- દીપિકાનો વીડિયો ટાઈગર3 ના ટ્રેલર કરતા વધારે જોવાયો
- એક અઠવાડિયાના સમયમાં કરોડો લોકો સુધી પહોંચ્યો
- ઓરિજિલ વીડિયો પરથી દીપિકાએ આ વીડિયો બનાવ્યો
દીપિકાનો Just Looking Wow વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયો સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ના ટ્રેલર કરતા વધુ વખત જોવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ‘જસ્ટ લુકિંગ લાઈક અ વાવ’ ટ્રેન્ડ છે.
દીપિકા પાદુકોણે આના પર એક વીડિયો પણ બનાવ્યો, જે ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. દીપિકાના વીડિયોએ થોડા જ સમયમાં રેકોર્ડ તોડી નાખ્યા છે. સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર 3’ના ટ્રેલર કરતાં દીપિકાનો વીડિયો વધુ જોવામાં આવ્યો છે. અભિનેત્રીનો વીડિયો 190 મિલિયન વખત જોવામાં આવ્યો છે.
યશ રાજ ફિલ્મ્સની યુટ્યુબ ચેનલ પર સલમાન ખાનની ફિલ્મનું ટ્રેલર લગભગ 67 મિલિયન વખત જોવામાં આવ્યું છે. દીપિકાએ આ વીડિયો લગભગ એક અઠવાડિયા પહેલા શેર કર્યો હતો, જ્યારે ટાઈગર 3નું ટ્રેલર રિલીઝ થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે. પરંતુ અભિનેત્રીના વીડિયોએ ફિલ્મના ટ્રેલરને પાછળ છોડી દીધો છે. દીપિકાના વીડિયો પર અનેક સેલિબ્રિટીઓએ કોમેન્ટ કરી હતી. પ્રથમ ટિપ્પણી તેના પતિ અભિનેતા રણવીર સિંહની હતી. દીપિકા પછી ઘણા કલાકારોએ આ ટ્રેન્ડ પર રીલ બનાવી છે. કોમેડિયન ભારતી સિંહ, દ્રષ્ટિ ધામી, દિવ્યાંકા ત્રિપાઠી સહિત ઘણા લોકોએ આ ટ્રેન્ડને ફોલો કર્યો. સામાન્ય લોકો પણ આના પર રીલ કરી રહ્યા છે.