Homeજાણવા જેવુંમાર્ચ મહિનાની શરૂઆતમાં જિલ્લામાં...

માર્ચ મહિનાની શરૂઆતમાં જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

  • 1 માર્ચે ત્રણ જિલ્લામાં કમોસમી વરસાદની વધુ શક્યતા
  • વરસાદ થાય તો સૌથી વધુ 3.69 લાખ હેક્ટરમાં ઘઉંના પાકને નુકસાનની
  • સતત બીજા વર્ષે કમોસમી વરસાદની આગાહીથી રવી પાકોને નુકસાનીનો ભય

શિયાળો અંતિમ ચરણમાં છે અને ઉનાળાના આગમનની તૈયારી છે. આવા સમયે જ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. હવામાન વિભાગે તા.1 માર્ચના રોજ અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડવાની વધુ શક્યતાઓ હોવાની આગાહી કરી છે.

હવામાન વિભાગની આ આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ગયા વર્ષે પણ માર્ચ મહિનાના પ્રારંભે જ કમોસમી વરસાદ થયો હતો. હોળીના સમયગાળા દરમિયાન તો જાણે ચોમાસુ મંડાઈ ગયુ હોય તેવો વરસાદ પડયો હતો. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ હતુ. ઘઉંનો મોટાભાગનો પાક પલળી જતાં ખેડૂતોને મણ દીઠ 200 રૂપિયા જેટલો ઓછો ભાવ મળ્યો હતો. દરમિયાન સતત બીજા વર્ષે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ અધ્ધર થયા છે. ઉત્તર ગુજરાતમાં જીરું, વરિયાળી, ચણા, રાયડો, બટાકા, દિવેલા સહિત 13 લાખ હેક્ટરમાં રવી પાકો લગભગ તૈયાર થઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં ઘઉંની લણણી ચાલુ છે પરંતુ મોટાભાગના ખેડૂતો હોળી બાદ ઘઉંની લણણી કરતા હોય છે ત્યારે આવા સાયે વરસાદ થાય તો ખેડૂતોની હાલત બગડી શકે છે. ગયા વર્ષે શિયાળાના અંતમાં થયેલ માવઠાંને કારણે થયેલ નુકસાનીનો માર હજુ સુધી ખેડૂતો વેઠી રહ્યા છે અને હવે ફરીથી તે જ સમયે કુદરતે કરવટ બદલતાં લોકો ચિંતાતુર થયા છે. જો માવઠું થશે તો સૌથી વધુ ઘઉંના તૈયાર પાકને નુકસાન થવાનો ભય વ્યકત કરવામાં આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આ શિયાળામાં 3.69 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. ખેડૂતો ઘઉં લેવાનીસ તૈયારીઓ જ કરી રહ્યા છે અને હવામાનમાં પલટો આવતાં જો કમોસમી વરસાદ થશે તો ખેડૂતોની ચાર મહિનાની મહેનત માથે પડવાનો ભય ઉભો થયો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી માવઠાનો ભય ઊભો થયો છેલ્લા કેટલાક સમયથી સતત હવામાનમાં પલટો આવ્યા છે. દરમિયાન માર્ચ મહિનાના પ્રારંભે જ ખૂબ જ શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતની સાથે ગુજરાતના વાતાવરણને અસ્થિર કરશે. જેમાં ઉત્તર ગુજરાતમાં પણ તેની સીધી અસર થશે અને તા.1 માર્ચે અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થઈ શકે છે. એક તરફ ઉનાળાની ઘડીઓ ગણાઈ રહી છે તેવા સમયે જ હવામાન વિભાગની આગાહીએ ચિંતા વધારી દીધી છે.

કમોસમી વરસાદ બાદ લઘુતમ તાપમાન 6થી 7 ડિગ્રી ગગડશે

ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે લઘુત્તમ તાપમાન ઉચકાયુ છે. રવિવારે ડીસાનું લઘુત્તમ તાપમાન 12.2ડિગ્રી નોંધાયા બાદ સોમવારે અને મંગળવાર પારો 16 ડિગ્રીની આસપાસ રહ્યો છે. હજુ બે દિવસ લઘુત્તમ તાપમાન ઉચકાશે અને જો 1 માર્ચે કમોસમી વરસાદ થશે તો ફરીથી તાપમાન 6થી 7 ડિગ્રી ગગડશે. તા.રથી 4 માર્ચ સુધી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો રહેવાની શક્યતાને પગલે ફરીથી કડકડતી ઠંડી પડી શકે છે.

ગયા વર્ષે અરવલ્લી જિલ્લામાં ઘઉં અને 273.70 હેક્ટરમાં બાગાયાતી પાકોને નુકસાન થયુ હતું

2023માં 4થી ર4 માર્ચ દરમિયાન રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાની સહાય આપવાનું સરકારે જાહેર કર્યુ હતુ. જેમાં રાજ્યના 13 જિલ્લાના 48 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કૃષિ રાહત પેકેજમાં અરવલ્લી જિલ્લાના તમામ છ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા કરવામાં આવેલ સર્વેમાં જિલ્લામાં 273.70 હેક્ટરમાં બાગાયતી પાકોમાં 33 ટકાથી વધુનું નુકસાન થયાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને 259 ખેડૂતોને રાહત પેકેજનો લાભ આપવામાં આવ્યો હતો. જો કે ભારે વરસાદથી મોટાભાગના ખેડૂતોના ઉભા ઘઉં પલળી જતાં મણ દિઠ 150 થી 200 રૂપિયા ઓછો ભાવ મળતાં છતાં કોઈ સહાય મળી ન હતી .

છેલ્લા 10 વર્ષમાં ચાર વખત માર્ચ મહિનામાં વરસાદ તૂટી પડયો

છેલ્લા 10 વર્ષમાં માર્ચ મહિનામાં 2013, 2015, 2020 અને ગત વર્ષે 2023માં વરસાદ થયો હતો. વર્ષ 2013 અને વર્ષ 2020માં વરસાદી ઝાપટાં થયાં હતા. જ્યારે વર્ષ 201પમાં ડીસામાં 15 મી.મી.વરસાદ થયો હતો. ગયા વર્ષે તો છેલ્લા 13 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો હતો. તા.17 થી 19 માર્ચ સુધી કડકા-ભડાકા અને તેજ પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો હતો અને ઉત્તર ગુજરાતના 37 તાલુકામાં વરસાદ થયો હતો. ગયા વર્ષે માર્ચ મહિનામાં સાત તાલુકાઓમાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો હતો અને છ તાલુકામાં અડધો ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. જેના પગલે ઘઉં સહિતના રવી પાકો અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયુ હતું.

આ શિયાળામાં તા. 26 નવેમ્બર અને તા.3 ડિસેમ્બરે માવઠું થયું

શિયાળાની શરૂઆતથી જ વાતાવરણમાં સતત પલટો આવતો રહ્યો છે. શિયાળાના પ્રારંભે જ તારીખ 26 નવેમ્બરના રોજ ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો હતો અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. ત્યારબાદ તારીખ 3 ડિસેમ્બરના રોજ પણ ફરીથી ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠુ થયુ હતુ. તા.8 થી 10 જાન્યઆરી સુધી પણ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ બાદમાં વાતાવરણમાં સુધારો આવી ગયો હતો. હવે રવી પાકો તૈયાર થઈ ગયા છે તે સમયે જ તા. 1 માર્ચે કમોસમી વરસાદની આગાહીથી ધરતીપુત્રોમાં ચિંતા પ્રસરી છે. તેમજ પાક પલળી જવાની ભિતી સતાવી રહી છે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...