Homeધાર્મિકલોખંડ વગરના રામલલાના મંદિરના...

લોખંડ વગરના રામલલાના મંદિરના નિર્માણમાં આ ખાસ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અયોધ્યા, ઉત્તરપ્રદેશ: 22 જાન્યુઆરીનો દિવસ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરથી અંકિત થવા જઈ રહ્યો છે. અયોધ્યામાં લગભગ 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ રામલલ્લા પોતાના ભવ્યાતિભવ્ય મંદિરમાં પધારશે. હજારો રામભક્તોના સંઘર્ષ અને બલિદાનો બાદ ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સંભવ બની છે. આ મંદિર હાલ સમગ્ર ભારતના રહેવાસીઓને એક તાંતણે જોડી રહ્યું છે.

રામજન્મભૂમિ સંકુલ લગભગ 70 એકર જેટલું છે. રામ મંદિર અઢી એકરમાં બનાવવામાં આવ્યું છે. જાન્યુઆરી 2025 સુધીમાં રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થઈ જશે. દરેક રામ ભક્તને રામ મંદિર સાથે જોડાયેલી વાત જાણવાની ઉત્સુકતા હોય છે, ચાલો આજે રામ મંદિર વિશે આપણે એક રોચક વાત જાણીએ.

રામ મંદિરના નિર્માણમાં લોખંડનો વપરાશ કરવામાં આવ્યો નથી

અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ પથ્થરોથી થઈ રહ્યું છે, મંદિરની બનાવટમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ પથ્થર પિંક સ્ટોન છે, જે રાજસ્થાનના બંસી પહાડપુરથી લાવવામાં આવેલા પથ્થર છે. જ્યાં ભગવાન રામ બિરાજમાન થશે, તે ગર્ભ ગ્રહમાં લગભગ 4 લાખ 60 હજાર ઘનફૂટ પત્થરો લગાવવામાં આવ્યા છે. આ સિવાય લગભગ 21 લાખ ઘનફૂટ પત્થરોથી સમગ્ર મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

મંદિરના નિર્માણમાં વપરાયા 21 લાખ ઘનફૂટ પત્થરો

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, જો માત્ર મંદિરની જ વાત કરીએ, તો 4,75,000 ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજસ્થાનના મકરાણા માર્બલ, ગ્રેનાઈટ માર્બલ, પરકોટા માર્બલ અને પિંક સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો હિસાબ કરવામાં આવે, તો સમગ્ર મંદિરના નિર્માણમાં આશરે 21 લાખથી 22 લાખ ઘનફૂટ પથ્થરોનો વપરાશ થશે.

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

31 જુલાઈથી વધશે આ 5 રાશિઓનું બેંક બેલેન્સ, તમને એક પછી એક સારા સમાચાર મળશે

ગુરુ સુખ, સૌભાગ્ય, જ્ઞાન અને લગ્નનો કારક છે. અત્યારે ગુરુ વૃષભ રાશિમાં સ્થિત છે અને 31 જુલાઈ, 2024ના રોજ ગુરુ નક્ષત્ર બદલીને રોહિણી નક્ષત્રના ચોથા તબક્કામાં પ્રવેશ કરશે. 19 ઓગસ્ટ સુધી ગુરુ આ સ્થિતિમાં રહેશે અને 5 રાશિના લોકોને મોટો ફાયદો થશે. મેષ રાશિરોહિણી નક્ષત્રમાં દેવગુરુ ગુરુનો ચરણ...

ટેરોટ કાર્ડઃ આ રાશિના લોકોને આજે બિઝનેસમાં ફાયદો થશે, જાણો તમારું ટેરો રાશિફળ.

મેષ રાશિ આજે તમે બુદ્ધિ અને કુશળતાથી સાચી દિશામાં આગળ વધશો. વ્યવસાયિક ગતિવિધિઓ પર નિયંત્રણ રહેશે. મહત્વપૂર્ણ ચર્ચામાં અસરકારક રહેશે. વ્યવહારમાં અસરકારક રહેશે. આર્થિક અને વાણિજ્યિક બાબતોમાં દરેક વ્યક્તિ મદદરૂપ થશે. ક્ષમતાથી વધુના પ્રયાસો થશે. સુવિધા સંસાધનો વધારવાના પ્રયાસો કરવામાં આવશે. પ્રિયજનોને આકર્ષક ભેટ આપી શકો છો. સોદાબાજીની...

કર્ક અને ધનુ રાશિના લોકોને મળી શકે છે સારા સમાચાર, જાણો 19 જુલાઈ 2024નું તમારું રાશિફળ

મેષ : જેમ દિવસ પસાર થતો જાય આપના કામમાં સાનુકુળતા થતી જાય. નોકરી ધંધાના કામકાજ અંગે મિલન-મુલાકાત ગોઠવાય. વૃષભ : આપને દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની-વ્યગ્રતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. તબીયતની કાળજી રાખવી પડે. મિથુન : રાજકીય સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા મળી રહે. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન...