વિટામીન ઇ એક જરૂરી એન્ટી ઓક્સિડન્ટ્ છે જેના એક નહીં, પરંતુ અનેક ઘણાં ફાયદાઓ છે. વિટામીન ઇ માત્ર વાળ માટે નહીં, પરંતુ સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે. વાળનો ગ્રોથ વધારવા માટે વિટામીન ઇ સૌથી બેસ્ટ છે. વિટામીન ઇથી વાળને લગતી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મળી જાય છે. ડેમેજ હેર રિપેર કરવાનું કામ વિટામીન ઇ કરે છે. વિટામીન ઇ કેપ્સુલનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એ બહુ મહત્વનું છે.
તો જાણો વાળમાં વિટામીન ઇ કેપ્સુલનો ઉપયોગ કેવી રીતે કરશો.
વાળમાં વિટામીન ઇ કેપ્સુલ લગાવવાની રીત
તેલમાં મિક્સ કરીને લગાવો
હેર ગ્રોથ વધારવા માટે અને વાળને મજબૂત કરવા માટે વિટામીન ઇને કેરિયર ઓઇલમાં મિક્સ કરીને લગાવી શકો છો. આ માટે તમે ઓલિવ ઓઇલ અને નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તેલમાં વિટામીન ઇની કેપ્સુલ મિક્સ કરી લો અને વાળમાં લગાવો. ત્યારબાદ એક કલાક પછી હેર વોશ કરો. આમ કરવાથી વાળનો ગ્રોથ ફાસ્ટ વધશે.
શેમ્પૂ અને કન્ડિશનરમાં મિક્સ કરો
તમારા વાળ રફ થઇ ગયા છે તો તમારા માટે વિટામીન ઇની કેપ્સુલ અસરકારક છે. આ માટે તમે શેમ્પૂ તેમજ કન્ડીશનરમાં મિક્સ કરી શકો છો. આ માટે કન્ડિશનરને હથેળીમાં લો અને એમાં વિટામીન ઇ મિક્સ કરો. ત્યારબાદ વાળમાં લગાવો અને 2 મિનિટ પછી હેર વોશ કરી લો. આમ કરવાથી વાળ મસ્ત થઇ જશે.
હેર માસ્ક
વાળ ખરવા, ડ્રાયનેસ, રફનેસ તેમજ મજબૂત કરવા માટે વિટામીન ઇ કેપ્સુલ અનેક રીતે ફાયદાકારક છે. હેર માસ્ક બનાવવા માટે એક બાઉલમાં એલોવેરા, મધ તેમજ દહીં અને વિટામીન ઇની કેપ્સુલ નાખો. આ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ હેર માસ્ક વાળમાં લગાવો અને 20 થી 25 મિનિટ માટે લગાવી રાખો. પછી હેર વોશ કરી લો. અઠવાડિયામાં એક વાર આ હેર માસ્ક તમે લગાવી શકો છો. આ હેર માસ્ક વાળને લગતી અનેક સમસ્યાઓને દૂર કરે છે. આ હેર માસ્કથી ખોડો પણ દૂર થઇ જાય છે.