તમારું બેંક એકાઉન્ટ ખાલી ના થાય માટે તમારા ફોનમાંથી તાત્કાલિક આ 6 એપ્સને ડિલીટ કરો. અત્યારે મોબાઈલ યુગ ચાલી રહ્યો છે. અનેકવિધ કાર્યોની સરળતા અને સુગમતા માટે લોકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને વર્કિંગ માણસો માટે બીલ ભરવા જેવા કાર્યો થવાથી મોબાઈલ ફોન એક આર્શીવાદ બન્યો છે. તેમાં પણ એન્ડ્રોઈડ જેવા અનેક આધુનિક વર્ઝન આવતા હોય છે.
જેમ સુવિધા વધુ તેમ જોખમ વધુ તે બાબત સાચી પડી છે. એન્ડ્રોઈડ યુઝર ધારકોના ફોનમાં એવી કેટલીક એપ્સ છે જે તમારું બેંક એકાઉન્ટ એક ઝટકામાં ખાલી કરી શકે છે. એન્ડ્રોઈડ ફોન કેટલીક એપ્સ છે જેમાં માલવેર હોય છે જે તમારી ગુપ્ત માહિતી માટે ખતરારૂપ હોવાનું એમ સાયબર સિક્યોરિટી જણાવે છે.
સાયબર સિક્યોરિટી રિસર્ચ ફર્મ ESET એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે કુલ 12 એપ્સમાં VajraSpy નામનો માલવેર છે જે વધુ ખતરારૂપ છે. તેમાંથી છ એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડિલીટ કરવામાં આવી છે, પરંતુ છ એપ્સ હજુ પણ પ્લે સ્ટોર પર હાજર છે. આ માલવેર કોઈપણ એન્ડ્રોઈડ ફોનની જાસૂસી કરી શકે છે. તમારા ફોનમાંથી આ છ એપ્સને તાત્કાલિક ડિલીટ કરો, નહીં તો તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે કેમકે તેમાં માલવેર છે. સુરક્ષા એજન્સી દ્વારા આ એપ્સની ઓળખ કરવામાં આવી છે. આ એપ્સ બે વર્ષથી ગૂગલ પ્લે સ્ટોર પર હાજર છે.
જો તમે પણ એન્ડ્રોઇડ યુઝર છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. તમારા ફોનમાં માલવેર હોઈ શકે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આવી છ એન્ડ્રોઇડ એપ્સની ઓળખ કરવામાં આવી છે જે બે વર્ષથી ગૂગલ પ્લે સ્ટોર પર હાજર છે અને આ એપ્સમાં માલવેર છે. આ એપ્સની ઓળખ સુરક્ષા એજન્સી દ્વારા કરવામાં આવી છે.
Google Play Store પર માલવેર સાથે હાજર એપ્સના નામ
1. Privee Talk
2. Let’s Chat
3. Quick Chat
4. Chit Chat
5. Rafaqat
6. MeetMe
જો તમારા ફોનમાં આમાંથી કોઈ એપ હોય તો તેને તરત જ ડિલીટ કરી દો. આ માલવેર તમારા ફોનમાં હાજર કોઈપણ માહિતીને હેકર્સ માટે સુલભ બનાવી શકે છે. આ સિવાય તે તમારી જાણ વગર કોલ રેકોર્ડ પણ કરી શકે છે. આનાથી બચવા માટે તમારા ફોનનું સોફ્ટવેર અપડેટ કરો. આ સિવાય, જો તમને તમારા ફોનના ફાઇલ મેનેજરમાં કોઈ શંકાસ્પદ ફાઇલ અથવા ફોલ્ડર દેખાય છે, તો તેને કાઢી નાખો. ફોનમાં સમયાંતરે મેસેજ ડીલીટ કરો જેથી વધુ પડતો ભરાવો ના થાય.