિના લોકોને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે.

2.વૃષભ :આ રાશિ ધરાવતા જાતકોના ધર્મ કાર્યમાં લાભ થાય. તેમજ આ સમય દરમિયાન ટૂંકી મુસાફરી પણ થઈ શકે છે.

3. મિથુન:આ રાશિના લોકોમાં ખાસ ધંધાકીય વ્યક્તિને આકસ્મિક ઘરાકી આવવાથી વ્યાપારમાં લાભ રહે. નોકરિયાત વર્ગના લોકોને તેમના કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

4. કર્ક:આ રાશિ ધારકોના સ્વભાવમાં કેટલીક વિસંગતતા અને વિરોધાભાસ આવી શકે છે. ઉચ્ચાર અને ઉદ્વેગ રહે. આ સાથે ધાર્યું કાર્ય ન થાય.

5. સિંહ :આ રાશિના મિત્રોની તબિયત નરમ-ગરમ રહે. તેથી તેમણે તબિયતનું ખાસ ધ્યાન રાખવું. તેમના વ્યવસાયમાં સફળતા મળી શકે છે.

6. કન્યા :આ રાશિના બંધુઓને જમીન, મકાન તથા વાહનના કાર્યમાં વ્યસ્તતા રહે. તથા તેમના દરેક કામમાં લાભ મળશે.

7. તુલા:આ રાશિ ધારકોને ખાસ તેમના અગત્યના કામકાજમાં સાનુકૂળતા રહે. વિદેશથી ધન લાભ થવાની શક્યતા રહેલી છે. આ સિવાય તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. બાળકોની પ્રગતિ થઈ શકે. વેપારમાં અનેકગણો વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો થાય. પ્રોપર્ટી ખરીદવાની શક્યતાઓ વધુ છે. તમારા કરિયરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે.

8. વૃશ્ચિક:આ રાશિની વ્યક્તિએ આ સમય દરમિયાન વધુ શ્રમ કરવો પડે. તેમના સ્વાસ્થ્યની પણ ખાસ કાળજી રાખવી પડશે. તમને ભૌતિક સુખ મળશે. આ ઉપરાંત તમે વાહન અને મિલકત હસ્તગત કરી શકો છો.

9.ધન :આ રાશિજાતકોને ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયી બને.

10. મકર :આ રાશિના લોકોને આ દિવસોમાં આકસ્મિક ખર્ચ અને ખરીદી રહે. તબિયતની ખાસ કાળજી રાખવી.

11. કુંભ:આ રાશિના મિત્રોને વાણીની મીઠાશથી લાભ મળે. સાથે સાથે વ્યાપારમાં પણ લાભ રહે. વ્યક્તિના વ્યક્તિત્વમાં સુધારો થશે. ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરનારા લોકો માટે આ સારો સમય છે. તમારી સંપત્તિમાં વધારો થશે. અપરિણીત લોકોને સંબંધનો પ્રસ્તાવ મળી શકે.

12. મીન :હોળીના દિવસે આ રાશિના બંધુઓને ધાર્યું કાર્ય વિલંબથી થાય. તેમના વર્તનમાં ઉચાટ અને ઉદ્વેગ રહે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...