મેષ (21 માર્ચ- 19 એપ્રિલ) લવ લાઇફમાં કોઇ રોમેન્ટિક મુલાકાત દ્વારા તમારા પ્રેમ જીવનમાં આનંદદાયક વળાંક આવી શકે છે. સ્વયંસ્ફુરિતતાને આવકારો અને તમારું હ્યદય માર્ગ બતાવશે. કામ પર આજે તમારી દૃઢતા અને જુસ્સો સૌથી મોટી શક્તિ હશે. તમારા પ્રોજેક્ટ્સનો ચાર્જ લો અને તમે તેમાં પ્રગતિ જોઇ શકશો. નાણાકીય બાબતો તમારા માટે આશાસ્પદ લાગી રહી છે.
રોકાણની નવી તકો શોધો અથવા તેમાં વધારો કરવાનું વિચારો. તમારી મહેનતનું ફળ મળશે. નજીકના મિત્રો સાથે ટ્રિપનું પ્લાનિંગ કરવાથી તમારા આત્માને નવજીવન મળશે.
લકી કલર- લાલ
લકી નંબર- 79
લકી ક્રિસ્ટલ- કાર્નેલીયન
વૃષભ (20 એપ્રિલ – 20 મે):
તમે નોસ્ટાલ્જીયા ફિલિંગનો અનુભવ કરી શકો છો અને આજે તમારા જીવનસાથી સાથેની રોમેન્ટિક ક્ષણોને યાદ કરશો. તમારી લાગણીઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો અને તમારા સંબંધને મજબૂત બનાવતા ઇમોશનલ બોન્ડનો આનંદ માણો. તમારી સ્કિલ્સ રીફાઇન કરવા અને તમારા બિઝનેસ નેટવર્કને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. કોલાબ્રેટિવ પ્રયાસો ફળદાયી પરિણામો આપશે. નાણાકીય સ્થિરતા તમારા હાથમાં છે. તમારા ખર્ચાઓ પ્રત્યે સાવધાન રહો અને માર્ગમાં આવતી આકર્ષક તકોનો લાભ લો. આનંદ અને સમર્થન માટે આજે તમારા નજીકના મિત્રો સાથે સારો સમય વિતાવો.
લકી કલર- લીલો
લકી નંબર- 66
લકી ક્રિસ્ટલ- રોઝ ક્વાર્ટઝ
મિથુન (21 મે – 20 જૂન):
તમે અત્યાર સુધી રોકીને રાખેલી લાગણીઓને વ્યક્ત કરવા માટે ઉત્તમ દિવસ છે. હૃદયસ્પર્શી વાતચીત કરો અને તમારા સંબંધોને મજબૂત બનાવો. તમારી ઝડપી સમજશક્તિ અને અનુકૂલનક્ષમતા બિઝનેસના પ્રયાસોમાં સફળતા અપાવશે. નવા પડકારોને સ્વીકારો અને તમારી બહુમુખી કુશળતા દર્શાવો. તમારી નાણાકીય પરિસ્થિતિ અંગે કાળજી રાખો. બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરો અને જરૂરી ખર્ચાઓને પ્રાથમિકતા આપો. અચાનક આવતી નાણાકીય તકો પર નજર રાખો. તમારા મનને આરામ અને કાયાકલ્પ કરવા માટે કોઇ ટૂંકા ગેટવેનું પ્લાનિંગ કરો.તમારી સ્પિરીટને વધારે તેવા મિત્રો વચ્ચે રહો.
લકી કલર- પીળો
લકી નંબર- 5
લકી ક્રિસ્ટલ- અંબર
કર્ક (21 જૂન – 22 જુલાઈ):
તમારી લવ લાઇફમાં સંવાદિતા અને સમજણ આવશે. હૃદયસ્પર્શી વાતચીત અને વ્યવહાર દ્વારા તમારા જીવનસાથી સાથે તમારા ઇમોશનલ બોન્ડ વધુ ગાઢ બનાવો. આજે કામ પર તમારી વૃત્તિ પર વિશ્વાસ કરો. તમારો સાહજિક અભિગમ તમને યોગ્ય નિર્ણયો લેવા અને પ્રગતિ મેળવવા માટે માર્ગદર્શન આપી શકે છે. નાણાકીય સ્થિરતા ક્ષિતિજ પર છે. ડિસીપ્લિન જાળવો અને લોંગ ટર્મ તકોમાં રોકાણ કરો. તમારી મહેનતનું ફળ મળશે. તમારા પ્રિયજનો સાથે ક્વોલિટી ટાઇમ વિતાવો અને તમારી મિત્રતાને મજબૂત કરો. ભાવનાત્મક સુખાકારી આપતી એક્વિટી કરો.
લકી કલર – સિલ્વર
લકી નંબર- 12
લકી ક્રિસ્ટલ- ઓનીક્સ
સિંહ (23 જુલાઈ – 22 ઓગસ્ટ):
તમારા પ્રેમ જીવનમાં ઉત્સાહ અને જુસ્સો આવશે. તમારા મનને નવી સંભાવનાઓ અને સ્વયંસ્ફુરિત પ્રેમ માટે તૈયાર કરો. વધુ કામની જવાબદારીઓ નિભાવવાની તૈયારીને કારણે લિડરશિપની તકો મળશે. તમારો કરિશ્મા દર્શાવો અને તમારી આસપાસના લોકોને પ્રેરણા આપે તેવા પ્રોજેક્ટ્સનો ચાર્જ લો. નાણાકીય લાભ થઇ શકે છે. તમારી સ્કિલ્સને વધારે સારી બનાવવા અને ગણતરી પૂર્વક રોકાણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા પ્રયત્નોનું સારું ફળ મળશે. તમારા મિત્રો સાથે પ્રવાસની યોજના બનાવો. પોતાને પાઝીટીવિટી અને હાસ્યથી ઘેરાયેલા રાખો.
લકી કલર- ગોલ્ડ
લકી નંબર- 11
લકી ક્રિસ્ટલ- સનસ્ટોન
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર):
આત્મનિરીક્ષણ અને ચિંતન માટે આજનો દિવસ યોગ્ય છે. તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવો અને તમારા સપનાઓ વિશે ચર્ચા કરો અને તમારી બોન્ડને મજબૂત બનાવો. કામમાં સફળતા મેળવવા માટે ડિટેલ્સ પર ધ્યાન આપો. તમારા કામમાં શ્રેષ્ઠ બનવા માટે ઓર્ગેનાઇઝએશન અને અસરકારતા પર ધ્યાન કેન્દ્રિત કરો. નાણાકીય સ્થિરતા માટે ડિસીપ્લિનની જરૂર છે. તમારા ખર્ચાઓનું મૂલ્યાંકન કરો અને બચત અને રોકાણ કરવાની તકો શોધો. સેલ્ફ કેર અને આરામ માટે સમય કાઢો. માનસિક અને શારીરિક સુખાકારીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો.
લકી કલર – નેવી બ્લુ
લકી નંબર- 44
લકી ક્રિસ્ટલ- લેપિસ લેઝુલી
તુલા (23 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર):
સંબંધોમાં સુમેળ જળવાશે. ખુલ્લા મનની વાતચીતનો આગ્રહ રાખો અને ગ્રેસ અને ડિપ્લોમેસી સાથે તમારી લાગણીઓ વ્યક્ત કરો. સહયોગ આજે કામમાં સફળતાની ચાવી છે. સામૂહિક લક્ષ્યો હાંસલ કરવા માટે ટીમ વર્કને અપનાવો અને તમારા સહકર્મીઓની તાકાતનો લાભ લો. નાણાકીય સમજદારી જરૂરી છે. સંતુલિત બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરો અને આવેગમાં આવીને ખર્ચ કરવાનું ટાળો. સ્થિર ગ્રોથ માટે તકો શોધો. અર્થપૂર્ણ વાતચીત અને અનુભવો દ્વારા તમારી મિત્રતાને મજબૂત બનાવો. તમારા સ્પિરિટને રિચાર્જ કરવા માટે ટૂંકી ટ્રિપની યોજના બનાવો.
લકી કલર- પેસ્ટલ પિંક
લકી નંબર- 17
લકી ક્રિસ્ટલ -રોઝ ક્વાર્ટઝ
વૃશ્ચિક (23 ઓક્ટોબર – 21 નવેમ્બર):
આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં જુસ્સો અને તીવ્રતા લાવશે. તમારી નબળાઈને સ્વીકારો અને તમારા હૃદયને મજબૂત કનેક્શન માટે ખોલો. તમારો નિશ્ચય અને ધ્યાન તમને બિઝનેસમાં સફળતા અપાવશે. તમારી વૃત્તિ પર વિશ્વાસ કરો અને તમારા લક્ષ્યો માટે તકોનો લાભ લો. નાણાકીય સ્થિરતા માટે આયોજનની જરૂર છે. તમારા રોકાણોની સમીક્ષા કરો અને લાંબા ગાળાની ગ્રોથ સ્ટ્રેટેજી પર વિચાર કરો. અર્થપૂર્ણ વાતચીત દ્વારા મિત્રો સાથે તમારા બોન્ડને મજબૂત બનાવો. તમારી સુખાકારીને પ્રાથમિકતા આપો અને તમારા મન અને શરીરને સુખ આપતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો.
લકી કલર- બીજ
લકી નંબર- 18
લકી ક્રિસ્ટલ- ગાર્નેટ
ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર):
આજનો દિવસ પ્રેમ અને સાહસથી ભરપૂર રહેશે. સ્વયંસ્ફુરિતતાને આવકારો અને તમારા ફ્રી સ્પિરીટ દ્વારા તમારા સંબંધોમાં માર્ગદર્શન મળશે. તમારો ઉત્સાહ અને આશાવાદ તમારી આસપાસના લોકોને પ્રેરણા આપશે. નવા પડકારોને સ્વીકારો અને તમારા બિઝનેસમાં ગણતરીના જોખમો લો. નાણાકીય સ્થિરતા તમારા હાથમાં છે. તમારી આવક વધારવાની તકો શોધો અને લાંબા ગાળાના લાભ માટે સમજદારીપૂર્વક રોકાણ કરો. નવા ડેસ્ટિનેશન માટે ટ્રિપ પ્લાન કરો અથવા તમારા મિત્રો સાથે એડવેન્ચર એક્ટિવિટીમાં જોડાઓ. એક્સ્પોલરેશનના આનંદને માણો.
લકી કલર- પર્પલ
લકી નંબર -13
લકી ક્રિસ્ટલ- ગોલ્ડ
મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી):
તમારા સંબંધોમાં સ્થિરતા અને પ્રતિબદ્ધતા આવશે. મજબૂત કનેક્શન અને તમારા ભાવનાત્મક જોડાણોને ઊંડા કરવા પર ધ્યાન આપો. તમારો શિસ્તબદ્ધ અભિગમ તમારા બિઝનેસ પ્રયાસોમાં નોંધપાત્ર પ્રગતિ અપાવશે. કાર્યક્ષમતા અને લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. નાણાકીય આયોજન નિર્ણાયક સાબિત થશે. ઓર્ગેનાઇઝ્ડ રહો અને ટકાઉ ગ્રોથ માટેની તકો વિશે વિચારો. ધીરજ દ્વારા ફળદાયી પરિણામ મળશે. નજીકના મિત્રો સાથે ક્વોલિટી ટાઇમ વિતાવો અને આરામ અને સુખાકારીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં ભાગ લો.
લકી કલર- ગ્રે
લકી નંબર- 19
લકી ક્રિસ્ટલ – સ્મોકી ક્વાર્ટઝ
કુંભ (20 જાન્યુઆરી- 18 ફેબ્રુઆરી):
આજે તમારા સંબંધોમાં ભાવનાત્મક વૃદ્ધિ અને સમજણની તકો આવશે. ખુલ્લા મને વાતચીત અને પરસ્પર આદર આપવાનો આગ્રહ રાખો. તમારા નવા વિચારો અને યુનિક દ્રષ્ટિકોણ દ્વારા તમે કામ પર અલગ તરી આવશો. તમારા વ્યક્તિત્વને સ્વીકારો અને તમારી આસપાસના લોકોને પ્રેરણા આપો. નાણાકીય સ્થિરતા માટે સાવચેતીથી આયોજન કરો. તમારી આવકમાં વિવિધતા લાવવાની તકો શોધો અને તમારા જુસ્સાને અનુરૂપ હોય તેવા સાહસોમાં રોકાણ કરો. તમારા જેવા વિચારો ધરાવતા વ્યક્તિઓ સાથે જોડાઓ અને તમારા પર્સનલ ગ્રોથને સપોર્ટ કરતી મિત્રતાને પ્રોત્સાહન આપો. માનસિક અને શારીરિક સુખાકારીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓમાં જોડાઓ.
લકી કલર -પીરોજ
લકી નંબર -21
લકી ક્રિસ્ટલ- એક્વામેરિન
મીન (ફેબ્રુઆરી 19 – માર્ચ 20):
તમારી લવ લાઇફમાં રોમાંસ અને કોમળતા લાવશે. તમારા જીવનસાથી સાથે તમારા કનેક્શનને વધુ મજબૂત બનાવવા માટે તમારી ક્રિએટિવિટી અને લાગણીઓને વ્યક્ત કરો. તમારી અંતર્જ્ઞાન તમને કાર્યમાં સફળતા તરફ દોરી જશે. તમારી વૃત્તિ પર વિશ્વાસ કરો અને તમારા મૂલ્યો સાથે મળતી તકોને હાથમાં લો. નાણાકીય બાબતોમાં ધ્યાન આપવાની જરૂર છે. બચત અને જીવનનો આનંદ માણવા વચ્ચે સંતુલન રાખો. વિપુલતા મેળવવા માટે તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ કરો. તમારી મિત્રતાને મજબૂત બનાવો અને તમારી જાતને સકારાત્મક પ્રભાવો વચ્ચે રાખો. આરામ અને આધ્યાત્મિક વિકાસને વધારે તેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો.
લકી કલર- સી ગ્રીન
લકી નંબર- 32
લકી ક્રિસ્ટલ- એક્વામરિન