મેષ (21 માર્ચ – 19 એપ્રિલ) મેષ રાશિના જાતકોને આજે રોમાન્સ તરફ આકર્ષણ અનુભવાય. આજે રસપ્રદ મુલાકાત અથવા અણધાર્યા સંબંધોથી તમારી રોમેન્ટિક લાઇફમાં નવો ઉત્સાહ આવી શકે છે. આજે કાર્યસ્થળે અટેંશન માંગી લે. આજે કામમાં મલ્ટી ટાસ્કીંગ કરવું પડે. જો તમે ઓર્ગનાઈઝડ અને ફોકસ રહેશો, તો તમને સફળતા જરૂર મળશે. આજે પોતાની જાતની સંભાળ લો, જે તમારો ઉત્સાહ જાળવી રાખે.
આજે ભાગદોડભર્યા જીવનમાં સંતુલન જાળવવા માટે યોગ અથવા મેડિટેશન કરો. આજે યાત્રા કરવાથી તમારું મન આનંદિત રહે. આજે તમારો લકી નંબર 57 છે અને લકી કલર રોયલ બ્લૂ છે. તેમજ એક્વામરીન ક્રિસ્ટલ તમારા અંતર્જ્ઞાનમાં વધારો કરશે.
વૃષભ (20 એપ્રિલ – 20 મે)
આજે વૃષભ રાશિના જાતકોના પ્રેમ જીવનમાં ગાઢ જોડાણ રહે. આજે તમે ભાવનાત્મક આત્મીયતા અને પ્રતિબદ્ધતાની નવી ભાવના અનુભવી શકો છો. કામના સ્થળે પડકારોનો ધૈર્યથી સામનો કરશો તો તમને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. આજે હેલ્થી ડાયટ લઈને અને કસરત કરીને તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો. ગાર્ડનિંગ અથવા પેઇન્ટિંગ જેવી મન પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને તમે આનંદની અનુભૂતિ કરી શકો છો. આજે તમે કોઇ કુદરતી જગ્યાએ અથવા શાંત સ્થળે ટ્રિપ પ્લાન કરી શકો છો. તમારો લકી નંબર 42 અને સ્કાય બ્લ્યુ કલર ધારણ કરવો લકી સાબિત થઇ શકે છે. તેમજ તમે આંતરિક શક્તિ અને સ્પષ્ટતા પ્રાપ્ત કરવા માટે લેપિસ લાઝુલી ધારણ કરી શકો છો.
મિથુન (21 મે – 20 જૂન)
મિથુન રાશિના જાતકોના જીવનમાં ખૂબ સારી લવ લાઈફ સૂચવે છે. આજે તમારે કોઇ અણધારી મુલાકાત માટે તૈયાર રહેવું. આજે કાર્યસ્થળે તમને કોલાબ્રેશન અને તકો પ્રાપ્ત થાય. આજે હેલ્થી ડાયટ અને નિયમિત કસરતની મદદથી તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો. આજે વાંચન અથવા લેખન જેવી પ્રવૃત્તિઓ દ્વારા તમે માનસિક શાંતિ મેળવી શકો છો. તમે શોર્ટ ટ્રિપ અથવા સિટી એક્સપ્લોરેશન જેવો ટ્રાવેલ પ્લાન બનાવી શકો છો. તમારો લકી નંબર 15 છે અને લકી કલર પીરોજ છે. આજે બ્લ્યુ લેસ એગેટ પહેરવાથી તમારી વાતચીતની સ્કિલ્સ સુધરશે અને કમ્યુનિકેશનને પ્રોત્સાહન મળશે.
કર્ક (21 જૂન – 22 જુલાઇ)
તમારા રોમેન્ટિક જીવનમાં સંવાદિતા અને ભાવનાત્મક પરિપૂર્ણતા સૂચવે છે. તમારા હાલના સંબંધો વધુ મજબૂત થઇ શકે છે અથવા નવા સંબંધો બંધાઈ શકે છે. આજે તમારી સ્કિલ્સને વધારે મજબૂત બનાવવા અને કાર્યસ્થળે ગ્રોથની શક્યતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે તમે તમારી શારીરિક અને માનસિક સુખાકારી જાળવવા માટે સેલ્ફ કેર કરો. આજે કૂકિંગ અને પરીવાર સાથે સમય વિતાવવા જેવી પ્રવૃત્તિ કરવાથી તમે આનંદ અનુભવશો. પરીવાર સાથે દરિયાકાંઠાના કોઈ વિસ્તારનો ટ્રાવેલ પ્લાન બનાવી શકો છો અથવા પરિવાર સાથે સમય વિતાવી શકો છો. તમારો લકી નંબર 3 છે અને બેબી બ્લુ લકી કલર છે. આજે મૂનસ્ટોન પહેરવાથી તમને અંતર્જ્ઞાન અને આંતરિક શાંતિ મળશે.
સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)
સિંહ રાશિના જાતકોના જીવનમાં રોમેન્ટિક તબક્કો સૂચવે છે. કાર્યસ્થળે તમારી ક્રિએટિવિટી અને લીડરશીપની પ્રશંસા થાય અને તમે પ્રગતિ કરો. હેલ્થી લાઇફસ્ટાઇલ અને તમારા શરીરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. રીલેક્સ થવા માટે આજે તમે ડાન્સ અથવા પેઇન્ટિંગ જેવી મન પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકો છો. આજે તમે તમારા ટ્રાવેલ પ્લાન્સમાં વાઇબ્રન્ટ સ્થળોની મુલાકાત લઇ શકો છો અથવા કોઈ શોમાં જઈ શકો છો. તમારો લકી નંબર 1 છે અને લકી કલર નેવી બ્લુ છે. આજે વાદળી પોખરાજ પહેરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને સફળતા પ્રાપ્ત થશે.
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
આજે કન્યા રાશિના જાતકોનું રોમેન્ટિક જીવન સ્થિર અને સુખમય રહેશે. નવા સંબંધો બનશે અથવા હાલના સંબંધો વધુ ગાઢ બનશે. સફળતા મેળવવા માટે કામના સ્થળે માહિતીપ્રદ વ્યવહાર પર અને કુશળતા પર ભાર આપો. તમારા દૈનિક રૂટિનમાં તણાવ ઘટાડવાની પ્રવૃત્તિઓમાં કસરતને સામેલ કરીને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. યોગ અને નેચર વોક જેવી આનંદદાયક પ્રવૃત્તિઓ તમને સંતુલિત રાખી શકે છે. આજે તમે કોઇ પ્રાકૃતિક જગ્યાએ વેકેશન અથવા શાંત સ્થળને એક્સ્પ્લોર કરી શકો છો. તમારો લકી નંબર 6 છે અને લકી કલર પેસ્ટલ બ્લ્યુ છે. આજે નીલમ પહેરવાથી તમારી કમ્યુનિકેશન સ્કિલ્સમાં સુધારો થશે.
તુલા (23 સપ્ટેમ્બર – 22 ઓક્ટોબર)
આજે તુલા રાશિ માટે પ્રેમ જીવનમાં સુખ અને સંવાદિતા યથાવત રહી શકે છે. હાલના સંબંધો વધુ ગાઢ બનશે અથવા નવા સંબંધો બનશે. આજે કાર્યસ્થળે કોલાબ્રેશન અને પાર્ટનરશિપ સફળતા અપાવી શકે છે. સેલ્ફ કેર અને મનને આનંદ આપતી પ્રવૃત્તિઓ કરીને તમારે તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. આર્ટ અથવા મેડિટેશન જેવી પ્રવૃત્તિઓ કરીને પણ તમે મનને શાંતિની અનુભૂતિ કરાવી શકો છો. ટ્રાવેલિંગ પ્લાનમાં સુંદર શહેરોની મુલાકાત લેવી અથવા સોશ્યલ ગેધરિંગમાં જવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમારો લકી નંબર 4 છે અને લકી કલર પેરીવિંકલ બ્લુ છે. આજે એઝ્યુરાઈટ ધારણ કરવાથી તમારી સર્જનાત્મકતા અને આંતરિક શાંતિમાં વધારો થઇ શકે છે.
વૃશ્વિક (23 ઓક્ટોબર – 21 નવેમ્બર)
આજે તમારી લવ લાઇફમાં મજબૂત અને પરિવર્તનશીલ ઘટના ઘટી શકે છે. આજે તમારી ઊંડી લાગણીઓને સ્વીકારો અને પ્રોસેસ પર વિશ્વાસ રાખો. આજે કામમાં તમારો ઉત્સાહ અને દ્રઢતા તમને સફળતા અપાવશે. આજે જીવનમાં સંતુલન રાખો અને જરૂર પડે ત્યારે બ્રેક લઈને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જર્નાલિંગ જેવી મન પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિ કરો. ટ્રાવેલ પ્લાન્સમાં આજે રહસ્યમય સ્થળો શોધવાનું અથવા પ્રકૃતિમાં શાંતિની શોધવાનું શામેલ કરી શકો છો. તમારો લકી નંબર 8 છે અને મિડનાઇટ બ્લ્યુ તમારા માટે લકો કલર છે. આજે ઓબ્સિડિયન પહેરવાથી તમારું અંતર્જ્ઞાન વધશે અને તમારી ઉર્જાનું રક્ષણ થશે.
ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
ધન રાશિના જાતકોએ આજે પોતાના જીવનમાં સ્પોન્ટેનિયસ અને રોમેન્ટિક મુલાકાતોની આશા રાખવી જોઈએ. કામમાં તમારી સકારાત્મકતા અને એનર્જી તમને પ્રગતિની તકો મેળવવા તરફ દોરી જશે. ફિઝીકલ એક્ટિવિટીઝને પ્રાધાન્ય આપીને તમારા સ્વાસ્થ્ય માટે હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવો. આજે હાઇકીંગ કે નવો શોખ શોધવા જેવી પ્રવૃત્તિ કરો. આજે તમે એક્ઝોટિક અથવા એડવેન્ચરસ સ્થળોની કે પછી વિશેષ સ્થળોની મુલાકાત લેવાનો ટ્રાવેલ પ્લાન બનાવી શકો છો. તમારો લકી નંબર 9 છે અને લકી કલર ઇલેક્ટ્રિક બ્લુ છે. આજે તમે બ્લ્યુ ટોપાઝ પહેરીને વિપુલતા આકર્ષી શકો છો.
મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)
મકર રાશિના જાતકો માટે પ્રેમ સંબંધમાં મજબૂત અને સ્થિર સમયગાળો સૂચવે છે. તમારા સંબંધો મજબૂત આધાર પર બનાવો. તમે ખંત અને ધૈર્યથી કામમાં સફળ થઇ શકો છો. બેલેન્સ શિડ્યૂલ જાળવો અને તમારા માટે સમય કાઢીને તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપો. આજે ગાર્ડનિંગ જેવી મન પ્રફુલ્લિત કરતી પ્રવૃત્તિઓ કરો. આજે તમારા ટ્રાવેલ પ્લાનમાં કોઇ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી જોઇએ અથવા તમારા મૂળ સાથે ફરીથી જોડાવું જોઈએ. તમારો લકી નંબર 10 છે અને લકી કલર સ્ટીલ બ્લુ છે. આજે તમારા અંતર્જ્ઞાન અને સ્પષ્ટતા વધારવા માટે ઓનિક્સ ક્રિસ્ટલ પહેરવું જોઈએ.
કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)
આજે કુંભ રાશિના જાતકોની લવ લાઈફમાં રોમાંચક ક્ષણો અને અનુભવો આવશે. તમારા અનન્ય ગુણોને સ્વીકારો અને નવા સંબંધો બનાવો. આજે તમને વ્યવસાયિક જીવનમાં તમારા ઇનોવેટિવ વિચારો તમને સફળતા અને ઓળખાણ અપાવશે. તમારા દૈનિક રૂટિનમાં કસરત અને સ્વસ્થ આદતોને પ્રાધાન્ય આપો અને આરોગ્યને પ્રાથમિકતા આપો. આજે શાંતિ મેળવવા સ્ટારગેઝીંગ જેવી પ્રવૃત્તિઓ કરો. આજે તમારા ટ્રાવેલ પ્લાન્સમાં ઓફબીટ સ્થળોની મુલાકાત અથવા બૌદ્ધિક સ્થળોની મુલાકાત લઇ શકો છો. તમારો લકી નંબર 21 છે અને લકી કલર પીરોજ છે. આજે એક્વામરિન અથવા બ્લુ એવેન્ટ્યુરિન ધારણ કરવાથી તમારી સર્જનાત્મકતા અને અંતર્જ્ઞાન વધી શકે છે.
મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
આજે મીન રાશિના જાતકોના જીવનમાં ઊંડા ભાવનાત્મક સંબંધો બનશે. આજે તમારા દયાળુ સ્વભાવને સ્વીકારો અને પ્રેમ પર વિશ્વાસ કરો. કામમાં તમારું આર્ટિસ્ટિક ટેલેન્ટ અને અંતર્જ્ઞાન ચમકશે, પરિણામે તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે કામ અને આરામ વચ્ચે સંતુલન શોધીને તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. પેઇન્ટિંગ અથવા મધુર સંગીત સાંભળવા જેવી પ્રવૃત્તિ કરો. આજે તમે કોઇ ધાર્મિક જગ્યાએ અથવા જળાશય હોય તેવી જગ્યાએ ટ્રિપ પર જઇ શકો છો. તમારો લકી નંબર 42 છે અને લકી કલર ઓશિયન બ્લ્યુ છે. આજે લારીમ પહેરવાથી તમારું અંતર્જ્ઞાન વધી શકે છે.